ખતરોં કે ખિલાડી: મેડ ઇન ઇન્ડિયાને સમગ્ર દેશના દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ભારતનો સૌથી મોટો સ્ટંટ આધારિત રીઆલીટી શો શરુ થયો છે ત્યારથી દર્શકો અને તેમના કરતબોની દર્શકો ખૂબ પ્રશંસા કરે છે, દર્શકો પત્રો લખીને તેઓનો પ્રેમ દર્શાવે છે. આ પત્રો માત્ર પ્રશંસાના જ નથી, પણ દર્શકો સ્પર્ધકો દ્વારા રજુ થતા વિચિત્ર કરતબોની નોંધ લે છે, તેમની રજૂઆત જુએ છે અને વિનંતી સાથે પૂછે છે કે તેઓ આ ફરમાઈશ પૂરી કરી શકશે!

આગામી એપિસોડ જે ‘ઇન્ડિયા કિ ફરમાઈશ’ તરીકે ઓળખાશે, તેમાં રોહિત શેટ્ટી દર્શકોની કેટલીક રસપૂર્ણ વિનંતીઓ વાંચી સંભળાવશે. આવા બિહારના જ એક દર્શકે જસ્મીન ભાસીનને લખ્યું છે કે જસ્મીન શો પર કેવા દેખાવ કરે છે તેઓને ખૂબ ગમે છે અને એમની ફરમાઈશ છે કે જસ્મીન એક ગીત ગાય. આની નોંધ લઇ, રોહિત શેટ્ટી ફરમાઈશ લઈને ફરશે અને જસ્મિનને ખરેખર ‘બ્લ્યુ ફીઅર ફેક્ટર સ્ટાઈલ’માં આ અનોખો ટાસ્ક કરવા જણાવશે. આમાં જસ્મીન લેગો બ્લોકસ પર ચાલતી હશે ત્યારે તેને ગાવાનું કહેવામાં આવશે, કરંટસના બોલ્ત્સ પસાર થશે અને તેનું ગાવાનું ટાસ્ક પૂરું થશે. શું જસ્મીન આ વિનંતી પૂરી કરી શકશે? ખતરોં કે ખિલાડી: મેડ ઇન ઇન્ડિયાના આગામી એપિસોડમાં આ શોધી કાઢો.