ઓગસ્ટ, 2020 – કોરોનાને કારણે છેલ્લા પાંચ મહિનાથી લોકડાઉન છે અને લોકો ઘરમાં જ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. પણ, અનલોક ૧ બાદ ધીરે ધીરે ખાણી- પીણીથી લઈ શોપિંગ સેન્ટર અને મોલ ખુલ્લી રહ્યાં છે. ત્યારે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પણ શંકુ થઈ ચૂકી છે આની સાથે ફેશન ડિઝાઈનર પણ બેક ટુ વર્ક આવી ગયા છે. કહેવાય છે કે લોકડાઉન દરમિયાન લોકો ઘણું નવું શીખ્યા છે સાથે જેમાં પહેલે થી સ્પેશ્યલ હતા તેમાં વધુ સ્કિલ ડેવલોપ કરી છે . ત્યારે અમદાવાદ શહેરનાં જાણીતા સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અર્ચના સોની કરી બતાવ્યું છે. તેઓએ લોકડાઉન દરમિયાન આવનારા સમયમાં આવી રહેલા ફેસ્ટિવ સિઝન માટે ટ્રેન્ડી ક્લેકશનની ડિઝાઈન તૈયાર કરી છે.
અનલોક ખુલતાની સાથે આ ડિઝાઈનનાં આઉટફિટ પણ શો કેસ તેમની ડિઝાઈનિંગ બ્રાન્ડ અને “આર્ચીસ બાય અર્ચના સોની” તેમના બુટીક ખાતે કરી રહ્યા છે.
ફેશન ડિઝાઈનર અને “આર્ચીસ બાય અર્ચના સોની: સ્ટોરનાં ઓનર “અર્ચના સોની” જણાવ્યું કે, “ આ ફેસ્ટિવ ક્લેક્શન આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ક્લેકશનમાં કોટન, સિલ્ક , જોર્જેટ, ઓરગેન્ઝા , ટઝર સિલ્ક , રો સિલ્ક , ખાદી જેવા ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાંથી ક્રોપ ટોપ અને ચણિયો જે નવરાત્રિમાં પહેરી શકાય. હાલમાં ફ્લોરલ અને સેલ્ફ પ્રિન્ટનો ટ્રેન્ડ વધારે છે જેમાં સાડીનું અનોખું ક્લેકશન સ્ટુડિયો ખાતે જાણવા મળશે. આ સિવાય બ્રાઈડલ આઉટફિટ પણ કસ્ટમાઈઝ કરી આપવામાં આવશે.