પોતાની HD વ્યૂહનીતિના ભાગરૂપે સપ્લાઇ ચેઇન મજબૂત કરવા અને તેના ઓટોમેશન માટે રૂપિયા 30 કરોડઅલગ ફાળવ્યા
વડોદરા સપ્ટેમ્બર 2020:ભારતની સૌથી અગ્રણી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક ગણાતી એમવે ઇન્ડિયાએ, હવે તેની હોમ ડિલિવરી (HD) અને લોજિસ્ટિક્સ નેટવર્કમાં વૃદ્ધિ કરવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે જેથી ઑનલાઇન ઓર્ડર માટે સહકાર આપી શકાય. એમવેના 10 વર્ષના વૃદ્ધિના વિઝનના ભાગરૂપે,સોશિયલ કોમર્સ સાથે એન્ટરપ્રેન્યોરશીપની તાકાતને બહાર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, વૈશ્વિક ડારેક્ટ સેલિંગ માંધાતા કંપનીએ આ વર્ષની શરૂઆતમાંઑનલાઇન-ટુ-ઑનલાઇન (O2O)ને એકીકૃત કરવાનું શરૂ કર્યું હતું, જેથી લક્ષિત પરિણામો પ્રાપ્ત થઇ શકે. ફેબ્રુઆરી 2020માં કંપનીનું ઑનલાઇન વેચાણ 33.6% હતું જ્યાંથી નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇને હવે કંપનીનું ઑનલાઇન વેચાણ આજે વધીને 70% સુધી પહોંચી ગયું છે. આ ટ્રેન્ડ ચાલુ રહેશે તેવી એમવેને અપેક્ષા છે અને આ વર્ષના અંત સુધીમાં દર મહિને ઑનલાઇન ઓર્ડરની સંખ્યા 5-6 લાખ સુધી પહોંચી જવાનું અનુમાન છે.
એમવેની હોમ ડિલિવરી વ્યૂહનીતિ અંગે ટિપ્પણી કરતાએમવે ઇન્ડિયાના CEO અંશુ બુધરાજાએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનામાં, ગ્રાહકોની વર્તણૂકમાં અમે ખૂબ જ ઝડપથી પરિવર્તન આવતું જોયું છે, ખાસ કરીને રિટેઇલમાં આ ફેરફાર થયો છે અને લોકો શોપિંગ માટે ઑનલાઇન પ્લેટફોર્મ પર સતત સ્થળાંતરિત થઇ રહ્યાં છે. એમવેમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. વેબ સેલ્સ બમણું થયું હોવાથી, હોમ ડિલિવરીના ઓર્ડરમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે અને અમને અપેક્ષા છે કે આ ટ્રેન્ડ આવી જ રીતે ચાલુ રહેશે. વિના અવરોધે શોપિંગનો અનુભવ ચાલુ રહે અને સીમાંત સ્થળો સુધી ઓર્ડરની ડિલિવરી થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારી સપ્લાઇ ચેઇન અને લોજિસ્ટિક્સ વધુ મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યાં છીએ.ગોદામોની જગ્યામાં ઉમેરો કરીને, માણસો વધારીને, નવા લોજિસ્ટિક્સ ભાગીદારો વધારીને, ગોદામોની કામગીરીમાં ઓટોમેશન લાવીને તેમજ અન્ય બેક-એન્ડ પ્રક્રિયાઓ વધુ મજબૂત કરીને હોમ ડિલિવરીનો અનુભવ ઉન્નત કરવા માટે અમે રૂપિયા 30 કરોડનું રોકાણ કરી રહ્યાં છીએ. અમે જેમ જેમ આગળ વધીએ તેમ, ઑનલાઇન અને ઑફલાઇન એમ બંને પ્લેટફોર્મ એમવે ઇન્ડિયાની ભવિષ્યની વ્યૂહનીતિના મહત્વના ઘટક બની જશે જેમાં ગ્રાહકોના ટ્રેન્ડ અને વર્તણૂકના આધારે ઑનલાઇન પર વિપુલ પ્રમાણમાં ધ્યાન આપવામાં આવશે.”
