માઈકાએ આઇવરી એજ્યુકેશનના સહયોગથી બિઝનેસ મેનેજમેન્ટ ઓન્લાઈનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ પ્રોગ્રામ ઓફર કરી રહ્યું છે. આ પ્રોગ્રામ વર્લ્ડ– ક્લાસ ઈ– લર્નિંગ એન્વાયર્મેન્ટ દ્વારા સમગ્ર ઈન્ડિયામાં અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ નાના અને મધ્યમ ઉદ્યોગોના માલિકોને તેમની કુશળતા વધારવામાં અને કોવિડ -19 દ્વારા આવી રહેલી મંદીને પહોંચી વળવા માટે મદદ કરવા માટે રચાયેલ છે. બિઝનેસ મેનેજમેન્ટના ક્ષેત્રમાં વર્કિંગ પ્રોફેશનલ્સને તેમનું કરિયર વધારવા અને વ્યવસાયિક જીવનમાં વધારો કરવા માટે ઉપયોગી થશે.
પ્રોગ્રામ વિશે વાત કરતાં, માઈકાના ચેરપર્સન (ઓનલાઈન પ્રોગ્રામ્સ) અને પ્રોફેસર ઈન માર્કેટિંગ, પ્રોફેસર અનિતા બાસલિંગપ્પાએ જણાવ્યું હતું કે, ““પીજીસીપીબીએમ એ એક પ્રોગ્રામ છે જે ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પહોંચી વળવા માઈકાએ આઇવરી એજ્યુકેશન સાથે ડિઝાઇન કર્યો છે. આ પ્રખ્યાત કોર્સને મેનેજ કરવા માટે અમારી પાસે માઈકામાં કેટલાક ઉત્તમ રિસોર્સીસ છે. અમે કોર્સ માટે ટેક્નોલોજી અને સ્પોર્ટને મેનેજ કરવા માટે અમારાટેક્નોલોજી પાર્ટનર – આઈવરી એજ્યુકેશન સાથેના એસોશિએશનને ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ.”
આઈવરી એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, કપિલ રામપાલ એ જણાવ્યું હતું કે, “માઈકા ઓનલાઈન કોર્સીસ માટે પ્રતિબદ્ધ છે. તેઓએ આ પ્રોગ્રામના સંચાલન અને શિક્ષણ માટે માઈકાના શ્રેષ્ઠ લીડર્સ અને ફેકલ્ટીની નિમણૂક કરી છે. અમને માઈકા સાથે અમારું એસોશિએશન ચાલું રાખવાનો ગર્વ છે અને આ પ્રોગ્રામમાં તમને વેલકમ કરવા માટે ઉત્સુક છીએ.”
પાર્ટિસિપન્ટ્સ તેમના ઘર, ઓફિસ અથવા તેમની સુવિધાની અન્ય કોઈ જગ્યાએથી ક્લાસ એટેન્ડ કરી શકે છે. તેઓ તેમના મોબાઇલ ડિવાઈઝીસનો ઉપયોગ પણ કરી શકે છે. ક્લાસીસ અઠવાડિયામાં બે વાર પાર્ટ–ટાઇમ ક્લાસીસ અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે કન્વિનિયન્ટ શેડ્યૂલ સાથે યોજવામાં આવે છે. પ્રોગ્રામ વિશેના કોઈપણ સવાલોના જવાબો admission@ivoryeducation.in પર અથવા વોટ્સએપ ચેટ +918860438990 દ્વારા ઉપલબ્ધ છે.
ઈકોનોમિક્સના પ્રોફેસર અને પ્રોગ્રામ ડિરેક્ટર (પીજીસીપીબીએમ), પ્રોફેસર રસનંદ પાંડા વ જણાવ્યું હતું કે, “તાજેતરના વર્ષોમાં ઈન્ડિયામાં બિઝનેસ એન્વાયર્મેન્ટમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. કોવિડ– 19ની સિચ્યુએશન અને તેના કારણે રોજિંદા જીવનમાં આવતા પ્રતિબંધોને કારણે પરિવર્તન ઝડપી બન્યું છે. અસરકારક અને સફળ બનવા માટે, અધિકારીઓએ તેમની બિઝનેસ મેનેજમેન્ટ સ્કિલ્સને રિફ્રેશ કરવાની અને તેને વધારવાની જરૂર છે. આ પ્રકારની સમજણ ખાસ કરીને કોમ્પ્લેક્સ, ગ્લોબલાઈઝડ એન્વાયર્મેન્ટમાં આવશ્યક છે જેમાં આજે અર્થતંત્ર કાર્યરત છે. બિઝનેસ મેનેજમેન્ટ (પીજીસીપીબીએમ) માં પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ પ્રોગ્રામનો ઓનલાઈન કોર્સ પાર્ટિસિપન્ટ્સનેઆ સમજ આપવા માટે બનાવવામાં આવ્યો છે.”
