મહામારીએ મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પારાવાર નુકસાન કર્યું છે પરંતુ સુપરસ્ટાર રણવીર સિંહે એક નવા કલાકારને સાઇન કરીને ઇન્કઇન્ક (IncInk)નામના સ્વતંત્ર મ્યુઝિક રેકોર્ડ લેબલના તેના ઉત્કટ પ્રોજેક્ટને વિસ્તાર્યો છે અને નવ મ્યુઝિક વીડિયોઝ પણ લોન્ચ કર્યા છે! નવઝાર ઇરાનીની સાથે મળીને સ્થાપેલા ઇન્કઇન્ક માટે રણવીરનો દૃષ્ટિકોણ એકદમ મહત્ત્વાકાંક્ષી છે અને કોવિડ-19 હોવા છતાં લેબલ દેશના સ્થાનિક કલાકારોને સહાય કરતું રહે અને પ્રોત્સાહન આપતું રહે તેવી કાળજી રાખી છે.
રણવીરે જણાવ્યું છે કે તે ભારતના સંગીત ક્ષેત્રના ભાવિ સુપરસ્ટારો અને સ્થાનિક વિજેતા તથા આપણા દેશની સંસ્કૃતિ, વિવિધતા અને વાસ્તવિકતાના ગુણગાન કરતા નવા યુગના સંગીતને પ્રકાશમાં લાવવા વિચારી રહ્યો છે. ઇન્કઇન્ક એ તેનો ઉત્કટ પ્રોજેક્ટ છે જેનો હેતુ સંગીત ઉદ્યોગ સાથે જોડાયેલી ન હોય એવી દેશભરની કાચી પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો અને તેમના કૌશલ્યને વ્યક્ત કરવાનો તથા વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ તેમની કાચી પ્રતિભાને પ્રદર્શિત કરવાનો છે. ઇન્કઇન્કના કલાકારોની યાદીમાં ખરેખર વખાણાયેલા રેપ અને હિપ/હોપ કલાકારો જેવા કે કામ ભારી સ્પિટફાયર, સ્લોચીતા અને ડેવિલ ધ રાયમર છે.
રણવીર કહે છે કે, “તમે જ્યારે નવા કલાકારોને શોધી કાઢવાનું તેમને વિશ્વ સમક્ષ અસરકારક રીતે પ્રસ્તુત કરવાનું તમારું મિશન બનાવો છો ત્યારે તમારે રોજેરોજ તે પ્રતિજ્ઞાને લઈને જીવવું પડશે. હા, 2020 એ સંગીત અને મનોરંજન ઉદ્યોગ માટે એક પડકારજનક વર્ષ રહ્યું છે, પરંતુ મને આનંદ છે કે ભારતની આ યુવા અને તેજસ્વી પ્રતિભાઓને અમે આપેલા વચનો પૂરા કરવામાં ઇન્કઇન્ક આગળ ધપી રહ્યું છે.”
તે વધુમાં કહે છે કે, “એક સ્વતંત્ર રેકોર્ડ લેબલ તરીકે, અમે ખરેખર પ્રતિબદ્ધ અને ઉત્સાહી સંગીત પ્રેમીઓનો સમૂહ છીએ જે સંગીત ઉદ્યોગને બદલવાની અમારી યાત્રામાં હંમેશા પૂરી લગનથી પ્રયાસો કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ ભારતને નવો અવાજ સંભળાવવાનો છે અને તે માટે અમને એક દિવસની પણ રજા લેવાનું પોસાય તેમ નથી.”
રણવીર ઇન્કઇન્ક દ્વારા ઇન્ડિયન સાઈન લેંગ્વેજ (આઈએસએલ)ને ભારતની 23મી સત્તાવાર ભાષા બનાવવાની દિશામાં પણ સતત કામ કરી રહ્યો છે અને 2020માં તેણે આ માટેની એક અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. આ વર્ષે લેબલમાં નવ ગીતો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઇન્કઇન્ક રૉ સંકલન, વર્તાલાપ આઈએસએલ એક્સ પિટિશન, મેહફિલ-એ-હિપ હોપ, ટોમ નહિ પાયેગા રેપ, આઈએસએલ શ્વપોન અને આઈએસએલ મહેફિલ વિડિઓઝ, બ્લેક, વિકાર, વ્હાઇટ કોલર તથા ઓર કરો ઇન્કઇન્ક તરફથી આ વર્ષની છેલ્લી રજૂઆત છે.
સુપરસ્ટાર કહે છે કે, “અમે દરરોજ અમારું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરીએ કરીએ છીએ અને રોગચાળો હોવા છતાં 2020 અલગ નથી. મને આખી ટીમ પર ખરેખર ગર્વ છે કે જેમણે આખું વર્ષ કામ કર્યું છે અને અનપેક્ષિત મ્યુઝિક અને ધમાકેદાર મ્યુઝિક વિડિઓઝનું નિર્માણ કર્યું છે કે જેની સાથે દેશના યુવાનો જોડાયેલા છે.”