ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં કોરોના કાળમાં યોજાયેલા ઇલેક્શનમાં પ્રગતિ પેનલના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે GCCIની ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનો સફાયો થયો હતો.
પ્રગતિ પેનલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હેમંત શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આઈ કે પટેલ ની વરણી કરવામાં આવી છે. અગાઉ બીસીસીઆઇના પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ પહેલેથીજ જાહેર થઈ ચૂકયા છે. સિનિયર ઉપપ્રમુખની બેઠક પર પ્રગતિ પેનલના હેમંત શાહની જીત થઇ હતી.
ઉપપ્રમુખની બેઠક પર કે આઈ પટેલ, પેટ્રન લાઈફ મેમ્બર સ્થાનિક કેટેગરીની બે બેઠક પર અનિલ જૈન અને હિતેન વસંતની જીત થઇ હતી.
પેટ્રન લાઈફ કેટેગરીની એક બેઠક પર પ્રગતિ પેનલના સૌરીન પરીખ, બિઝનેસ એસોસિએશન સ્થાનિક કેટેગરીની બે બેઠક પર ગૌરાંગ ભગત અને હરગોવિંદસિંહ રાજપૂતની જીત થઇ હતી.
બિઝનેસ એસોસિએશન બહારગામ કેટેગરીની એક બેઠક પર પ્રગતિ પેનલના અંબર પટેલ, અને
સામાન્ય વિભાગ સ્થાનિક કેટેગરીની 8 બેઠકો પર અંકિત પટેલ ,ભુપેન્દ્ર પટેલ,ચેતન શાહ, મદનલાલ જયસ્વાલ,પથિક પટવારી ,ઉદિત દિવેટિયા, વિરંચી શાહ, અજય પટેલની જીત થઇ હતી