~ઓક્ટોમ્બર મહિનામાં રેકોર્ડબ્રેક 10 કરોડ મન્થલી યુઝર અને 92.5 કરોડ ટ્રાન્ઝેક્શન
India, 2020 ભારતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ફોનપે આજે જાહેર કર્યું છે કે તેમણે 25 કરોડ રજીસ્ટર્ડ યુઝરનો નવો કિર્તિમાન સ્થાપ્યો છે. કંપનીએ ઓક્ટોબર 2020માં 10 કરોડ મન્થલી એક્ટિવ યુઝર અને 230 કરોડ એપ સેશન અંગે માહિતી આપી.
કંપનીએ પાર કરેલા આ માઇલ સ્ટોન અંગે વાત કરતા ફોનપેના સીઇઓ અને ફાઉન્ડર સમીર નિગમે જણાવ્યું કે 25 કરોડ યુઝરનો લક્ષ્યાંક પાર કરતા અમને ખૂબ જ આનંદની લાગણી થઇ રહી છે અને અનેક ભારતીયોએ અમારી સેવા ઉપર વિશ્વાસ મુકી રહ્યા છે તેના માટે અમે તેમના આભારી છીએ. અમારું મિશન છે કે દરેક ભારતીય ડિજીટલ પેમેન્ટ અપનાવે. તેમજ અમારો આગામી લક્ષ્યાંક ડિસેમ્બર 2022 સુધીમાં 50 કરોડ જેટલા રજીસ્ટર્ડ યુઝર્સ મેળવવાનો છે. અમારી ઓળખ બનેલી નીતિ ”કરતે જા બઢતે જા” ની લાઇન અનુસરતા અમે ભારતીય સમાજના દરેક વર્ગ માટે સતત નવીન પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. તે સાથે જ અમે ભારતના દરેક નગર અને ગામના વેપારીઓ ડિજીટલ પેમેન્ટ અપનાવે તેનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ઓક્ટોબર મહિનો ફોનપે માટે રેકોર્ડનો મહિનો રહ્યો. જેમાં 92.5 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરાયા જે અત્યાર સુધીના સૌથી વધુ ટ્રાન્ઝેક્શન છે. ઓક્ટોબરમાં વાર્ષિક $27,700 કરોડના TPV રનરેટ સાથે ફોનપે એ 83.5 કરોડના UPI ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા. જે માર્કેટના 40% કરતા વધુ છે..
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજીટલ પેમેન્ટને લોકો મોટાપાયે અપનાવી રહ્યા છે અને ફોનપે પણ ગ્રામ્ય-શહેરી વિસ્તારના લોકો, વિવિધ વયજૂથના અને વિવિધ આવક ધરાવતા લોકોને ડિજીટલ પેમેન્ટ તરફ જવા માટેના તેમના આ સફરમાં સાથ આપી રહ્યું છે. ફોનપે દ્વારા ઓફર કરાયેલી યુઝર ફ્રેન્ડલી સર્વિસ, એકદમ ઝડપી ટ્રાન્ઝેક્શન, પેમેન્ટના વધુ સક્સેસ રેટ વગેરેના કારણે આજે આ મહત્વની સિદ્ધિ શક્ય બની છે.