ઓગસ્ટ, 2020: ભારતના અગ્રણી બ્યુટી ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પર્પલે ઓગસ્ટ 2020ની શરૂઆતમાં કંપની દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા ઓનલાઇન બ્યુટી સેલ દરમિયાન નવા વપરાશકારોની નોંધણીમાં ત્રણગણો ઊછાળો નોંધાવ્યો હતો. પર્પલનો ઓનલાઇન બ્યુટી સેલ ફેસ્ટિવલ 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાયો હતો, જેમાં 15,000 બ્યુટી પ્રોડક્ટ્સ 3 ગણા ભારે ડિસ્કાઉન્ટમાં ઓફર કરવામાં આવી હતી.
પર્પલના કો-ફાઉન્ડર અને સીઈઓ, શ્રી મનિષ તનેજાના જણાવ્યા અનુસાર, “અમને મહિનાથી મહિનાના આધાર પર 10% સુધીના સરેરાશ ઓર્ડર મૂલ્યની સાથે 300%ની રેન્જમાં વોલ્યુમ અને મૂલ્યનું પ્રમાણ પ્રાપ્ત થયું છે. સૌથી નોંધપાત્ર પ્રમાણ અમારી એલીટ મેમ્બરશિપ ઇચ્છનારા નવા યુઝર્સની સંખ્યાનું હતું. દૈનિક એલીટ મેમ્બરશિપ સાઇન-અપમાં અમને રોજિંદા દિવસોની સરખામણીમાં પાંચગણો વધારો જોવા મળ્યો છે. ઉપરાંત, આઈએચબી સેલના સમયગાળા દરમિયાન અમારી એલીટ સંખ્યાએ ચોખ્ખા વેચેલા માલના મૂલ્યમાં 20% ફાળો આપ્યો છે. ઓફર પરના ઉત્પાદનોની પહોળાઈ, સમાન ઉત્તેજક ગ્રાહક ઓફરો સાથે મેળ ખાતી, ઓર્ડરની સમયસર ડિલિવરીની ખાતરી સાથે, ઓફર કરવામાં આવેલી પ્રોડક્ટ્સના વ્યાપ ઉપરાંત એટલી જ રોમાંચક ગ્રાહક ઓફર્સે દરેકે દરેક ગ્રાહક માટે ખરીદીનો સમગ્ર અનુભવ યાદગાર બનાવ્યો હતો અને ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકોના રસને ખરીદી કરવામાં આકર્ષી રાખ્યો હતો.”
કંપનીએ ટિયર 2 અને ટિયર 3 બજારોમાંથી આવતા તેના ઓર્ડર વોલ્યુમના 75% ઓર્ડર્સ નોંધાવ્યા છે. ગ્રાહકની વધેલી આકાંક્ષાઓ અને વ્યક્તિગત સંભાળ પ્રત્યે વધુ સારી જાગૃતિના કારણે છેલ્લા બે વર્ષો દરમિયાન પર્પલ પર બ્યુટી અને કોસ્મેટિક ઉત્પાદનો માટે ઓનલાઇન ખરીદી વધી છે. મેકઅપ કેટેગરીમાં મહિનાથી મહિનાના આધારે ઓર્ડર વોલ્યુમમાં 472% અને સ્કિનકેર કેટેગરીમાં 282%નો વધારો થયો છે. એલીટ પર્પલનો મુખ્ય ગ્રાહક લોયલ્ટી પ્રોગ્રામ છે; જેમાં વપરાશકર્તાઓ ખાસ પ્રકારના લાભો માટે સાઇન અપ કરે છે- જેમાં ફ્રી શિપિંગ, વધારાની પ્રોડક્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ, સેલ પ્રસંગોએ અન્ય કરતા વહેલો પ્રવેશલાભ, અગ્રતાના ધોરણે ગ્રાહક સેવા, સભ્યને મળતા ફ્રી લાભો અને નોંધપાત્ર રીવોર્ડ્સ સહિતના પરંતુ મર્યાદિત નહિ એટલા લાભ મળે છે. પોતાના બહુમૂલ્ય વપરાશકર્તાઓ માટે બનાવેલી પર્પલ એલીટ તેના ઉપયોગકર્તાઓને એક ઉત્તમ અનુભવ સુનિશ્ચિત કરવા માટે ફક્ત પસંદ કરેલી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરે છે.
સેલ દરમિયાન પર્પલે વિશાળ સંખ્યામાં વિવિધ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સની સાથે તેની વિશિષ્ટ બ્રાન્ડ્સ જેવી કે ગુડ વાઇબ્સ, આલ્પ્સ ગુડનેસ, એનવાય બૅ, સ્ટે ક્વર્કી તેમ જ પ્રખ્યાત વૈશ્વિક બ્રાન્ડ્સ જેવી કે મેબેલીન એનવાય, લોરીયલ પેરિસ, ધ ફેસ શોપ ઓફર કરી હતી.પર્પલને ગોલ્ડમેન સૅક્સ, વર્લિનવેસ્ટ, બ્લુમ વેન્ચર્સ, આઇવીકેપ વેન્ચર્સ અને જેએસડબ્લ્યુ વેન્ચર્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.