સવા સૌ જો લડે, ચીન પે ભારી પડે
~સત્ય ઘટનાઓથી પ્રેરિતબહાદૂરી અને વીરતાની અનોખી કહાની, જેમાં 125 સૈનિકોએ બહાદુરીથી 4000 ચાઇનીઝ સૈનિકોનો સામનો કર્યો હતો~
લગભગ 60 વર્ષ પહેલાં, આપણા સૈનિકો રાષ્ટ્રની રક્ષા માટે મજબૂત ઉભા હતાં –લદ્દાખ; જે લડાઇ આપણે આજે પણ ચાલું રાખીએ છીએ. આ 125 ભારતીય સૈનિકોની કહાની છે જેઓ હિંમત સાથે 3000 ચાઇનીઝ સામે લડ્યા, તેમની આ હિંમતે આ લડાઇની કહાની બદલી નાંખી.સત્ય ઘટનાઓથી પ્રેરિત, હોટસ્ટાર સ્પેશિયલ્સ લાવે છે 1962: ધ વોર ઇન ધ હિલ્સ – આ તે સૈનિકોની વાર્તા છે, જેઓ સામાન્ય યુધ્ધ સામગ્રી હોવા છતાં પણ પોતાનાથી વધુ સંખ્યામાં આવેલ સૈનિકોને આપણી સીમાઓમાં ઘૂસણખોરી કરતાં અટકાવ્યાં હતાં, જે લશ્કરી ઇતિહાસમાં સૌથી મહાનઅંતિમ સ્ટેન્ડમાંથી એક બની ગયું હતું.
આ કહાની ભારતના ભૂતકાળની સમાન કહાનીથી પ્રેરિત છે. જે આજના સમયમાં બતાવી રહી છે જ્યારે ચીની આક્રમણને લીધે સરહદ પર તણાવ ફરી વધ્યો છે,ત્યારે આપણા સશસ્ત્ર દળોની અપાર વીરતાના સમયની યાદ અપાવે છે.
પોતાની અદ્વિતીય ભૂમિકા માટે જાણીતા અભિનેતા અભય દેઓલ આ વખતે મિલિટ્રી યુનિફોર્મમાં દેખાશે. તે મેજર સૂરજ સિંહનું પાત્ર ભજવી રહ્યાં છે, જે‘સી કંપની’ નામની એક બટાલિયનનું નેતૃત્વ કરે છે. આ સિરીઝમાં આકાશ ઠોસર, સુમિત વ્યાસ, રોહન ગંડોત્રા, અન્નુપ સોની, મૈયાંગ ચાંગ, માહી ગિલ, રોશેલ રાવ, હેમલ ઇંગલે અને અન્ય વધુ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.
અર્રે સ્ટુડિયો સાથેની ભાગીદારીમાં નિર્મિત, આ 10-એપિસોડનું વોર-ડ્રામા ચારુદત્ત આચાર્યએ લખ્યું છે અને તે દિગ્દર્શિત બોલીવુડના એક શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતામાંથી એક મહેશ માંજરેકર દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે માત્ર યુદ્ધને જ નહીં, પણ સૈનિકોની વ્યક્તિગતજીવન અને તથા દેશસેવા માટે તેમનું બલિદાન પણ બતાવવામાં આવ્યું છે.
