ભારત, 10મી માર્ચ, 2021- પસંદગીઓનું વિસ્તરણ કરતાં અને ગ્રાહકોની ચાહત અને મૂલ્યો સામે પ્રદાન કરતાં ફોર્ડ ઈન્ડિયાએ આજે ઈકોસ્પોર્ટ લાઈનઅપમાં નવોનક્કોર પ્રકાર રજૂ કર્યો હતો, જેની પેટ્રોલ માટે કિંમત રૂ. 10.49 લાખઅને ડીઝલ પ્રકાર માટે કિંમત રૂ. 10.99 લાખ રખાઈ છે.
ફોર્ડ ઈકોસ્પોર્ટ એસઈ તરીકે નામકરણ કરાયેલા આ નવા પ્રકારમાં તેના અમેરિકન અને યુરોપિયન સમોવડિયાઓ પાસેથી લેવાયેલી ડિઝાઈનની ખૂબીઓ છે, સજ્યાં તે રિયર- માઉન્ટેડ સ્પેર વ્હીલ વિના વેચવામાં આવે છે.
ગ્રાહકો નવી ઈકોસ્પોર્ટ એસઈની જેમ જ અજોડ અને બેજોડ બાબતો માટે ડિઝાઈન અને લૂકમાં વૈશ્વિક સીમાચિહનોનું વધુ ને વધુ અનુસરણ કરી રહ્યા છે, એમ ફોર્ડ ઈન્ડિયા ખાતે માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિનય રૈનાએ જણાવ્યું હતું. એસઈ અનન્ય સુરક્ષા અને સિન્ક-3ની જેમ કક્ષામાં અવ્વલ ટેકનોલોજીઓની વિશ્વસનીયતા અને સમૃદ્ધ વારસાને પ્રેરિત કરવા માટે ઈકોસ્પોર્ટના ફનને આગળ લઈ જાય છે.
મનોહર રીતે તૈયાર કરાયેલા ટેઈલગેટ અને સિલ્વર અપ્લિક સાથે નવા, ડ્યુઅલ- ટોન રિયર બમ્પર ઉપરાંત એસઈ પ્રકારે બોલ્ડ ગ્રિલ સાથે ઈકોસ્પોર્ટનું બચ, મજબૂત સ્પર્શ, 16 ઈંચ એલોય અને હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સને જાળવી રાખ્યાં છે, જે એસયુવીની વિશ્વસનીયતાને બહેતર બનાવે છે.
ઈકોસ્પોર્ટ એસઈ એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કોમ્પેટિબલ તેમ જ ફોર્ડ પાસTM ઈન્ટીગ્રેશન એમ ફોર્ડની નામાંકિત સિન્ક 3 ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ સાથે ઉત્કૃષ્ટ ટેકનોલોજી અને કનેક્ટિવિટીનો વારસો આગળ લઈ જાય છે.
ફોર્ડની ઈકોસ્પોર્ટ તેની સંપૂર્ણ લાઈનઅપમાં વૈશ્વિક નામાંકિત મોબિલિટી અને કનેક્ટિવિટી નિવારણ ફોર્ડપાસTM ઓફર કરનારી એકમાત્ર કોમ્પેક્ટ એસયુવી છે.
નવી ઈકોસ્પોર્ટ એસઈ ફોર્ડના વિશ્વસનીય 1.5 લિ થ્રી- સિલિંડર TiVCT પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવે છે, જે કક્ષામાં અવ્વલ પાવરનું 122 પીએસ અને 149 એનએમ ટોર્ક પ્રદાન કરે છે અને પરફોર્મન્સ પ્રેરિત 1.5 લિ ટીડીસી ડીઝલ એન્જિન 100 પીએસનો પીક પાવર અને 215 એનએમનું પીક ટોર્ક પ્રદાન કરે છે. બંને એન્જિન ફોર્ડના પ્રતિસાદાત્મક અને સ્થિતિસ્થાપક ફાઈવ- સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડી જમાવશે.
સિદ્ધિઓની તેની યાદીમાં ઉમેરો કરતાં ફોર્ડ ઈકોસ્પોર્ટને તેના 2020 મેઈનટેનન્સ રિપોર્ટમાં ઓટોકાર ઈન્ડિયા દ્વારા તેના કોમ્પેક્ટ યુવી સેગમેન્ટમાં જાળવવા માટે કમસેકમ એક્સપેન્સિવ તરીકે રેટિંગ મળ્યું છે. રિપોર્ટમાં ફોર્ડ ઈકોસ્પોર્ટનો જાળવણી ખર્ચ 60,000 કિમી અથવા પાંચ વર્ષની માલિકી ચક્રમાં ઈકોસ્પોર્ટ પેટ્રોલ જાળવવા માટે ફક્ત રૂ. 21,754 (અથવા કિલોમીટર દીઠ 36 પૈસા) સાથે સેગમેન્ટમાં સૌથી નીચો છે.
ફોર્ડે હાલમાં જ મોડેલ યર 2021 ઈકોસ્પોર્ટ લાઈનઅપ રજૂ કરી છે, જેણે નિમ્નલિખિત સાથે બેજોડ સુરક્ષા, કનેક્ટિવિટી અને સુવિધા ઓફર કરવાનું ચાલુ રાખ્યું છેઃ
- બહેતર રક્ષણ માટે છ સુધી એરબેગ.
- એપ્પલ કારપ્લે અને ઈકોસ્પોર્ટ એસઈમાં એન્ડ્રોઈડ ઓટો કોમ્પેટિબિલિટી અને ટોપ-ઓફ- ધ લાઈન એસ પ્રકાર સાથે કક્ષામાં અવ્વલ સિન્ક 3 ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ.
- મોટા ભાગના પ્રકારમાં 9-ઈંચ ટચસ્ક્રીન આધારિત ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ અને એમ્બેડેડ નેવિગેશન.
- ઈકોસ્પોર્ટ એસઈ સહિત વેરિયન્ટ લાઈન-અપના અડધોઅડધ ભાગ પર સન-રૂફ.
- ઓટોમેટિક એચઆઈડી હેડલેમ્પ્સ, ડેટાઈમ રનિંગ લાઈટ્સ, ઈલેક્ટ્રોક્રોમિક મિરર, રેઈન- સેન્સિંગ વાઈપર્સ, પુશ- બટન સ્ટાર્ટ અને અન્ય ઘણા બધા જ્ઞાનાકાર ફીટર્સ જેવા ડ્રાઈવર આસિસ્ટન્સ ફીચર્સ સાથે બેજોડ સુવિધા.