ઓગસ્ટ 2020 – ભારત પોતાના સોફ્ટ પાવર અને શાંતિપ્રિય ધર્મ માટે જાણીતું છે, અહીંની દૈનિક પૂજા પધ્ધતિ અને ધાર્મિક અનુષ્ઠાન એક ખૂબ જ મોટા માર્કેટનું નિર્માણ કરે છે. અગરબત્તી અને ધૂપનું બજાર તેનો જ ભાગ છે જે સતત 15 ટકાની ગતિથી વિકાસ કરી રહ્યો છે. દેશમાં તેનું બજાર લગભગ 15000 કરોડથી વધુ છે. અગરબત્તી અને ધૂપનું સેગમેન્ટ આઇટી પછી સૌથી ઝડપથી વધતું બજાર છે જેમાં વિદેશી રોકાણકાર રોકાણ કરવા માટે ઉત્સાહિત છે.
‘પ્રભુ શ્રી રામ’ (પીએસઆર), એફએમસીજી સેગમેન્ટમાં એક નવી બ્રાન્ડ છે જે 100 ટકા શુદ્ધ અને પ્રાકૃતિક સુગંધ સાથે અગરબત્તી અને ધુપનું ઉત્પાદન કરી રહ્યાં છે. પ્રભુ શ્રી રામે ભારત અને વિદેશોથી લગભગ 100 કરોડનું રોકાણ આકર્ષિત કર્યું છે. રોકાણના આ કરાર પોતાના અંતિમ ચરણમાં છે જેને અમે પહેલાં શેર કરી રહ્યાં છીએ.
દેશમાં અગરબત્તીની હાલ માંગ લગભગ 3000 મીટ્રિક ટન છે, જ્યારે આપૂર્તિ તેની અડધી એટલે કે 1500 મીટ્રિક ટન છે. આ અંતરને દૂર કરવા માટે વડા પ્રધાનના આત્મનિર્ભર અભિયાન દ્વારા ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પ્રભુ શ્રી રામ (પીએસઆર) એ આ તકને તેની પ્રગતિમાં પરિવર્તિત કરી છે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીને આપૂર્તિ ને પૂરો કરવાનો પ્રયાસ કર્યો છે.
આજે પ્રભુ શ્રી રામ’ (પીએસઆર) પર્યાવરણને અનુકૂળ અને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત સફેદ અગરબત્તીના 100% પ્રાકૃતિક સુગંધના ઉત્પાદનમાં અગ્રેસર છે. આ ઉદ્યોગના મોટા ભાગના વધુ ચારકોલ આધારિત કાળી અગરબત્તીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને અમારા ઉત્પાદનને જોઈને તમે જાણશો કે અમે આ વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી રહ્યા છીએ. માર્ચ 2020માં નેશનલ લોકડાઉનની ઘોષણા બાદ એફએમસીજીના ડિસ્ટ્રિબ્યુશન ચેનલને અસર પડી, જેણે માંગ અને સપ્લાય ગેપને વધુ વધાર્યો. હવે લોકડાઉન ખોલવાના ક્રમમાં રિટેલર નવા અવસરોને શોધી રહ્યાં છે અને એવા ઉત્પાદનમાં રોકાણ કરી રહ્યાં છે જે બધાનાં સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.
પ્રભુ શ્રી રામ’ (પીએસઆર), પોતાની યૂએસપી 100 ટકા પ્રાકૃતિક સુગંધ સાથે પહેલાં 2 વર્ષમાં 200 કરોડનું બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ 360 ડિગ્રી માર્કેટિંગ રણનીતિ હેઠળ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં પણ પોતાના ઉત્પાદનને ઉપલબ્ધ કરાવશે.
મોડ રિટેઇલ સેલ્સ અને માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સંજીવ નાયરે જણાવ્યું કે, કોવિડ પછી આ ક્ષેત્રમાં મોટો ઉછાળો જોવા મળ્યો કારણકે આ ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિ પૂજનને જોતાં, વિશ્વની નજર ભારત પર છે. જન્મભૂમિ પર મંદિર નિર્માણ પછી લોકોનો ધાર્મિક ભાવનાનો વિકાસ થઇ રહ્યો છે. તેનાથી અગરબત્તી અને ધૂપની માંગ ફરીથી વધવા લાગી છે.
પ્રભુ શ્રી રામ’ (પીએસઆર), તૈયાર છે પોતાના પ્રાકૃતિક અને સ્વાસ્થ્ય માટે લાભદાયક ઉત્પાદન સાથે લોકોને ભક્તિના માર્ગ પર લઇ જવા માટે.