બર્ગરના આ જાણીતાં બ્રાન્ડ આગામી બે વર્ષમાં ખોલશે 40 આઉટલેટ્સ
સપ્ટેમ્બર 2020, ગુજરાત : ભારતમાં ફ્યુઝન બર્ગરની પસંદિત બ્રાન્ડ, બર્ગર સિંહે ગુજરાતમાં એક માસ્ટર ફ્રેન્ચાઇઝ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ હેઠળ આગામી બે વર્ષમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને રાજ્યના અન્ય શહેરોમાં 40 આઉટલેટ્સ ખોલશે. આ 40 આઉટલેટ્સ પોતાના ક્લાઉડ કિચન સાથે ડાઇન-ઇન તથા ટેક-અવે આઉટલેટ્સનું શ્રેષ્ઠ મિશ્રણ પ્રસ્તુત કરશે. માસ્ટર ફ્રેન્ચાઇઝ આ ક્ષેત્રમાં સબ-ફ્રેન્ચાઇઝી પર પણ કામ કરશે.
આ બર્ગર ચેઇને ભારતીય લોકોની પસંદને ધ્યાનમાં રાખતાં ભારતીય સ્વાદ અને પશ્ચિમી બર્ગર્સની અનોખી ફ્યૂઝન પ્રસ્તુત કર્યાં છે. બર્ગર સિંહ પોતાના સ્વાદિષ્ટ ફ્લેવર્સ સાથે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે અને હવે તે દિલ્હી, હૈદરાબાદ, જયપુર અને દેહરાદૂનમાં સૌથી વધુ વેચાયેલી બર્ગર ચેઇન બની ગઇ છે. ગ્રાહકોની અપેક્ષા અનુસાર કંઇક નવીન કરવા અને તેમની અપેક્ષાઓ પર સાચાં ઉતરવા માટે આ બર્ગર ચેઇન કસ્ટમાઇઝ્ડ વેજીટેરિયન બર્ગર્સની વિશાળ રેન્જ પ્રસ્તુત કરે છે, જેને જલ્દીથી ગુજરાતના વિવિધ આઉટલેટ્સમાં લોન્ચ કરવામાં આવશે.
બર્ગર સિંહના ચીફ ઓફ સ્ટાફ રાહુલ સેઠે જણાવ્યું કે, “ગુજરાતના ફૂડ માર્કેટમાં વિકાસની વિશાળ સંભાવનાઓ છે. રાજ્યમાં બહાર જમવુંએ મનોરંજનનો મુખ્ય સ્ત્રોત છે, અને લોકો મિત્રો અને કુટુંબીજનો સાથે સારો સમય પસાર કરવા બહાર જાય છે, એક સાથે મળીને જમવાનું પસંદ કરે છે. રાજ્યમાં શાકાહારી ભોજનને ખાસ કરીને પસંદ કરવામાં આવે છે. અમે શાકાહારી બર્ગર્સની વિશાળ શ્રેણી પ્રસ્તુત કરીએ છીએ, અને અમે ખાસ કરીને ગુજરાતની પસંદને ધ્યાનમાં રાખતાં કેટલાક ખૂબ શાકાહારી ઉત્પાદનો રજૂ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, “અમારા ફ્રેન્ચાઇઝી વિકલ્પો તે લોકો માટે જોરદાર અવસર લઇને આવ્યાં છે, જે પોતે ઉદ્યમી બનવા માંગે છે. પોતાના શ્રેષ્ઠ મોડલ, રોકાણ પર ઉંચા રિટર્ન, ઝડપી સેવા અને ડિલિવરી-ફોક્સ્ડ આઉટલેટ્સ સાથે અમે ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ સાથે જોડાવા જઇ રહ્યાં છીએ. અમે બર્ગર સિંહને દેશની સૌથી પસંદિત બર્ગર ચેઇન બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. અમારા મોડલ બીજાં સ્તરના શહેરે જેવા કે જયપુર, હૈદરાબાદ અને દહેરાદૂનમાં સફલ થયાં છે અને અમને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પણ સારું પરફોર્મન્સ આપીશું.
ગુજરાતમાં બાલાજી ફૂડ વર્કસે માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધી છે, આ કંપનીનું નેતૃત્વ બે મહત્વાકાંક્ષી તથા યુવાન ઉદ્યમીઓ હર્ષિલ સોની અને યશ પટેલ દ્વારા કરવામાં આવે છે. નોંધપાત્ર છે કે ઔદ્યોગિક પરિવાર સાથે જોડાયેલ આ બંને ઉદ્યમીઓએ પોતાની પસંદનો કારોબાર કરવા માટે કોર્પોરેટ નોકરી પણ છોડી દીધી હતી.
બર્ગર સિંહ એક સ્વદેશી બ્રાન્ડ છે, જે ક્યુએસઆર ક્ષેત્રમાં મલ્ટીનેશનલ સંગઠનોથી જોડાયેલ છે. બર્ગર સિંહના મેન્યુ તેમની પહેચાન છે જે પોતાનામાં રચનાત્મકતા અને સ્વાદિષ્ટ ફ્લેવર્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે. હવે ગુજરાતના લોકો ભારતીય સ્વાદના બર્ગર જેમકે છોટુ સિંહ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પંજાબ, જય-વીરુ બર્ગર, બંટી પપ્પે દા આલૂ, માલાબર એક્સપ્રેસ અને તેના સાથે કસ્ટમાઇઝ્ડ ડ્રિન્ક ટોની પપ્પે દા જીરા સોડાનો સ્વાદ મેળવી શકે છે.
લોકડાઉન દરમિયાન બર્ગર સિંહ દ્વારા લોન્ચ કરેલ અભિયાન #Yoursafetyfirstને જોરદાપ લોકપ્રિયતા મળી. આ અભિયાન અંતર્ગત, બર્ગર સિંહ તેના કિચન્સ માટે સીસીટીવી એક્સેસ પ્રદાન કરનારી દેશની પ્રથમ બર્ગર ચેઇન બની, જેણે હજારો ગ્રાહકોના વિશ્વાસ પર જીત મેળવી, જે તેના વિડિઓઝ જોયા પછી ચેઇનની સુરક્ષાના દાવા કરે છે.
લંડનમાં એક ફૂડ ટ્રક અને ત્રણ આઉટલેટ્સ સાથે સશક્ત ઇન્ટરનેશનલ હાજરી સિવાય ભારતમાં તેના લગભગ 5૦ જેટલા આઉટલેટ્સ છે, તે ઉપરાંત ૨૦ ફ્રેન્ચાઇઝીઓ છે. હાલમાં કંપની ભારતના નાના શહેરોમાં વિકાસ પર ધ્યાન આપી રહી છે અને અત્યાર સુધી સ્ટ્રેટેજીક તથા એન્જલ ઇન્વેસ્ટર્સથી સીરીઝ એ અંતર્ગત 6 મિલિયન ડોલરથી વધુની ધનરાશિનો સંગ્રહ કર્યો છે, આ ઇન્વેસ્ટર્સમાં ઝોમેટો અને સ્વિગી પણ સામેલ છે.