- ગ્લેનમાર્ક એ ભારતની પ્રથમ કંપની છે જેને 400 મિલિગ્રામ ડોઝ ફોર્મ માટે નિયમનકારની મંજૂરી મળી છે
- ગ્લેનમાર્કના ઇન-હાઉસ આરએન્ડડી દ્વારા હજી એક વધુ સીમાચિહ્ન પ્રયાસ ફેબીફ્લૂ®ની સ્ટ્રેન્થમાં વધારો
- 200 મિલિગ્રામ ટેબ્લેટની સરખામણીમાં દર્દીઓ હવે વધારે આરામ આપતા ડોઝની પધ્ધતિ પસંદ કરી શકે છે. અને 400 મિલિગ્રામની રજૂઆતને કારણે હવે પીલ્સને અડધી સંખ્યા લેવાની જરુર છે.
- ગ્લેનમાર્ક ભારતની એકમાત્ર કંપની છે જેણે હળવાથી મધ્યમ કોવિડ-19ના ભારતીય દર્દીઓ પર રેન્ડમાઇઝ્ડ, કંટ્રોલ્ડ, ઓપન લેબલવાળી, મલ્ટિ-સેન્ટર ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે
August 2020: ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, રિસર્ચ લીડ, ઇન્ટીગ્રેટેડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપનીએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં હળવાથી મધ્યમ કોવિડ-19ની સારવાર માટે ઓરલ એન્ટિવાયરલ ફેબીફ્લૂ®નું 400 મિલિગ્રામ વર્ઝન રજૂ કરશે. જે દર્દી માટે દરરોજ જરુરી ટેબ્લેટની સંખ્યાને અસરકારક રીતે ઘટાડીને હાયર સ્ટ્રેન્થ દર્દીના કમ્પ્લાયન્સ અને એક્સપિરિયન્સમાં સુધારો કરશે.
આ વિકાસના મહત્વને સમજાવતાં, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ગ્લોબલ સ્પેશ્યાલ્ટી / બ્રાન્ડેડ પોર્ટફોલિયો ક્લિનિકલ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ હેડ ડો. મોનિકા ટંડને જણાવ્યું કે, ભારતમાં ફેવિપિરાવિરને લોન્ચ કરનારી પ્રથમ કંપની હોવાને કારણે, અમે કોવિડ-19 દર્દીઓ માટે ઇનોવેટ અને સીક નવા સારવાર વિકલ્પો શોધવાનું ચાલુ રાખીએ છીએ. ફેબીફ્લૂની આ હાયર સ્ટ્રેન્થને પ્રસ્તુત કરવા માટે આ પ્રયાસોના અનુરુપ છે, જેથી દર્દીઓ માટે તેમના દૈનિક પીલના બર્ડનને ઓછો કરીને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરી શકાય.
તેણીએ વધુમાં જણાવ્યું કે, ફેબીફ્લૂ®ની 200 મિલીગ્રામની માત્રાને દવા ફેવિપિરાવિરના ગ્લોબલ ફોર્મ્યુલેશનને અનુરુપ વિકસિત કરવામાં આવી હતી. 400 મિલીગ્રામનું વર્ઝન ભારતમાં દર્દી માટે સારવારનો અનુભવ સુધારવા માટે ગ્લેનમાર્કના પોતાના આરએન્ડડી પ્રયાસોનું એક પરિણામ છે.
હાયર પીલ બર્ડન સારવારના નીચલા પાલન સાથે સંકળાયેલ છે, બાદમાં વાયરલ સપ્રેશન અને ઓવરઓલ સારવારના પરિણામો પર અસર કરે છે. તે ઉપરાંત પીલના બર્ડનને ઓછો કરવોએ ડોકટરો અને દર્દીઓની માંગનું પાલન કરવાનું છે. ફેબીફ્લૂ® 200 મિલિગ્રામનો ડોઝ દર્દીઓને 1 દિવસમાં (9 સવારે અને 9 સાંજે) 18 ટેબ્લેટ લેવાની જરુર હોય છ, ત્યારબાદ દરરોજ 8 ટેબ્લેટ મહત્તમ 14 દિવસ સુધી લેવી જોઇએ. નવા 400 મિલિગ્રામ વર્ઝન સાથે, દર્દીઓ માટે હવે વધુ આરામદાયક ડોઝની પદ્ધતિ હશે, જેમાં કોર્સમાં 1 દિવસે 9 ટેબ્લેટ (4.5 સવારે અને 4.5 સાંજે) આવશ્યક છે, અને ત્યારબાદ 2 દિવસના અંત સુધી દિવસમાં 2 ટેબ્લેટ હોય છે.
ગ્લેનમાર્કે ઓપન લેબલ, મલ્ટિસેન્ટર, સિંગલ આર્મ સ્ટડીના ભાગ રૂપે, ઓરલ એન્ટિવાયરલ ફેવિપિરાવિર સાથે સૂચવેલ દર્દીઓના લાર્જ પૂલમાં ડ્રગની અસરકારકતા અને સલામતી પર નજર રાખવા માટે, ફેબીફ્લુ પર પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ (પીએમએસ)નો અભ્યાસ પણ શરૂ કર્યો છે. ગ્લેનમાર્ક ભારતમાં મોડરેટ હોસ્પિટલાઇઝ્ડ એડલ્ટ કોવિડ-19 દર્દીઓના કોમ્બિનેશન થેરેપી તરીકે બે એન્ટિવાયરલ દવાઓ ફેવિપિરાવિર અને ઉમીફેનોવીરની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે ફેસ 3 ક્લિનિકલ ટ્રાયલ પણ ચલાવે છે. કોમ્બિનેશન સ્ટડી જેને ફેઇથ ટ્રાયલ કહેવામાં આવે છે, ભારતમાં મોડરેટ કોવિડ-19ના 158 હોસ્પિટલાઇઝ્ડ દર્દીની નોંધણી કરી રહ્યાં છે. કોમ્બિનેશન થેરેપી સાથે પ્રારંભિક સારવાનું મૂલ્યાંકન સલામતી અને અસરકારકતા માટે કરવામાં આવશે, કારણકે તે વાયરસ શેડિંગના સમયગાળાને ટૂકાં ગાળામાં અસરકારક અભિગમ તરીકે ઉભરી રહ્યો છે, જેનાથી દર્દીની ક્લિનિકલ કેર અને ડિસ્ચાર્જની સુવિધા હશે.