- બે દિવસીય કોન્ફરન્સમાં કુલ 20થી વધુ વક્તાઓ અને દેશભરમાંથી 2500થી વધુ લોકોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
- ડો. વેદપ્રકાશ મિશ્રા – પ્રો-ચાન્સેલર – દત્તામેઘ યુનીવર્સીટી ઓફ મેડિકલ સાયન્સ, નાગપુર સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ, પીઆર પ્રોફેસનલ્સના મહામારી દરમ્યાનના કાર્યોને બિરદાવ્યા
અમદાવાદ, 30 ડિસેમ્બર, 2020 – પીઆરએસઆઈ (પબ્લીક રીલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા) દ્વારા દર વર્ષે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે તેજ રીતે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ભારત સરકારની ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને બે દિવસીય 42મી નેશનલ પીઆરએસઆઈ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરની યજમાની હેઠળ કરવામાં આવ્યુ હતું. આ વર્ષની થીમ “ધ ઈમર્જીંગ ન્યુ વર્લ્ડ પોસ્ટ : કોવિડ-19 – પબ્લિક રીલેશન ઈન એક્શન” રાખવામાં આવી હતી.
બે દિવસીય કોન્ફરન્સમાં જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો, ભારત સરકારના પ્રતિનિધિઓ, તજજ્ઞો, બૌદ્ધિક પ્રતિભાઓ, સામાજીક કાર્યકરો, કંપનીના હોદ્દેદારો સહિત અનેક ઉચ્ચ અધિકારીઓએ આ કોન્ફરન્સમાં ભાગ લઈને પોતાના મંતવ્યોને વિસ્તૃતપણે જણાવ્યા હતાં. આ મહાનુભાવોએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના અલગ-અલગ પાસાંઓ પર પોતાના વિચારો દર્શાવી તેની હકીકત, સચોટતા, વાસ્તવિકતા, તેની ભવિષ્ય પર અસરોથી લઈને તેની સામે લડવા વિશેના દરેક બાબતોને આવરી લઈ જોડાયેલ દરેક સભ્યોને માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે માખણલાલ ચતુર્વેદી યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રી કે જી સુરેશએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અનિચ્છિત માહિતી કે ખોટા સમાચારોનો મારો(ફેક ન્યુઝ) એ મહામારી કરતાં પણ ખતરનાક છે અને તેનાથી જે નુકશાન થઈ શકે છે તે અણધાર્યું હોઈ શકે છે. આના પરિણામે દરેક વ્યક્તિ કોઈ પણ ન્યુઝની ખરાઈ કર્યા વગર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે જે માત્ર તે વ્યક્તિ કે શહેર માટે નહિં પરંતુ પુરા દેશ માટે, સમાજ માટે અને દુનિયા માટે ભયજનક સાબિત થઈ શકે છે.”
આ બે દિવસીય 42મી નેશનલ પીઆરએસઆઈ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જુદા-જુદા ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને ભારત સરકારના અધિકારીઓ સહિતના કુલ 20થી વધુ સ્પીકરોએ ભાગ લીધો હતો જેમાં કેન્દ્રિય શિક્ષણમંત્રી ડો. રમેશ પોખરીયાલ, ડો. અજીત પાઠક – નેશનલ પ્રેસીડેન્ટ – પીઆરએસઆઈ, શ્રી એસ એમ વૈદ્ય – ચેરમેન – ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ડો. વેદપ્રકાશ મિશ્રા – પ્રો-ચાન્સેલર – દત્તામેઘ યુનીવર્સીટી ઓફ મેડિકલ સાયન્સ, નાગપુર જેવા ઉચ્ચ હોદ્દેદારોએ હાજરી આપી હતી.
ભારતભર માંથી જોડાયેલા પીઆર પ્રોફેશનલ્સની આ નેશનલ કોન્ફરન્સમાં કુલ 20 સ્પીકરોએ ભાગ લીધો હતો અને તેમાં આશરે 2500થી વધુ લોકોએ અલગ અલગ માધ્યમથી જોડાયા હતાં.