અમદાવાદ: ફેબ્રુઆરી મહિનો એટલે અનેકવિધ ડે ઉજવાતો મહિતનો કહેવામાં આવે છે જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે અને ખાસ કરીને યુવાધનના પ્રેમ ઉજવણીનો ખાસ દિવસ એટલે વેલેન્ટાઇન ડે. તો આ વેલેન્ટાઇન ડેના અવસર પર આજે સિંગર શાદાબ થૈયામનું પહેલું મ્યુઝિક વીડિયો સોંગ ‘દૂરિયા’ રિલીઝ થઇ ચૂક્યું છે.
શાદાબ થૈયામના સુરીલા અવાજમાં તમે અહીંયા ક્લિક કરીને તમે તેનો આ મ્યુઝિક વીડિયો સાંભળી શકો છો. – https://youtu.be/wARVuHso2jo
sઆ સોંગ વિશે વાત કરતા, શાદાબ થૈયામ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, હું સંગીતની સાથે છેલ્લા ઘણા સમય થી જોડાયેલો છું આજે દુનિયામાં મનાતા વેલેન્ટાઈનના દિવસે જયારે મારુ આ ગીત લોકો સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું ત્યારે ખુબજ ખુશી થાય છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે લોકોને આ ખુબજ ગમશે. આના શબ્દો દિલ ચૂમી જાય તેવા છે.
શાદાબ થૈયામ વિશે
મેકેનિકલ એન્જિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરનાર શાદાબ થૈયામે ચેન્નાઇ સ્થિત પ્રતિભાશાળી સંગીતકાર એ.આર.રહેમાનની સંસ્થા કે.એમ. મ્યુઝિક કન્ઝર્વેટરીમાંથી શાસ્ત્રીય અને પાશ્વાત્ય સંગીત શીખ્યું છે. તે ઉપરાંત અમદાવાદમાં પણ શાસ્ત્રીય સંગીત શીખ્યું છે.
અનેકવિધ ભાષા પર પ્રભુત્વ
શાદાબ થૈયામ એક પ્રતિભાસંપન્ન ગાયક છે જે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, તેલુગુ, તામિલ, બંગાળી તેમજ પંજાબી જેવી અનેકવિધ ભાષામાં ગીત ગાઇ શકે છે.
તે ઉપરાંત તેણે ઇંગ્લિશ, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન, આફ્રિકન તેમજ જાપાનીઝ જેવી અનેકવિધ ભાષાઓમાં પણ પરફોર્મન્સ આપ્યું છે. તેને સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ છે અને બાળપણથી જ ગાવા માટે જુસ્સો અને જોશ ધરાવે છે. તેનું પ્રથમ ગીત ઓ કેરલ હતું.