August : એડલ્ટ્રી, રિલેશનશીપ્સ અને બ્રોકન મેરેજ અંગે 90ના દાયકામાં આઇકોનિક શો “સાંસ” ટેલીવિઝન દર્શકો માટે નવો હતો. તે યાદોને તાજી કરતાં ટાટા સ્કાય સિનિયર્સ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી નીના ગુપ્તા દ્વારા લિખિત અને દિગ્દર્શિત 1998નો શો ફરીથી પ્રસારિત કરી રહ્યું છે. તેમણે અભિનેતા કંવલજીત સિંઘ, કવિતા કપૂર, શગુફ્તા અલી, સુસ્મિતા દાન અને બરત કપૂર સહિતના કલાકારો સાથે મહિલા હિમાયતીની ભુમિકા ભજવી હતી. આ શો ટાટા સ્કાયર સિનિયર્સ ઉપર દર સોમવારથી શુક્રવારે બપોરે 12 અને રાત્રે 9 વાગ્યે ચેનલ નંબર 505 ઉપર જોવા પ્રસારિત થાય છે.
આ શો તેના સમયથી ઘણો આગળ હતો અને તેણે ભારતીય મહિલાઓની છબીને પડકારી હતી, જેમાં લગ્ન, છેતરપિંડી અને પ્રેમમાં પડવા સહિતના એન્ટિક્સનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ શો સુખી લગ્ન ધરાવતી પ્રિયા કપૂર (નીના ગુપ્તા) અને ગૌતમ કપૂર (કંવલજીત સિંઘ) તથા તેમના ટીનએજ બાળકો અકુલ અને મિથાઇની આસપાસ ફરે છે. જોકે, જ્યારે ગૌતમ મનિષા (કવિતા કપૂર)ના મિત્ર બને છે અને ત્યારબાદ પરિસ્થિતિ બદલાય છે. તે પ્રિયાને છોડી દે છે કારણકે તે મનિષાને સંભાળી શકતો નથી. પ્રિયા તેની ઓળખ શોધવા સંઘર્ષ કરે છે અને સમય જતાં પોતાની જાતે સક્ષમ બને છે.
નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો તથા ચાહકોને જૂની યાદોને તાજી કરવા સૂચન કર્યું. ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ મારો શો સાંસ ટાટા સ્કાય ઉપર સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગે જોઇ શકશે. જેમણે પહેલા આ શો જોયો છે તેઓ ફરીથી જોઇ શકે છે તથા જેમને જોવાની તક નથી મળી, તેઓ હવે શો જોઇ શકે છે.”
ટાટા સ્કાય સિનિયર્સ વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકો માટે તૈયાર કરાયેલી સર્વિસ છે, જેમાં આરોગ્ય અને ફીટનેસ, ડિજિટલ એજ્યુકેશન, નાણાકીય આયોજન અને રિલેશનશીપ મેનેજમેન્ટ સંબંધિત શો પ્રસારિત કરવામાં આવે છે.
સોમવારથી શુક્રવારે બપોરે 12 અને રાત્રે 9 વાગે 505 ઉપર સાંસ જૂઓ. તમે ટાટા સ્કાય સિનિયર્સ ઉપર રવિવારે સાંજે 7.30 વાગે સપ્તાહના તમામ એપિસોડ એક સાથે જોઇ શકો છો. આ સર્વિસ ટાટા સ્કાય મોબાઇલ એપ ઉપર પણ ઉપલબ્ધ છે