ભારતમાં ચીનની જુદી જુદી એપ્લીકેશન પર બે તબક્કામાં પ્રતિબંધ મુકાયા બાદ હવે અમેરિકા પણ ચીન સામે પગલાં ભરી રહ્યુ છે.
ભારતમાં સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક અને મેસેન્જર એપ વીચેટ પર પ્રતિબંધ પછી હવે અમેરિકાએ પણ રવિવારથી આ બંને ચાઇનીઝ એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આમ જોઈએ તો ભારત પછી હવે અમેરિકાએ પણ ચીનને મોટો ફટકો પાડ્યો છે. આ એપ પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકામાં છેલ્લા ઘણા સપ્તાહથી ચર્ચા ચાલી રહી હતી. જે પછી રવિવારે બંને એપ પૂરી રીતે પ્રતિબંધ થઇ જશે. અમેરિકામાં ટિકટોકના લગભગ 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે.
અમેરિકામાં જાહેર નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે એપ્સના ઉપયોગકર્તા પાસેથી મોટી સંખ્યામાં જાણકારી લેવામાં આવી રહી છે અને આ જોખમ વાસ્તવિક છે. આ ડેટાને સંભવત ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એક્સેસ કરવામાં આવી શકે છે. આ ડેટા સંભવિત રૂપથી ચીનને સંઘીય કર્મચારીઓના સ્થાનોને ટ્રેક કરવા, બ્લેકમેલ કરવા માટે વ્યક્તિગત જાણકારીના ડોઝિયર બનાવવા અને કોર્પોરેટ જાસુસી કરાવવાની મંજૂરી આપી શકે છે.