એશિયાની સૌથી મોટી બનાસ ડેરી -બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ મિલ્ક પ્રોડયુર્સ યુનિયન જે રૂ 9000 કરોડનુ ટર્નઓવર ધરાવે છે. તે ડેરીની જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે.
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ-બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રાખવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોમ્બરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોમ્બરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોમ્બરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે.
9 ઓક્ટોમ્બરે મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોમ્બરે મતગણતરી યોજાશે. ચૂંટણી અધિકારી એફ.બી બાબીએ બનાસડેરીની ચૂંટણીની જાહેરાત સત્તાવાર કરી.