- 3 વર્ષના અંતે અથર 450X નું રુ. 85,000* ની કિંમતે એશ્યોર્ડ બાયબેક
- અથર 450X માટે ખરીદી-સક્ષમતા અને માલિકીના ઉકેલમાં પણ સુધારો કરે છે
- અથર 450 પ્લસની કિંમતમાં ઘટાડો
ઓક્ટોબર 2020: અથર એનર્જી ભારતમાં ઈલેક્ટ્રોનિક વાહનની કેટેગરીમાં તેવો પ્રથમ પ્રકારનો પ્રોગ્રામ રજૂ કરી રહ્યું છે, અથર 450X નો ‘એશ્યોર્ડ બાયબેક’ પ્રોગ્રામ. અથર એનર્જી 3 વર્ષના અંતે રુ. 85,000 * ની કિંમતે અથર 450X ના બાયબેકની ગેરેંટી આપે છે.
તરુણ મહેતા, સહ–સ્થાપક અને સીઈઓ, અથર એનર્જી દ્વારા અવતરણ: “અમારી પ્રોડક્ટ લાઇન પરની અમારી શ્રદ્ધાએ અમને ઈલેક્ટ્રિક પર સ્વિચ કરવા માટે નવીન ઉકેલો લાવવાની પરવાનગી આપી છે, સરળ – પછી ભલે તે ખરીદી હોય અથવા માલિકી હોય. અમારું માનવું છે કે અથર એનર્જીના ઈલેક્ટ્રિક સ્કૂટરનું મૂલ્ય વર્ષોથી અદભૂત છે અને અમે નવી સુવિધાઓ સાથે સુધારણા ચાલુ રાખીએ છીએ જે અમે હવાના ધોરણથી આગળ વધારીશું. અને તે ખાતરીને મજબૂત કરવા અમે રિસેલ ગેરેંટી જાહેર કરી રહ્યા છીએ.
ભારતના કેટલાક “મેક ઇન ઇન્ડિયા” ઈલેક્ટ્રોનિક વાહન ઉત્પાદકોમાંનાં એક, અથર એનર્જીએ અથર 450 પ્રોડક્ટ લાઇનમાં પોતાનું લિ-ઇયન બેટરી પેક્સ અને એકંદર મજબૂત પ્લેટફોર્મ બનાવ્યું છે. બેંગલુરુમાં અને ત્યારબાદ ચેન્નઇમાં, 2018 થી ઉત્પાદન લાઇનની વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી છે. અને કામગીરીમાં ઉચ્ચ સુસંગતતા જોઈને, અથર એનર્જીએ એક અનોખો બાયબેક પ્રોગ્રામ શરૂ કરેલ છે. ઉત્પાદનની ઉચ્ચ વિશ્વસનીયતા ખાતરી કરશે કે સ્કૂટર રિસેલ બજારમાં મજબૂત વર્ચસ્વ ધરાવશે, અથર 450 ના હાલના માલિકો તેનાં સાક્ષી છે.
બાયબેક પ્રોગ્રામ અથર એનર્જીનો બીજો સાહસિક પ્રસ્તાવ છે, તે દેશમાં ઈલેક્ટ્રોનિક વાહનનાં ઉપયોગને વેગ આપવા પ્રયત્ન કરે છે. અથર ગ્રીડ જેવી પહેલ સાથે, ઈલેક્ટ્રોનિક વાહન કેન્દ્રિત અનુભવ કેન્દ્રો અને ખુબ જોડાયેલ માલિક મંડળ ધરાવતું અથર એનર્જી માત્ર સ્કૂટર બનાવવાથી ઘણું આગળ વધી ગયું છે.
નવા બાયબેક પ્રોગ્રામ સિવાય, અથર એનર્જીએ અથર 450X ના લોંચ માટેના કેટલાક સક્ષમ ઉકેલોમાં પણ સુધારો કર્યો છે. બેંગલુરુ અને ચેન્નઇમાં લીઝ મોડેલની સફળતા પછી, અથર એનર્જી બધા શહેરોમાં અથર 450X માટે તે મુજબનું જ વિસ્તરણ કરશે. આ મોડેલ ગ્રાહકોને નીચા ભાવે અને નજીવી માસિક ફી પર સંપૂર્ણ લોડેડ અથર 450X એક્સેસ કરવાની પરવાનગી આપે છે. વર્તમાન આર્થિક સંદર્ભમાં, આ તે ગ્રાહકોના સેગમેન્ટ માટે નોંધપાત્ર હોઈ શકે છે, જે સંપૂર્ણ ખરીદી કરવાનું પસંદ કરતા નથી.
અથર 450X ની માલિકીની એકંદર કિંમત ઘટાડવા માટે, બેંગલુરુનાં ગ્રાહકો તેમનાં જુનાં પેટ્રોલ આઈ.સી.ઇ. ટુ-વ્હીલરની આપ-લે કરી શકે છે અને અન્ય લોકો અથર એનર્જી સાથે જોડાણ ધરાવતા બહુવિધ ભાગીદારો પાસેથી નીચા વ્યાજ દરની લોન લઈ શકે છે. અથર એનર્જીએ અથર 450 પ્લસ મોડેલ, જે હવે રું. 139,990 પર ખરીદી શકાય છે, તેની એક્સ-શોરૂમ કિંમતમાં પણ ઘટાડો કર્યો છે.
ગ્રાહકના ઉપયોગને અનુકૂળ થવા માટે અથરનાં સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને વધુ લવચીક બનાવવામાં આવ્યો છે. પ્લાન હવે 4 સ્વતંત્ર પેક આપે છે જે ગ્રાહક તેમના ઉપયોગના આધારે પસંદ કરી શકે છે, હવે દર મહિને રું. 125 થી શરૂ થાય છે. આમાં અથર કનેક્ટ લાઇટ (તમામ મૂળભૂત કનેક્ટેડ સુવિધાઓ માટે), અથર કનેક્ટ પ્રો, અથર સર્વિસ લાઇટ (સામયિક જાળવણી, આર.એસ.એ. અને મજૂરી) અને અથર સર્વિસ પ્રો (પ્રીમિયમ સેવાનો અનુભવ) શામેલ છે. દરમિયાન, જાહેર ચાર્જિંગ પોઇન્ટ પર ચાર્જિંગ, અથર ગ્રીડ, માર્ચ 2021 સુધી નિ:શુલ્ક રહેશે.