દુનિયામાંપ્રખ્યાત એકશન કોરિયોગ્રાફર ડોન લી,જેમણે અનેક જોરદાર ફ્રેન્ચાઇઝી, જેમકે પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન, સ્ટાર ટ્રેક બિયોન્ડ તેમજ અન્યનુંદિગ્દર્શન કરવા માટે જાણીતા છે, આ સિરીઝમાં દરેક એકશન સિક્વન્સની કોરિયોગ્રાફી કરી છે અને પ્રત્યેક સૈનિકની લડાઇનીવિશિષ્ટ રીત આપે છે. આ સિરીઝનું શુટીંગ લડાખના ઊંચા પર્વતોમાં અને ભારતના રિમોટવિલેજમાં કરવામાં આવ્યુ છે, જેનાથી આ શો વાસ્તવિક અને વિશ્વસનીય દેખાયો છે. સંગીત કહાનીનો અભિન્ન ભાગ છે તે ઝંખના, ગર્વ અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાનો સમાવેશ થાય છે. હિતેશ મોદકે ભારતના કેટલાક શ્રેષ્ઠ સિંગર્સ – સુખવિંદર સિંહ, વિજય પ્રકાશ, સલમાન અલી, શૈલેબી દ્વાયકર અને શાહજાન મુજીબ અને અન્યની અવાજમાં 7 ગીતો કંપોઝ કર્યાં છે. હોટસ્ટાર સ્પેશિયલ્સની રજૂઆત 1962:ધ વોર ઇન ધ હિલ્સ ફક્તને ફક્ત ડિઝની+હોટસ્ટાર વીઆઇપી અને ડિઝની+હોટસ્ટાર પ્રિમીયમપર 26 ફેબ્રુઆરી 2021 રોજ રજૂ થશે.
ડાયરેક્ટર મહેશ માંજરેકરે કહ્યું કે, “1962: ધ વોર ઇન ધહિલ્સ એ ઇતિહાસનો એક ભાગ જીવંત રાખવાના જીવનકાળના સ્વપ્નનું પરિણામ છે જે ભૂલી જવામાં આવ્યું છે. સાચી ઘટનાઓથી પ્રેરિત આ 125 સૈનિકોની યાત્રા એક એવી વાર્તા છે જેને કહેવાની જરૂર છે. અને અમે દરેક પાત્ર સાથે ન્યાય કરવા અમને કેટલાંક વર્ષો થયા છે.આ પ્રોજેક્ટ પ્રત્યેક અર્થમાં સ્મારક રહ્યો છે – વાસ્તવિક સ્થળોએ શૂટિંગથી સેટઅપ, કોસ્ચ્યુમ અને વધુ દ્વારા 1962ના સમયને ફરીથી બનાવવા માટે. પરંતુ આ કહાની ફક્ત યુદ્ધના મેદાન સુધી મર્યાદિત નથી, તે અમને આ સૈનિકોના જીવનમાં આગળ લઈ જાય છે કારણ કે તેઓ પ્રેમ, ઝંખના અને હારી સામે ઝઝૂમી રહ્યાં છે.”
અભિનેતા અભય દેઓલે કહ્યું કે,“ઐતિહાસિક મહત્વની આવી કહાનીઓ સંભળાવવી જોઇએ.મારા માટે,મેજર સૂરજ સિંહની તાકાત, તેમના સાહસ અને યુધ્ધભૂમિના અંતિમ ચરણ સુધી સેનાના નેતૃત્વની ક્ષમતાને પ્રસ્તુત કરવી મારી વ્યક્તિગત જવાબદારી હતી, સાથે એક પિતા અને પતિના રુપમાં તે પોતાનાં જીવનમાં સંતુલિત કેવી રીતે કરે છે તે પણ પ્રદર્શિત કરવાનું હતું. આ સાહસની અનોખી કહાની છે, જે ભારતીય જીવન સાથે જોડાયેલ છે,પછી ભલે તે કોઇપણ સમુદાય અથવા સંસ્કૃતિના હોય.”
અભિનેત્રી માહી ગિલે કહ્યું, “ભલે, 1962:ધ વોર ઇન ધ હિલ્સ એ ભૂતકાળની વાર્તા છે, તે લગભગ આજના સમયનું પ્રતિબિંબ જેવું લાગે છે. વાર્તા સ્તરવાળી છે અને યુદ્ધના ઘણા જુદા જુદા પાસાઓને પ્રદર્શિત કરે છે – ફક્ત રાજકીય અને ભૌગોલિક જ નહીં, પણ વ્યક્તિગત પણ પ્રદર્શિત કરે છે. આ સૈનિકોના કુટુંબીઓ પર સમાન ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તે ફક્ત વોર-ડ્રામા કરતાં પણ વધુ છે