દેશમાં કોવિડ 19ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં 11,72,179 નમૂનાની તપાસ કરવામાં આવી અને અત્યાર સુધી કુલ 4,55,09,380 તપાસ કરવામાં આવી છે. સાથે જ વિશ્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દેશોમાં ભારત પણ સામેલ છે તેમ કેન્દ્રિય આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ.
છેલ્લાં બે દિવસથી રાબેતા મુજબ દૈનિક 10 લાખથી વધુ પરીક્ષણો કરાતા ભારતમાં ગુરૂવારે દૈનિક પરીક્ષણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11.7 લાખ થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સાથે, સંચિત પરીક્ષણો 4.5 કરોડથી વધુ થઈ ગયા છે.દેશમાં દૈનિક કોવિડ-19 પરીક્ષણમાં નોંધપાત્ર વધારો થયો છે. 30 જાન્યુઆરીએ દિવસના માત્ર 10 પરીક્ષણોથી શરુ કરીને આજે દૈનિક સરેરાશ 11 લાખથી વધુને પાર થઇ ગઈ છે.
ભારતની દૈનિક પરીક્ષણ સંખ્યા વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશોમાંની એક છે. લાંબા સમયગાળા દરમિયાન વ્યાપક વિસ્તારોને આવરીને સાતત્યતાના ધોરણે આવા ઉચ્ચ સ્તરના પરીક્ષણ પ્રારંભિક નિદાનને સક્ષમ કરે છે અને પરિણામે વ્યાપકપણે આઇસોલેશન અને અસરકારક રીતે હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા આપી શકાય છે. પરિણામે મૃત્યુદર ઓછો થયો છે. પરીક્ષણની વધુ સંખ્યા પણ નીચા પોઝિટિવિટી રેટમાં પરિણામે છે.
દેશભરમાં પરીક્ષણ પ્રયોગશાળા નેટવર્કમાં સમાન રીતે ઝડપી વિસ્તરણ દ્વારા પરીક્ષણમાં વધારો શક્ય બન્યો છે. આજે દેશમાં 1623 લેબ્સ છે; સરકારી ક્ષેત્રે1022 લેબોરેટરી અને 601 ખાનગી લેબોરેટરી કાર્યરત છે.