ટ્રીવ્યુએ ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકન દેશોમાં તેની પ્રોડક્ટો રજૂ કરવા માટે ક્યુથ્રી વેન્ચર્સ સાથે ભાગીદારી કરી.
India, 2020: થાઈલેન્ડની અગ્રણી એલઈડી ટીવી અને એપ્લાયન્સીસ ઉત્પાદક ટ્રીવ્યુ કં. લિ.એ સ્માર્ટ એન્ડ્રોઈડ ફુલ એચડી ટીવી મોડેલોની રેન્જ રજૂ કરવા સાથે ભારતમાં પ્રવેશની આજે ઘોષણા કરી છે. કંપનીએ ભારત, મિડલ ઈસ્ટ, યુરોપિયન અને ચુનંદા આફ્રિકા દેશોમાં તેની પ્રોડક્ટો રજૂ કરવા માટે ક્યુથ્રી વેન્ચર્સ સાથે વૈશ્વિક ભાગીદારી કરી છે. ટીવી યુનિટ્સ ભાગીદાર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સમાં વ્યાપક રીતે મળશે. બોલીવૂડનો અભિનેતા અને સ્ટાઈલ આઈકોન હૃતિક રોશન ભારતમાં ટ્રીવ્યુ માટે બ્રાન્ડ એમ્બેસેડર રહેશે.
2001માં સ્થાપિત ટ્રીવ્યુ કં. લિ.એ કિફાયતી કિંમતે અત્યાધુનિક પ્રોડક્ટો ઓફર કરીને ડિજિટલ મનોરંજનની દુનિયામાં નવો દાખલો બેસાડયો છે. બ્રાન્ડ દુનિયાભરના લગભગ 30 દેશોમાં ઉચ્ચ ગુણવત્તાની લાઈફસ્ટાઈલ પ્રોડક્ટોની નિકાસ કરીને થાઈલેન્ડમાં એલઈડી ટીવીની સૌથી વિશાળ ઉત્પાદક બની છે.
ક્યુથ્રી વેન્ચર્સ અગ્રણી ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ટ્રેનિંગ કંપની છે, જેણે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સના વિતરણ અને રિટેઈલમાં ક્રાંતિ લાવી દીધી છે. 2014માં સ્થાપિત ક્યુથ્રીએ અગાઉ ભારતમાં પ્રવેશ કરતાં ગો-ટુ-માર્કેટ વ્યૂહરચનાનો અમલ કરવા અને બહુરાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ માટે પરિપૂર્ણ નિવારણો પૂરાં પાડવા માટે અનેક અગ્રણી કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ સાથે અગાઉ ભાગીદારી કરી છે. કંપની લોજિસ્ટિક્સ, ફાઈનાન્સ, માર્કેટિંગ, સર્વિસ સપોર્ટ, ચેનલ પાર્ટનર મેનેજમેન્ટ વગેરે સુધી સેવાઓની સંપૂર્ણ શ્રેણી ઓફર કરે છે, જેને લીધે ગ્રાહક મૂલ્ય નિર્માણ અને બ્રાન્ડ વૃદ્ધિ પ્રેરિત થાય છે.
ક્યુથ્રી વેન્ચર્સ ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સીસના ઉત્પાદનમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે અને હાલમાં ભારતમાં ટ્રીવ્યુ ટીવી ઉત્પાદન કરવા માટે ગુજરાતમાં આબાજ ટેકપાર્ક સાથે સંયુક્ત સાહસ કર્યું છે. આબાજ ટેકપાર્ક અગ્રણી ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કંપની છે. ક્યુથ્રી વેન્ચર્સ અને આબાજ મળીને તેમની ઉત્પાદન ક્ષમતાઓ મજબૂત બનાવશે, દેશમાં રોજગારની તકો ઊભી કરશે. ટ્રીવ્યુએ 32 ઈંચથી 75 ઈંચ સુધીની શ્રેણીમાં સ્માર્ટ ટેલિવિઝનની સિરીઝ રજૂ કરી છે. કંપની ટૂંક સમયમાં જ 96 ઈંચ સુધી ખાસ ફ્રેમલેસ ટેલિવિઝનના સમાવેશ સાથે ટેલિવિઝનની તેની શ્રેણી વિસ્તારશે. ક્યુથ્રી વેન્ચર્સ સાથે ટ્રીવ્યુ ભારતમાં પહેલી વાર લેઝર ટીવી પર લાવી રહી છે, જે 100 ઈંચથી 300 ઈંચ વચ્ચે સ્કેલેબલ રહેશે અને અત્યંત કિફાયતી કિંમતે આપશે.
