~ ઓપ્પો તેનાં સેવા કેન્દ્રોમાં ડિજિટલ વર્ક ઓર્ડરો શેર કરનારી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બની ~
~ પેપરનો ઉપભોગ 80 ટકા સુધી ઓછો કરવા માટે પ્રયાસ ~
ગ્રાહકોની સતત ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવા અને તેમને સહજતા અને સુવિધા આપીને સશક્ત બનાવવા માટે ઓપ્પો ઈન્ડિયાએ આજે ગો ગ્રીન ગો ડિજિટલ પહેલની ઘોષણા કરી હતી.
સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલ સાથે સુમેળ સાધતાં ઓપ્પોએ દેશભરનાં સેવા કેન્દ્રોમાં તેના ગ્રાહકો માટે ડિજિટલ ઈન્વોઈસીસ રજૂ કર્યાં છે. તેના હેઠળ સર્વ ઓપ્પો સેવા કેન્દ્રો વ્હોટ્સએપ બ્રોડકાસ્ટ થકી ગ્રાહકો સાથે રિપેર ઈન્વોઈસીસનું આદાનપ્રદાન કરશે. ઓપ્પો તેમનાં સેવા કેન્દ્રોમાં પેપરલેસ બનનારી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ છે અને આ પહેલ 17મી ઓગસ્ટ, 2020થી અમલ કરવામાં આવી છે. ઓપ્પો દ્વારા પેપરલેસ પહેલ એવા સમયે આવી છે જ્યારે દુનિયા વૈશ્વિક મહામારી સામે લડી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ તે માટે શક્તિશાળી સાધન તરીકે ઊભરી આવ્યું છે.
ગ્રાહકો સમારકામ અથવા ખરીદી માટે કોઈ પણ ઓપ્પોનાં સેવા કેન્દ્રમાં આવે ત્યારે તેમને વર્કઓર્ડર અથવા ઈન્વોઈસ આપવામાં આવે છે, જેમાં ગ્રાહક અને ડિવાઈસ સાથેના મુદ્દાની વિગતોનો સમાવેશ થાય છે. હવે તેમને વ્હોટ્સએપ થકી વર્કઓર્ડર અને ઈન્વોઈસ આપવામાં આવશે. ગ્રાહકો જો મેસેજિંગ એપનો ઉપયોગ નહીં કરતા હોય તો તેઓ એસએમએસ અથવા ઈમેઈલ થકી પણ તે પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકશે. ઘણાં બધાં નોટિફિકેશન મંચો બધા ગ્રાહકોને વર્ક ઓર્ડરને આસાનીથી પહોંચ મળે તેની ખાતરી રાખશે.
ઓપ્પોનાં 476 ભારતીય શહેરોમાં 500થી વધુ ખાસ સેવા કેન્દ્રો છે. બ્રાન્ડે સમર્પિત એઆઈ પાવર્ડ ચેટબોટ ઓલે પણ રજૂ કરી છે, જે ગ્રાહકોની તેમની મૂંઝવણના 94.5 ટકા ઉકેલ લાવવા માટે 24X7 ઉપલબ્ધ છે. ગ્રાહકો વ્હોટ્સએપ થકી એક્ઝિક્યુટિવ સાથે પણ જોડાઈ શકે છે. બ્રાન્ડ 9 ભાષામાં ગ્રાહક સેવા આપે છે અને ગૂગલ રિન્યુ પર 5માંથી 4.5નું એકંદર રેટિંગ ધરાવે છે, જેને લઈ 200 શહેરમાં તે નંબર એક બને છે.