દેશના ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતા અને અગ્રણીઓની જાસૂસી મામલે ગુજરાત કોંગ્રેસે સૌથી મોટો ખુલાસો ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ કર્યો છે. જે કંપની ભારતની જાસૂસી કરવામાં જેની સંડોવણી છે તેવી ચીનની સેનઝાન ઇન્ફોટેક કંપનીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે. દેશહિતમાં આ કરાર રદ કરવા તેમણે માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો મનીષ દોશીએ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ચીનની જાસૂસીનું ગુજરાત કનેક્શન હોવાનો મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે. એક તરફ ભારત-ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે ભારતમાં જાસૂસી કરતી ચાઈનીઝ કંપની સાથે ગુજરાત સરકારે ધોલેરા સર માટે એમઓયુ કર્યા છે. જાસૂસી કરતી ચાઈનીઝ સેનઝાન કંપની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે.
સેનઝાન કંપની સામે દેશના હજાર નેતાઓની જાસૂસી કરવાનો આક્ષેપ છે. ત્યારે ધોલેરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ માટે 2017માં રૂપાણી સરકારે ચીની સેનઝાન કંપની સાથે એમઓયુ કર્યા છે. દેશની સુરક્ષા માટે ચાઈનીઝ કંપની સાથે કરેલા એમઓયુ રદ્દ કરવા મનીષ દોશીએ માંગ કરી છે.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ પ્રત્યે ભજપને કેમ આટલો પ્રેમ છે. ગુજરાતની ભાજપ સરકાર ચાઈનીઝ કંપનીઓ માટે રેડ કાર્પેટ પાથરે છે. દેશની સુરક્ષાને જોખમમાં મુકતી ચાઇનાની જાસૂસીના કચ્ચા ચિઠ્ઠા ખુલી ગયા છે. વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાંચ વખત અને વડાપ્રધાન બન્યા પછી ચાર વખત ચીનની મુલાકાત લીધી.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2011માં મેટ્રો, બુલેટ, હાઉસિંગ સહિતના 30થી વધારે એમઓયુ કર્યા હતા. 2011માં ચાઈનીઝ એનર્જી કંપની દ્વારા ગ્રીનપાર્કના નામે 2500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. પણ આ કંપની દ્વારા જમીન પર કોઈ કામગીરી કરાઈ નથી. 2013માં ચાઇના ડેવલોપમેન્ટ બેન્ક કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ 2015માં 30 હજાર કરોડના એમઓયુ કરી મોટા રોકાણની જાહેરાત કરી હતી. પણ જમીન પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.