લોકપ્રિય અભિનેતા હૃતિક રોશન ભારતમાં બ્રાન્ચનો પ્રચાર કરશે. સુપરસ્ટાર અને નવો પ્રવાહ સ્થાપિત કરનાર હૃતિક રોશન યુવાનોમાં તેના વૈશ્વિક પ્રભાવ માટે નવી પેઢીનો સુપરસ્ટાર છે. તે પહોંચક્ષમ, કિફાયતી અને અસલ ઈમાનદારી દ્વારા પાવર્ડ બ્રાન્ડ ટ્રીવ્યુના જોશને ઉત્તમ રીતે આલેખિત કરે છે. ટ્રીવ્યુએ તેના વચન, કિંમત અને ખરીદી પશ્ચાત અનુભવમાં ઈમાનદાર રહીને તેના ગ્રાહકો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કર્યું છે અને ગ્રાહકો સુધી આ સંદેશ હૃતિક રોશન સિવાય અન્ય કોઈ આટલા સારી રીતે લઈ નહીં જઈ શકે.
આ ભાગીદારી પર બોલતાં ભારતમાં થાઈલેન્ડના એમ્બેસેડર ચુતિંતોર્ન સામ ગોન્ગસાકડીએ જણાવ્યું હતું કે થાઈલેન્ડની ઘરઆંગણાની કંપનીઓ વૈશ્વિક સ્તરે છાપ છોડી રહી છે તે જોઈને ખુશી થાય છે. ટ્રીવ્યુએ ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે અગ્રણી ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ટ્રેડિંગ કંપની ક્યુથ્રી વેન્ચર્સ સાથે ભાગીદારી કરી છે. આવા જોડાણો ભારત- થાઈલેન્ડ આર્થિક સંબંધો મજબૂત બનાવવામાં મદદ કરશે. હું ટ્રીવ્યુ અને ક્યુથ્રી વેન્ચર્સને આ ભાગીદારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.
ક્યુથ્રી વેન્ચર્સના સ્થાપક અને ચેરમેન જુબિન પીટરે જણાવ્યું હતું કે ભારત, મિડલ ઈસ્ટ, યુરોપ અને આફ્રિકામાં ટ્રીવ્યુ માટે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી કરવાની અમને ખુશી છે. અમારી ભારતીય કન્ઝયુમક ઈલેક્ટ્રોનિક્સ બજારમાં નિપુણતા અને અનુભવ ધ્યાનમાં લેતાં અમે અત્યંત સ્પર્ધાત્મક કિંમતે નવી ટેકનોલોજી ગ્રાહકોને પૂરી પાડતી ઘણી બધી વિશિષ્ટતાઓથી ટ્રીવ્યુ સમૃદ્ધ છે તે સમજીએ છીએ. અમારું લક્ષ્ય ટ્રીવ્યુની પ્રોડક્ટોની આકર્ષક લાઈન-અપ સાથે મેટ્રો, ટિયર 2, 3 અને 4 શહેરોમાં રહેતા દરેક પરિવાર સુધી પહોંચવાનું છે.
મેટ્રો શહેરોમાં અમે મોટાં ટીવીઓ અપનાવતાં લોકોને જોયા છે. ટિયર 2, 3 અને 4 શહેરો સમૃદ્ધ ફીચર્સ સાથેના સ્માર્ટ ટીવી અપનાવતાં હવે જોઈ રહ્યા છીએ. ટ્રીવ્યુ સાથે અમે ખરેખર માનીએ છીએ કે અમે દરેક ભારતીયો માટે ડિજિટલ મનોરંજન અને અનુભવનો નવો દાખલો બેસાડીશું.
અમારી સાથે જોડાણ માટે ભાવિ યોજનાઓ પર બોલતાં તેમણે જણાવ્યું કે કિફાયતી ટેકનોલોજી અપનાવવાનું વધ્યું છે તેવા વાતાવરણમાં અમે અમારી સંયુક્ત સાહસની ફેક્ટરીમાં બ્રાન્ડની એપ્લાયન્સ રેન્જને વિકસાવવા માટે રોકાણ કરીશું. મોટા સ્ક્રીન માટે ઈન્ટરનેટ- આધારિત કન્ટેન્ટના ઉપભોગમાં વધારાને લીધે માગણી વધી છે ત્યારે અમે ગ્રાહકોને ઘરે થિયેટર જેવો અનુભવ આપતાં થિયેટર આકારના લેઝર ટીવી લાવવા સુસજ્જ છીએ.
હૃતિક રોશન સાથે સહયોગ વિશે બોલતાં જુબિને જણાવ્યું હતું કે હૃતિક રોશન યુવા આઈકોન છે, જે સખત મહેનત, ધીરજ અને કટિબદ્ધતામાં વિશ્વાસનું પ્રતીક છે. તે અમારી બ્રાન્ડની માન્યતાઓમાં ખરો ઊતરે છે અને ભારતનાં દરેક ઘરમાં ટ્રીવ્યુનું નામ લઈ જવા માટે ઉત્તમ રીતે અનુકૂળ છે.
ટ્રીવ્યુની સંપૂર્ણ રેન્જ આજથી આરંભ કરતાં ભારતમાં મળશે.