કોલકાતાની પ્રસિદ્ધ સામાજિક સંસ્થા પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજીત અને શ્રી સિમેન્ટ દ્વારા પ્રસ્તુત એક મુલાકાત વિશેષના ઓનલાઇન સત્રને સંબોધિત કરતાં ફિલ્મમેકર દીપા મેહતાએ જણાવ્યું કે, ભારતીય સિનેમા માટે મારો પ્રેમ પહેલાં આવ્યો હતો જ્યારે હું એક એનઆરઆઇ બની ગઇ હતી અને હું ભારતીય સિનેમામાં ખૂબ જ ગ્રાઉન્ડેડ હતી. હું એક અનિચ્છુક કેનેડિયન હતી અને લાંબા સમયથી ભારતની બહાર હતી. પરંતુ ઘરને વાસ્તવમાં સુરક્ષા દ્વારા પરિભાષિત કરવામાં આવે છે અને જો હું ભારતમાં સલામત ન અનુભવું તો તે ઘર નથી. મને લાગે છે કે જો ભારત મને તેની સ્ટોરીઓ આપે છે, કેનેડા મને તે વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપે છે. હું એક અનોખી રીતની એનઆરઆઇ છું.
એક મુલાકાત વિશેષ કાર્યક્રમના આ ઓનલાઇન સેશનની રજૂઆત અમદાવાદની એહસાસ વુમનની પ્રિયાંશી પટેલ દ્વારા કરવામાં આવી હતી.
દીપા મેહતાના કાર્યો રુઢિને પડકારે છે અને ફીઅરલેસ અને પ્રોવોકેટિવ છે. તાજેતરમાં તેણે નેટફ્લિક્સ ઓરિજનલ સીરીઝ, લૈલાના પાઇલોટ અને બીજા એપિસોડને શૂટ કર્યું હતું અને તે શોના ક્રિએટિવ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. તેમણે એપ્પલ ટીવી માટે લિટલ અમેરિકાના પાઇલોટ એપિસોડ – મેનેજરનું નિર્દેશન કર્યું. દીપાની ફિલ્મ મિડનાઇટ્સ ચિલ્ડ્રનને શ્રીલંકામાં શૂટ કરવામાં આવ્યું હતું અને તેમની નવીનત્તમ ફીચર ફિલ્મ ફની બોય, શ્યામ સેલ્વદુરાઇ દ્વારા લિખિત પુરસ્કાર વિજેતા નવલકથા પર આધારિત હતી, જેને આઇસલેન્ડ નેશનમાં શૂટ કરવામાં આવી રહી છે.
દીપા મેહતા, જેમણે પોતાની ફિલ્મ્સ ફાયર માટે ખૂબ જ વિવાદ અને નારાજગીનો સામનો કર્યો હતો અને ભારતમાં પોતાની ફિલ્મ વોટરનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું, અર્ચના દાલમિયા, દિલ્લીના એહસાસ વુમનના સદસ્ય દ્વારા એક સવાલનો જવાબ આપી રહ્યાં હતા – એનઆરઆઇના રુપમાં કેવી રીતે કરી શકાય છે તમારી ભારતીયતા અને તે ભારતીયતાને તમારા ફિલ્મ નિર્માણમાં કેવી રીતે મોલ્ડ કર્યું છે.