~બાળકોની લોકપ્રિય ચેનલ સોની YAY! ફ્રેન્ડશિપ થકી આઝાદીની ઉજવણી કરવા માટે બાળ અધિકાર એનજીઓ ક્રાય- ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ તેમ જ ત્રણ નામાંકિત ડાન્સ સ્કૂલો સાથે જોડાણ કરે છે ~
ઓગસ્ટ, 2020
ફ્રેન્ડશિપ એવું જોડાણ છે જે અજોડ રીતે આઝાદ કરે છે! મોજમસ્તીથી લઈને વાઈઝક્રેક્સ શેર કરવા સુધી ફ્રેન્ડશિપ બાળકોને પોતાની દુનિયામાં રહેવાની આઝાદી આપે છે. આ આઝાદી અસલી ફ્રેન્ડશિપ બનાવવા માટે લાંબી મજલ મારે છે. Sony YAY!નો પ્રોજેકટ દોસ્તી ફ્રેન્ડશિપમાં આઝાદી શોધવા માટે સ્વાતંત્ર્ય દિવસનાં મૂલ્યો સાથે ફ્રેન્ડશિપને જોડે છે. બાળકોની લોકપ્રિય મનોરંજન ચેનલ Sony YAY! ફરી પ્રોજેક્ટ દોસ્તી લઈને આવી રહી છે. આ અનોખી પહેલ થકી ચેનલ દેશના અલગ અલગ ભાગના બાળકોને સીમાઓની પાર જોવા પ્રેરણા આપીને ફ્રેન્ડશિપનો અસલી અર્થ કેળવવાના લક્ષ્ય સાથે એક જોડાણ કરતા મંચ હેઠળ આવવા માટે દેશના અલગ અલગ ભાગના બાળકોને પ્રોત્સાહન આપે છે અને સશક્ત બનાવે છે.
પ્રોજેક્ટ દોસ્તીની ત્રીજી આવૃત્તિમાં ચેનલે દેશભરમાંથી ત્રણ ડાન્સ એકેડેમીઓ ચેન્નાઈની રાક એકેડેમી ઓફ ડાન્સ સાથે મુંબઈ સ્થિત કુડોસ, ડાન્સ. આર્ટ. ફન અને ટ્રુનાલી પવાર કોરિયોગ્રાફીને રોકી છે, જેથી તેમના વિદ્યાર્થીઓ અગ્રણી બાળ અધિકાર એનજીઓ ક્રાય- ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુના બાળકો સાથે જોડાણ કરી શકે. આ પહેલના ભાગરૂપે ડાન્સ સ્કૂલના એક બાળકથી એનજીઓના બાળક અને તેથી વિપરીત એમ એકબીજાના હૃદયસ્પર્શી પત્ર આદાનપ્રદાન કરાયા હતા, જેથી આ બાળકો એકબીજા સાથે વાતો કરી શકે, એકબીજાને જાણે અને ફ્રેન્ડશિપનાં બીજ વાવી શકે.
ઉપરાંત ચેનલે તેનાં પાત્રો હની બની સાથે ખુશીનું તેનું તત્ત્વ ઉમેર્યું હતું, જેમાં બાળકોને વિશેષ ગૂડીઝ આપવામાં આવી હતી. આર્ટ જીનિયસ લેલોને કળા અને હસ્તકળા વર્કશોપ, આઈસ- બ્રેકિંગ સેશન્સ, ઈન્ટરએક્ટિવ ગેમ્સ અને ક્વિઝીસ સાથે મનોરંજક પ્રવૃત્તિમાં જોડાણમાં ઉમેરો કર્યો હતો, જેનાથી બાળકો એકબીજા સાથે જોડાણ કરવા માટે મોજીલા વર્ચ્યુઅલ ગેટટુગેધર સેશનમાં જોડાયા હતા.
દૂરસુદૂરના દર્શકો અને ચાહકો સાથે સુમેળ સાધતો સંદેશ બુલંદ બનાવતાં આ પહેલમાં નેટિઝન્સ પણ જોડાયા હતા, જેમાં ચેનલના યુવા ચાહકો અને માતાઓનો સમાવેશ થતો હતો. દેશભરના બાળકોને આ વિશેષ પહેલ માટે એકત્ર લાવતાં ચેનલે આવા કસોટીના સમયમાં ફ્રેન્ડશિપની કોઈ સીમાઓ હોતી નથી, જે આપણી વચ્ચે ભિન્નતા હોવા છતાં આપણે એકત્ર છીએ ત્યાં સુધી પ્રવર્તમાન રહેશે તે દર્શાવે છે.
ટિપ્પણી
લીના લેલે દત્તા, બિઝનેસ હેડ, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયા, કિડ્સ જેનર!
“આરંભથી અમારું લક્ષ્ય બાળકો દરેકેદરેક YAY! ટૂનમાંથી કેળવી શકે તે અમુક મૂલ્યોને ઉજાગર કરવાનું હતું. દેશભરના બાળકોના રૂપમાં હની બનીના બેસુમાર ચાહકો માટે મુખ્ય કારણ તેઓ ફ્રેન્ડશિપ કઈ રીતે અધોરેખિત કરે તે છે. તેઓ બાળકો માટે રોલ મોડેલ બની ચૂક્યાં છે. પ્રોજેક્ટ દોસ્તી થકી અમે અમારા યુવા દર્શકોને આજીવન યાદગાર રહી જાય તેવી ફ્રેન્ડશિપના નવા જોડાણમાં જોડવા માગીએ છીએ. આ પહેલને ભવ્ય સફળ બનાવવા માટે અમારી સાથે ભાગીદારી કરનારી ડાન્સ સ્કૂલો અને એનજીઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ.’’
ક્રીન રબાડી, રિજનલ ડાયરેક્ટર, CRY- ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ
“અમને સોની YAY!એ પ્રોજેક્ટ દોસ્તીનો હિસ્સો બનવા માટે આમંત્રિત આપ્યું તેની ખુશી છે. દેશભરના અને અલગ અલગ પાર્શ્વભૂના બાળકો આ મંચ પર આ નિમિત્તે શીખવા, રમવા અને ફ્રેન્ડશિપની સુંદર યાદો નિર્માણ કરવા માટે એકત્ર આવ્યા તે જોવાનું પ્રેરણાત્મક છે.’’