રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન કરવાની દિશામાં કામે લાગવા અનુરોધ કર્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે.
મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ રૂ. ર૪.૧પ કરોડના વિવિધ પ્રકલ્પોના વચ્યુર્અલ ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીએ જૂનાગઢ મહાનગરે કચરાના સેગ્રીગેશનમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાના ખાસ કરીને CNG ગેસ ઉત્પાદનના કરેલા સફળ પ્રયોગની સરાહના કરી હતી.