માઈકાના બિઝનેસ મેનેજમેન્ટ એરિયાના ઈકોનોમિક્સના પ્રોફેસર પ્રો.રસનંદ પાંડા પીજીસીપીબીએમના પ્રોગ્રામ ડિરેક્ટર છે. તેઓ આ ક્ષેત્રના સૌથી રિસ્પેક્ટેડ પ્રોફેસર્સમાંથી એક છે અને આઈઆઈએમ અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી, એસએલઆઈએમએસ, પીડીપીયુ અને વિવિધ પ્રતિષ્ઠિત અન્ય જાણીતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
આ પ્રોગ્રામ ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે અને સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સને કરિયરમાં શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરશે.
માઈકા એ ઈન્ડિયાની શ્રેષ્ઠ બી–સ્કુલ્સમાંથી એક છે. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1991માં કરવામાં આવી હતી અને વર્ષોથી ઈન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પહોંચી વળવા એક અગ્રણી તરીકે ઉભરી આવેલ છે. આજે, તે મીડિયા મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ, માર્કેટિંગ રિસર્ચ, એડવર્ટાઈઝમેન્ટ અને કોમ્યુનિકેશન્સ– ડ્રિવન બિઝનેસમાં સેવા આપતા પ્રોફેશનલ્સનું અલ્મા મેટર છે.
આ એક વર્ષનો પ્રોગ્રામ આ ફિલ્ડમાં શ્રેષ્ઠતા મેળવવા માટે ઈચ્છતા લોકો માટે બેંચમાર્ક સેટ કરવા માટેનો છે. આ પ્રોગ્રામનો સંપૂર્ણ અભિગમ એ ડોમેન એક્સપર્ટાઈઝ પ્રદાન કરવાનો છે. તે સ્ટેપ– બાય– સ્ટેપ અપ્રોચને ફોલો કરશે જ્યાં થિયોરિટેકલ કોન્સેપ્ટ્સને કેસ સ્ટડીઝ અને પ્રેક્ટિકલ ઈમ્પ્લીમિન્ટેશન દ્વારા અનુસરવામાં આવશે. સેશન્સ એ ઈન્ટરેક્ટિવ અને પાર્ટીસિપેટીવ બનવા માટે રચાયેલ છે.
કોર્સ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ ફિલ્ડના ગ્રેજ્યુએટ્સ આ કોર્સ માટે પાત્ર છે. આઈવરી એજ્યુકેશન પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરનારાઓને પ્લેસમેન્ટ આસિસ્ટન્સ પણ આપશે. જે બિઝનેસ ઓનર્સ આ કોર્સ કરશે તે માટે, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ દ્વારા તેમના બિઝનેસમાં સહાય માટે માર્ગદર્શનના 4 સેશન્સ હશે.
પ્રોગ્રામ માટે પ્રોસ્પેક્ટસ અને એપ્લિકેશન ફોર્મ www.ivoryeducation.com પર વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે અથવા admission@ivoryeducation.in પર રિકવેસ્ટ કરી શકાય છે.
પ્રોગ્રામના બેનિફિટ્સમાં શામેલ છે:
- સર્ટિફિકેટ ઓફ કમ્પલેશન એવોર્ડેડ બાય માઈકા
- પ્રોગ્રામ દરમિયાન આવતા વર્ષે માઈકાના કેમ્પસ મોડ્યુલ પર, જ્યાં પાર્ટિસિપન્ટ્સ ફેકલ્ટીઝ સાથે ફેસ– ટૂ– ફેસ વાતચીત કરી શકે છે અને પ્રતિષ્ઠિત કેમ્પસ રીઅલ ટાઈમનો અનુભવ પણ કરી શકે છે.
- માઈકા એક્ઝેક્યુટીવ એજ્યુકેશન એલ્યુમની સ્ટેટ્સ મેળવી શકે છે
- ઈન્ડસ્ટ્રીમાં મોર્ડર્ન અને ઈમર્જિંગ ટ્રેન્ડ્સની ઈનસાઈટ્સ
- સ્પેસિફિક ઈન– ડિમાન્ડ એરિયાઝ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઈન્ડસ્ટ્રીની બારીકીઓની સમજણ મેળવો
- વર્કિંગ પ્રોફેશનલ્સ માટે કન્વિનિયન્ટ શેડ્યુલ
- વિવિધ કેસ સ્ટડીઝ, ઈન્ડસ્ટ્રી એકઝામ્પલ્સ વગેરેના મિશ્રણથી બનાવવામાં આવ્યું છે જે પ્રેક્ટિકલ કોર્પોરેટ સિનારિયોમાં પાર્ટિસિપન્ટના નોલેજને પ્રકાશિત કરે છે.
- માઈકાના સ્પેશિયલી સિલેક્ટેડ, જાણીતા, કોર ફેકલ્ટી દ્વારા લેક્ચર્સ
- ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ દ્વારા ગેસ્ટ લેક્ચર્સ
- વર્કિંગ એક્ઝેક્યુટીવ્સ માટે સ્પેસિફિકલી ડિઝાઈન કરાયેલ
- ક્વોલિટી ઈન્ટરેક્શન્સ અને ઈન્ક્રીઝડ પીઅર ગ્રુપ લર્નિંગ
- વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ કે જે અન્ય સાથી સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી સાથે એક્ટિવ ઈન્ટરેક્શન્સ માટે પરવાનગી આપે છે
- કરિયર એડવાન્સમેન્ટ અને નેટવર્કિંગ માટેની અપાર તકો