હવાઇ મુસાફરી કરનારા માટે ભારત સરકારે ખાસ નવા નિયમો જારી કર્યા છે.મુસાફરી માટેના ખાસ નીતિ નીયમો-સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસીઝર-એસઓપી જાહેર કરાયા તેમાં હવાઇ યાત્રા દરમિયાન મુસાફર જો માસ્ક પહેરવા ઇન્કાર કરે તો તેનો નો ફલાઇંગ લિસ્ટમાં મુકવામાં આવશે તેમ જાહેર કરાયુ છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન હવાઇ મુસાફરી પર પ્રતિબંધ હતો. હવે ફરી જ્યારે વિમાન સેવાઓ શરૂ કરાશે તેવા સમયે તમામ પ્રવાસીઓના આરોગ્યને ધ્યાનમાં લઇને કેટલાક નિયંત્રણો સરકાર લાદી રહી છે.
નવા નિયમો જે જાહેર કર્યા છે, તેમાં સ્થાનિક એર લાઇન્સ હવે મુસાફરી દરમિયાન તેમના યાત્રીઓને પ્રી-પેક્ડ ફૂડ, ડ્રિંક્સ વગેરે આપી શકશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના યાત્રી હવે લીકર અને હોટ મીલ્સની મજા લઇ શકશે. સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જુદા જુદા SOP જારી કર્યા છે.
સ્થાનિક ફ્લાઇટ્સ માટે નવા નિયમો જારી કરાયા તેમાં અત્યાર સુધી યાત્રીઓ માટે ભોજન સેવાઓ ન હતી. પાણીની બોટલ અથવા તો ગેલેરી એરિયામાં અથવા સીટની પાસે આપવામાં આવતી હતી. યાત્રી ફ્લાઇટ્સની અંદર કંઇપણ ખાઇ શકતા ન હતા. હવે નવા એસઓપી જારી કર્યા બાદ એરલાઇન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/ભોજન/ડ્રિંક્સ યાત્રીઓને આપવામાં આવી શકે છે. ખાવા પીવાની વસ્તુઓ માત્ર ડિસ્પોઝેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપવામાં આવશે, જેનો ફરી ઉપયોગ કરી શકાય નહીં. ક્રૂ મેમ્બર્સ યાત્રીઓને ભોજન આપશે તો દર વખતે તેમના ગ્લોવ્સ બદલવા પડશે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે નવા SOPમાં બોર્ડિંગથી પહેલા પ્રી-પેક્ડ ફૂડ આપી શકતા ન હતા, ચા, કોફીની પણ મનાઈ હતી. હવે ફ્લાઇટ્સમાં હોટ મીલ્સ અને ડ્રિંક્સની મંજૂરી છે. મર્યાદિત માત્રામાં દારુનું સેવન પણ કરી શકશે. ક્રૂ મેમ્બર્સ યાત્રીઓને ભોજન આપશે તો દર વખતે તેમના ગ્લોવ્સ (gloves) બદલવા પડશે.