24મી માર્ચથી આરંભ કરતાં આ પ્લેટફોર્મ દરેક બુધવારે નવા શો લાવશે
માર્ચ, 2021- મનોરંજન માટે અવ્વલ સુપર એપ એમએક્સ પ્લેયરે તેની એમએક્સ ઓરિજિનલ સિરીઝ અને એમએક્સ એક્સક્લુઝિવ્સ સાથે લાખ્ખોનાં મન જીતી લીધાં છે. પ્લેટફોર્મ ઉપભોક્તાઓને દરેક રીતે મનોરંજન આપવા વચનબદ્ધ હોઈ હવે તમારે માટે નવીનક્કોર શ્રેણી એમએક્સ વીદેશીની રજૂઆત સાથે દુનિયાભરમાંથી આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ લાવી છે, જે ભારતમાં સ્થાનિક ભારતીય ભાષા હિંદી, તમિળ અને તુલુગુમાં ડબ કરાતા શોનો વિશાળ કેટલોગ હોસ્ટ કરશે. 24મી માર્ચથી આરંભ કરતાં આ પ્લેટફોર્મ દરેક બુધવારે નવા શો લાવશે, જે તે જ ભાવનાઓ પરંતુ અલગ અલગ પ્રદેશોને દર્શાવશે. હાલના અધ્યયનમાં અમુક સેન્ટિમેન્ટ્સ દરેક સંસ્કૃતિઓ દ્વારા આદાનપ્રદાન કરવામાં આવે છે અને મનોરંજન અને રોમાન્સ, એકશન કે કોમેડી જેવા પ્રકારની વાત આવે ત્યારે દુનિયાભરના દર્શકો ભાવનાઓનો તે જ સાર્વત્રિક અનુભવ કરતા હોવાનું જોવા મળ્યું છે.
એમએક્સ દેશી સાથે પ્લેટફોર્મ ટર્કિશ, કોરિયન, જાપાનીઝ, ફ્રેન્ચ, સ્પેનિશ હોય કે ઈન્ગ્લિશ સુપર હિટ્સ હોય, ઈચ્છીય ભારતીય દર્શકો માટે રોચક આંચરરાષ્ટ્રીય કન્ટેન્ટ હિંદી, તમિળ અને તેલુગુમાં લાવી રહી છે. આંતરરાષ્ટ્રીય ડબ્ડ કન્ટેન્ટ પ્લેટફોર્મ પર સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં વર્ટિકલ્સમાંથી એક છે અને દેશનાં ટિયર 1 અને 2 શહેરો તેમ જ ટોપ મેટ્રોમાંથી સહભાગી જોવા મળે છે.
આ વિશે બોલતાં એમએક્સ પ્લેયરના કન્ટેન્ટ એક્વિઝિશન્સ અને એલાયન્સીસના હેડ માનસી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શ્રેણી તરીકે આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટમાં પ્લેટફોર્મ પર ભરપૂર રુચિ જોવા મળી છે. એમએક્સ વીદેશી સાથે અમે આંતરરાષ્ટ્રીય શોનો વિશાળ કેટલોગ તૈયાર કર્યો છે, જે દરેકને જોડનારી, સાર્વત્રિક સ્પર્શતાં સાધારણ મુખ્ય પાત્રોની વાર્તાઓ સુંદર રીતે ઘડવામાં આવી છે. આજે વૈશ્વિક કન્ટેન્ટ તમારી આંગળીને ટેરવે પહોંચમાં છે અને અમને અગ્રતાની સ્થાનિક ભાષાઓમાં ઉપભોગ કરાતી આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટની વૈવિધ્યપૂર્ણ શ્રેણી ભારતમાં રજૂ કરવામાં આગેવાની લેવાની ખુશી છે.
પ્લેટફોર્મ પર ટોપ 10 શોમાં ડે ડ્રીમર, ધ પ્રોમિસ, અવર સ્ટોરી, ધ ગર્લ નેમ્ડ ફેરિહા, એન્ડલેસ લવ, બ્રેવ એન્ડ બ્યુટિફુલ અને ફોર્બિડન ફ્રૂટ જેવા ટર્કિશ ડ્રામા, વ્હેર સ્ટાર્સ લેન્ડ અને ડો. જોન જેવા કોરિયન ડ્રામા સહિતનો સમાવેશ થાય છે. 24મી માર્ચથી આરંભ કરતાં પ્લેટફોર્મ દરેક બુધવારે નવા શો ઉપરાંત દર્શકો માટે મોજૂદ આંતરરાષ્ટ્રીય ડબ કરેલા શોની વ્યાપક શ્રેણી લાવશે, જે સર્વ મફતમાં જોઈ શકાશે.