ફક્ત ઇબે સેલર કોમ્યુનિટી માટે ઉપલબ્ધ
ભારતીય નિકાસમાં અત્યંત નોંધપાત્ર કેટેગરીઓમાંની એકની અગ્રેસરતાને વેગ આપવા માટે ભારતની ઇબેએ ઇન્ડિયન જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ (આઇજીઆઇ) સાથે પોતાના સહયોગની જાહેરાત કરી છે. સૌથી મોટી સંસ્થા એવી આઇજીઆઇ વિશ્વમાં જેમસ્ટોન્સ અને જ્વેલરીની વિશાળ જાતોને પ્રમાણિત કરવામાં વિશ્વસનીય નામ ધરાવે છે.
ભારતીય સેલર્સ માટે ઇબે દ્વારા રજૂ કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી સર્ટીફિકેશન પ્રોગ્રામ (જીજેસીપી)નો મુખ્ય ઉદ્દેશ દેશના જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક બજારમાં ટેકો પૂરો પાડવાનો અને ઇબેને ફાઇન જ્વેલરી પ્રોડક્ટ્સ માટે આખરી ડેસ્ટીનેશન તરીકે સ્થાપિત કરવાનો પણ હેતુ છે. સેલર્સ હવે તેમની પ્રોડક્ટસને અત્યંત સ્પર્ધાત્મક કિંમતે આઇજીઆઇ પાસે પ્રમાણિત કરાવી શકે છે જે ભારતીય મૂળના ઇબે સેલર કોમ્યુનિટી માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતા ઇબેના ઇન્ડિયા કંટ્રી મેનેજરના શ્રી વિદમે નૈનીએ જણાવ્યું હતું કે, “ઇબે પર અમારું લક્ષ્ય એ છે કે વિશ્વભરના વધુ ગ્રાહકો જીતવા અને વૈશ્વિક ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાની પ્રોડક્ટ્સ મળે તે માટે અમારા સેલર્સને તક પૂરી પાડવી. આઈજીઆઈ સાથે અમારું જોડાણ તે દિશામાં એક પગલું છે. ફાઇન જ્વેલરીની ખરીદી કરતી વખતે પારદર્શિતા અને પ્રમાણિકતા એ સૌ પ્રથમ વિચારણા છે. હાલના માહોલમાં, મોટાભાગની ખરીદી ઇ-કસ્ટમર્સ પ્લેટફોર્મ્સ પર થાય છે, તે એટલું જ ન્યાયી રીતે કહી શકાય કે ગ્રાહકો જે ખરીદે છે તેમાં પ્રમાણિકતાની અપેક્ષા રાખે છે. ડાયમંડ જ્વેલરીનું પ્રમાણપત્ર અને છૂટક સ્ટોન્સ ઇબે પર સમાન રીતે બિલ્ડરો અને સેલર્સમાં આત્મવિશ્વાસ ઉત્તેજીત કરશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “છૂટક ડાયમંડ્ઝ અનેજેમસ્ટોન્સ કેટેગરીએ જીજેઇપીસી સર્ટીફિકેશન પ્રોગ્રામની રજૂઆત સાથે અગાઉના ક્વાર્ટરમાં તંદુરસ્ત વેગ અનુભવ્યો હતો. સર્ટિફિકેશન સાથે વૈશ્વિક બાયર્સમાં વિશ્વાસ ઊભો કરવાની સાથે ઊંચી કિંમત માટેની માગને પહોંચી વળવાનો eBay INCBTપરનો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ છે અને આવું 2020 અને આગળ જતા પણ કરતા રહીશું.”
આઇજીઆઇના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેહમાસ્પ પ્રિન્ટરે જણાવ્યું હતું કે,” અમે આઇજીઆઇ ખાતે, ઇબે સાથેના સહયોગને ક્રાંતિકારી ઉપભોક્તાના અનુભવની શરૂઆત તરીકે ગણીએ છીએ. આઈજીઆઈ સર્ટિફિકેટ સાથે, ગ્રાહકો હવે તેમની જ્વેલરી ઓનલાઇન ખરીદી શકે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા ગ્રેડિંગ ધોરણો અને પદ્ધતિઓ અનુસાર માન્ય છે. અમે અમારી સેવાઓ સાથે ઇબે પરના બાયર્સને સશક્ત બનાવવાની રાહ જોઈ રહ્યા છીએ.
ભારતમાં વસવાટ કરતા ઇબે વેચનાર ત્રણ સરળ પગલામાં જેમ્સ અને જ્વેલરી સર્ટિફિકેટ પ્રોગ્રામનો લાભ મેળવી શકે છે:
1. ઇબે માર્કેટપ્લેસ પર જેમસ્ટોન અને ફાઇન જ્વેલરી આઈટમ્સનું વેચાણ કરવું
2. આવી ફાઇન જ્વેલરી આઇટમ્સ માટે આઈજીઆઈ પ્રમાણપત્ર લાગુ કરો અને મેળવો
3. પ્રમાણિત ફાઇન જ્વેલરીની ચીજો બાયર્સને આઇજીઆઈ પ્રમાણપત્ર સાથે મોકલો.
વધુ વિગત માટે જુઓઃhttps://bit.ly/GemsAndJewelryCertification
આ પ્લેટફોર્મ પર ભારતીય જ્વેલરી ઉદ્યોગ પ્રબળતા ધરાવે છે અને તેણે તાજેતરના વર્ષોમાં સતત વૃદ્ધિ દર્શાવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરવાનું એક આગળ પડતુ ઉદાહરણ પૂરું પાડે છે. વૈશ્વિક બજારની માંગમાં રીઅલ-ટાઇમ ઇન-સાઇટ સાથે,eBay- INCBTએ ભારતના કેટલાક ટોચના ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારોને સક્ષમ બનાવ્યા છે, જેઓ વિશ્વના આક્રમક કિંમત પોઇન્ટ પર નવીનતમ ડિઝાઈન શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ડાયમંડ્ઝ અને મફત કસ્ટમાઇઝેશન ઓફર કરે છે.
ઇબે બાયર્સ અને સેલર્સ એમ બન્નેની મુશ્કેલીઓ સમજવા માટે પ્રતિબદ્ધ છે. આઈજીઆઈ પ્રમાણપત્ર ભારતમાંથી નિકાસ થતા ડાયમંડ અને છૂટક સ્ટોન્સને વૈશ્વિક ધોરણની શ્રેષ્ઠતા પ્રદાન કરે છે અને આ પ્રતિબદ્ધતાને જરૂરી ગતિ આપે છે.