કોરોનાના સતત વધતા કેસને પગલે રાજય સરકારે હાલપુરતુ તો ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. જો કે અભ્યાસક્રમ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોરોના વાયરસનાં વધતા સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા માટે મહત્તવના સમાચાર આવ્યાં છે. ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં શાળા ખોલવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, દિવાળી સુધી રાજ્યની શાળાઓ ખુલશે નહીં. દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિને જોઇને જ શાળા શરૂ કરવા સરકાર વિચારણા કરાશે.આ બેઠકમાં અભ્યાસક્રમ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ આ અંગે આગામી બેઠકમાં વિચાર કરીને નિર્ણય લેવામાં આવશે. સંઘના જણાવ્યા પ્રમાણે, બાળકોનો અભ્યાસક્રમ સેન્ટ્રલ બોર્ડ કરતા પણ વધારે ઘટાડવાની દરખાસ્ત મૂકી છે. પરંતુ આ અંગે પ્રથમ કે દ્રીતિય ટર્મનો સિલેબસ ઘટાડવો તે અંગે પણ હજી સ્પષ્ટતા નથી.