ઑનલાઇન ઓર્ડરની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિ અને તેના મહત્વ અંગે વાત કરતાએમવે ઇન્ડિયાના ગ્લોબલ ઓમ્ની ચેનલ લોજિસ્ટિક્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ સૂરીએ જણાવ્યું હતું કે, “માર્ચ પહેલાં અમારા કુલ વેચાણમાંથી 40% એટલે કે 1 લાખ હોમ ડિલિવરીથી વધીને, હાલમાં અમે 2.8 લાખ હોમ ડિલિવરી કરી રહ્યાં છીએ જે અમારા કુલ વેચાણનો લગભગ 70%-80% હિસ્સો છે. આ બાબત નવી દુનિયાનો ક્રમ દર્શાવે છે જ્યાં ગ્રાહકો માત્ર એક બટન પર ક્લિક કરીને બધુ જ માંગે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને ભારતીય ગ્રાહકો દ્વારા વધતા ઇ-કોમર્સ બાબતે વધુ સંબંધિત છે જે ગોલ્ડમેન સાક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા‘ગ્લોબલ ઇન્ટરનેટ:ઇ-કોમર્સનો વધતો આલેખ’ના તાજેતરના અહેવાલ અનુસારવર્ષ 2024 સુધીમાં 27%ની વૃદ્ધિ સાથે $99 અબજ સુધી પહોંચી જવાનો અંદાજ છે. આ ઉભરી રહેલા ટ્રેન્ડ અનુસાર, અમે પણ આવતા વર્ષના આરંભે પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાંઓર્ડર આપ્યાના દિવસે જ ડિલિવરી અને ઑનલાઇન રિટર્ન સેવા આપવાનું આયોજન કરી રહ્યાં છીએ જેથી ગ્રાહકોનો ખરીદી પછીનો અનુભવ ઉન્નત થઇ શકે.”
વધી રહેલા સપ્લાઇ ચેઇનના પરિદૃશ્યની વ્યવસ્થા કરવા માટે, એમવે ઇન્ડિયા મજબૂત સપ્લાઇ ચેઇન અને ડિલિવરી વ્યૂહનીતિની દિશામાં કામ કરી રહી છે. આને અનુરૂપ, એમવે સ્પષ્ટરૂપેમાળખાગત મલ્ટી-વેન્ડર રાષ્ટ્રીય જોડાણો હેઠળ સીમાંત વિસ્તારો સુધી સ્વતંત્ર ડિલિવરી મોડલ તૈયાર કરી રહી છે. હાલમાં, એમવે 18 સ્થાનિક અને રાષ્ટ્રીય ડિલિવરી ભાગીદારો સાથે કામ કરી રહી છે અને 2020ના અંત સુધીમાંતેના નેટવર્કમાં કેટલાક અગ્રણી રાષ્ટ્રીય લોજિસ્ટિક ભાગીદારો ઉમેરીને નેટવર્કને વધુ મજબૂત કરવાની યોજના ધરાવે છે. કંપની હવે 8,000 પિનકોડ વિસ્તારોમાં સેવા આપી રહી છે અને પોતાના નેટવર્કમાં વધુ રાષ્ટ્રીય ડિલિવરી અગ્રણીઓનો ઉમેરો કરીને તેમજ નેટવર્કનો ઉપયોગ કરીને 15,000 પિનકોડ વિસ્તારમાં સેવા વધારવાનું લક્ષ્ય રાખે છે. એમવે સમગ્ર ભારતમાં40% વધારાના થર્ડ-પાર્ટીમેનપાવરનો પણ ઉમેરો કરવા માંગે છે જેથી ઑનલાઇન માંગને સહકાર આપી શકાય અને તેને પૂર્ણ કરી શકાય.
ટેકનોલોજી પર વધતી નિર્ભરતાએ એમવે ઇન્ડિયાની દરેક સ્તરની કામગીરીમાં ડિજિટલ સ્થળાંતરણનો માર્ગ ખોલ્યો છે. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા મલ્ટીપલ ડિજિટલ અને સોશિયલ ટૂલ્સ સાથે, એમવેના ડાયરેક્ટ વિક્રેતાઓ 10 ગણી સરળતાથી અવિરતપણે ઑનલાઇન પ્રોડક્ટ્સ ખરીદી અને વેચી શકે અને તેમના વ્યવસાયનું નિર્માણ કરી શકે તેવું એમવે ઇન્ડિયાનું લક્ષ્ય છે.