ભારત, 2020- બાળપણમાં રાત્રે કહેવાતી વાર્તાઓ આપણના જીવનનો નોંધનીય હિસ્સો રહી છે. આ અદભુત વાર્તાઓ થકી આપણે બધા જ જીવ્યા છીએ ત્યારે રોમાંચ અને કોમેડીનું ઉત્તમ સંયોજન ધરાવતી રૂવાડાં ઊભાં કરનારી વાર્તાઓ આપણા સ્મૃતિપટ પર બેહદ છવાઈ ગઈ છે. આ રૂવાડાં ઊભાં કરાવનારી- કોમેડીની ખૂબીને ફરીથી ઉજાગર કરતાં બાળકોની અગ્રણી એન્ટરટેઈનમેન્ટ ટેનલ નિક્લોડિયને નવે એનિમેટેડ શો પિનાકી એન્ડ હેપ્પીઃ ધ ભૂત બંધુઝ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ શોનું પ્રસારણ સોનિક પર 9મી નવેમ્બરે સવારે 11.30 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે.
બાળકોને મોજમસ્તીની નવી દુનિયામાં લઈ જતાં આ શોમાં ભૂતોનો અસાધારણ પરિવાર બતાવવામાં આવ્યો છે, જેઓ શોના મુખ્ય પાત્ર પિનાકીને દત્તક લે છે અને પોતાના સંતાનની જેમ તેનું લાલનપાલન કરે છે. આ ઉચ્ચ રોમાંચક ફેન્ટસી સિરીઝમાં દર્શકોને પિનાકી અને હેપ્પીનાં રહસ્યમય સાહસો સાથે હાસ્યની સવારી પર લઈ જવાશે, જે પછી તેઓ ભૂતોની દુનિયાને અસલી દુનિયામાં ગોઠવવાનો પ્રયાસ કરે છે તે સાથે અમુક ભૂતબાજી સાથે સંયોજિત મજેદાર કોમેડી સર્જાય છે. તેનાં રોજનાં સાહસો અથવા ભૂતબાજીમાં તેનો પાર્ટનર- ઈન –ક્રાઈમ હેપ્પી છે, જે 19 વર્ષનો મોજીલો ભૂત છે. શોનું દિગ્દર્શન અંકુર ચૌહાણે કર્યું છે. લીજેન્ડરી ગુલઝારસાબે ફરી એક વાર શોના ટાઈટલ ગીત માટે ગીત લખ્યું છે અને સંગીત સિમાબ સેને નિર્માણ કર્યું છે.
ભૂત બંધુઝ અવિસ્મરણીય ઘરમાં વૃદ્ધિ પામેલા પાત્રો મોટુ પતલુ, રુદ્ર અને શિવની લાંબી યાદીમાં વધુ એક ઉમેરો છે, જેના થકી નિક્લોડિયન ભારતભરના બાળકોનું મનોરંજન કરી રહી છે.
જોતા રહો ભૂતની દુનિયા અસલી દુનિયાને મળે છે ત્યારે કેવી કોમેડી સર્જાય છે, ફક્ત સોનિક પર, સોમવારથી શુક્રવારે સવારે 11.30 વાગ્યાથી.