ઓક્ટોબર, 2020 – લોકડાઉનના કારણે એકબીજાને મળવા, મૂવીઝ જોવા સિનેમા હોલમાં જવાનું, બજાર અને પાર્કમાં જવાનું અને કોઇપણ રીતની મોજ-મસ્તી પર પ્રતિબંધ લાગી ગયો છે. ઘરમાં બંધ લોકો માટે મનોરંજનનું એકમાત્ર સાધન ઓટીટી મંચ જ રહી ગયું છે. અલગ-અલગ ઓટીટી મંચ પર લોકો ફિલ્મ, વેબ સીરીઝ, સીરીયલ વગેરે જોઇને મનોરંજન કરે છે.
આઈડ્રેગન (IDragon) એપ એક વિડિયો ઓન ડિમાન્ડ એપ છે જેનો લોકડાઉનની શરુઆતમાં તેનો જન્મ થયો હતો અને તે સમય દરમિયાન તે વયસ્ક પણ થઇ ગઇ હતી. લોન્ચ થયાના ત્રણ મહિનામાં જ આ એપ્લિકેશને 3 મિલિયન (30 લાખ) સબ્સ્ક્રીઇબર્સ બનાવી લીધા તેના 1.3 બિલિયન લોકો સુધી તેની રીચ થઇ ગઇ. ઇગ્લિંશ તથા અન્ય ભાષામાં આ એપના 60 મિલિયનથી પણ વધુ યૂનિક યૂઝર્સ છે.
આઇડ્રેગન એપના ફાઉન્ડર સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, “ધ મંકી કિંગના માધ્યમથી અમે બાકી બધા સુપર હીરોથી મોટી બ્રાન્ડ બનાવી લીધી છે. ધ મંકી કિંગે ટેલીવિઝન તથા અન્ય ઓનલાઇન માધ્યમોમાં અમે હોલીવુડ અથવા માર્વેલના બાકીના સુપર હીરોથી ભારતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તે IDRAGON પરની સૌથી મોટી બ્રાન્ડ છે. ફિલ્મ્સ અને નવી ટેકનોલોજીની પસંદગીમાં અમે અન્ય ઓટીટી પ્લેટફોર્મ કરતા અલગ છીએ. . અમે લોકો દરેક રીતના એશિયાઇ જેવા કે તાઇવાન, કોરિયા, જાપાન જેવા દેશોથી મનોરંજક ફિલ્મો બતાવીએ છીએ. પરંતુ પૂર્વી એશિયાની 90 ટકા ફિલ્મોના વીડિયો ઓન ડિમાન્ડના અધિકાર અમારી પાસે છે તો અતિશ્યોક્તિ નહીં થાય. વધુમાં જણાવ્યું કે “અમે આગળ જઇને ભારતીય ફિલ્મ પણ બતાવીશું પણ આજે અમે એશિયન ફિલ્મોનું જેવી રીતે ભારતીયકરણ કરીને 11 આલગ અલગ ભારતીય ભાષાઓમાં બતાવી રહ્યાં છીએ, તેણે એક નવું માર્કેટ ખોલી દીધું છે.
આઇડ્રેગન એપ પર તેમની કેટલીક ફિલ્મોનું નામ છે હોલીવુડની એવોર્ડ જીતવાવાળી ફિલ્મો ધ ટાઉગર, ધ કિંગ્સ સ્પીચ, મોમેન્ટો, એશિયાઇ ફિલ્મો જેવી કે ‘ધ મંકી કિંગ 1 અને 2‘, વુકોંગ. તેમની ઓક્ટોબરમાં આવતી ફિલ્મોનું નામ છે સૂર્વબલી જે 500 કરોડના બજેટથી બનેલ ફિલ્મ છે અને તેનું સ્કેલ બાહુબલી 1 અને 2ના બરાબર છે. તેના પછી મંકી કિંગ 3 જેના ભારતમાં જ 300 મિલિયનથી વધુ ફોલોવર છે અને તેની ખૂબ જ રાહ જોવાઇ રહી છે.