અમદાવાદ – અમદાવાદ ના સી.ટી.એમ, એક્સપ્રેસ હાઈવે સ્થિત માતોશ્રી વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતા એવુ લાગેજ નહી કે વૃધ્ધાશ્રમ છે, એક પરીવાર ના ધર ના સભ્યો જેવી લાગણી અનુભવે જયાં ના વડિલો ની સવાર કસરત સાથે થતી હોય અને સવાર સાંજ મંદીરની જાલર અને આરતી અવાજ થી આજુ બાજુ ના વાતાવરણ ને ભકિતમય બનાવી દે છે. એક એવુ નિ:શુલ્ક વૃધ્ધાશ્રમ જયાં સંચાલકો અને ટ્રસ્ટી ઓ હમેંશા પોતાના બાળકો ને લઈ ને વડીલો સાથે નાની-મોટી રમત રમાડી વડિલો ને પૌત્ર અને પૌત્રી ની સૌથી મોટી ઉણપ પુરી પાડી ને સ્મીત નુ કારણ બને છે. વૃધાશ્રમ ના સંચાલક જયેશભાઈ ગાંધી ને મળતા જાણવા મડયુ કે આ વૃધાશ્રમ માં રહેતા બધા વડિલો અહીં નિ:શુલ્ક રહે છે અને તેમનો સંપુર્ણ મેડીકલ ખર્ચ પણ સંસ્થા જ ઉઠાવે છે, માતોશ્રી વૃધ્ધાશ્રમ ને સંચાલક જયેશભાઈ ગાંધી અને સહસંચાલક સોનલબેન સંભાળી રહ્યા છે. એમની સાથે વાત કરતા જણવા મળ્યુ કે માતોશ્રી વૃધ્ધાશ્રમ એક એવુ સ્વર્ગ છે જયાં અત્યારે વડીલો ની ૧૯ અરજી ઓ આવેલી છે, પરંતુ જગ્યા ની અછત ના કારણે અરજી ઓ સ્વીકારી શકતા નથી એટલે અત્યારે જગ્યા ના સહ્યોગ ની સંસ્થા ને જરૂર છે, એટલે અંત માં સંચાલકો એ આશ્રમ ની મુલાકાત લેવા લોકો ને નમ્ર અરજ કરી હતી.