જાણિતા એક્ટર અને ભાજપ નેતા પરેશ રાવલ ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલ હવે એનએસડીની પદભાર સંભાળશે. પરેશ રાવલ પહેલા આ જગ્યાએ રાજસ્થાનના જાણીતા કવિ અર્જૂન દેવ ચરણ કામ કરી રહી રહ્યા હતા. જો કે હવે એનએસડીના નવા ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક થઇ છે. 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ હતા.
પરેશ રાવલની નિયુક્તિ મામલે જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ એક ટ્વિટના માધ્યમથી આપી છે. તેમણે આ મામલે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને કહ્યું છે કે પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલ જીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભેચ્છા.