અમદાવાદ, 7મી એપ્રિલ, 2021- ભારતની પ્રથમ ડિઝાઈન યુનિવર્સિટી અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા સેન્ટર ફોર વિઝયુઅલ આર્ટસ અને સેન્ટર ફોર અર્બનીઝમ એન્ડ કલ્ચરલ ઈકોનોમિક્સનો ઉમેરો કરીને ભારતીય વારસામાં ઊંડાણથી મૂળ ધરાવતા શૈક્ષણિક હાર્દને જાળવી રાખીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં 21મી સદીના ભણતર અને શીખને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું છે.
આ કેન્દ્રોમાં કોર્સ, રિસર્ચ અને આઉટરીચ ક્રિયાત્મકતા, મહત્ત્વપૂર્ણ વિચારધારા અને વિશ્લેષણાત્મક વિચારધારા વચ્ચે સંબંધોને ઉત્પ્રેરિત કરશે. આ કાર્યક્રમોથી કલ્પનાઓને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ થશે, જેને લીધે વિદ્યાર્થીઓ અસલ વિશ્વના પ્રોજેક્ટોનો અમલ કરીને સકંલ્પનાકરણમાંથી પ્રવાસને સમજી શકશે.
ક્રિયાત્મક શિક્ષણની ભૂમિકા પર કેન્દ્રિત અનંત યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર વિઝયુઅલ આર્ટસ સમકાલીન સ્ટુડિયો આર્ટ વ્યવહારોમાં મિડિયાની વ્યાપક શ્રેણી આવરી લેતાં ડોમેન- વિશિષ્ટ મટીરિયલ્સ થકી વિઝયુઅસ સ્વરૂપની પ્રેક્ટિકલ શીખ પર ભાર આપે છે. આંતરશિસ્ત અભ્યાસક્રમ એસ્થેટિક્સ, ફિલોસોફી, ફેમિનીઝમ, જેન્ડર અને પોસ્ટ – કોલોનિયલ થિયરીઓ તેમ જ ગ્લોબલાઈઝેશન અને નવી ટેકનોલોજીની થિયરીઓના પરિપ્રેક્ષ્યમાંથી પ્રેરિત છે. સ્ટુડિયો પ્રેક્ટિસ અને થિયરી વચ્ચે આ લેયર્ડ સહભાગ આર્કિટેક્ચર અને ડિઝાઈન સાથે વિઝ્યુઅલ વિચારધારાને જોડવા માટે સિદ્ધાંત છે. સેન્ટર ફોર વિઝયુઅલ આર્ટસની આગેવાની ડો. બિંદુ ભદાના (ટ્રાન્સકલ્ચરલ સ્ટડીઝ- આર્ટસ એન્ડ કલ્ચર) કરશે.
અનંત યુનિવર્સિટી દ્વારા સેન્ટર ફોર અર્બનીઝમ એન્ડ કલ્ચરલ ઈકોનોમિક્સ (સીયુસીઈ) ભારતમાં શહેરી અને વિકાસ અધ્યયનો અને સાંસ્કૃતિક અર્થશાસ્ત્રનાં બહુશિસ્ત ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે. આ વધતી પોલિસી અને પ્રેક્ટિસ ખાસ કરીને મહામારી પશ્ચાત દુનિયામાં સક્ષમ શહેરો અને સમુદાયો આસપાસ યુએનના એજન્ડા 2030 અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના પરિપ્રેક્ષ્યમાં સુસંગત છે. સેન્ટર ફોર અર્બેનીઝમ એન્ડ કલ્ચરલ ઈકોનોમિક્સ (સીયુસીઈ)ની આગેવાની ડો. આશીમા સૂદ (શહેરી વિકાસ) અને ડો. શુભલક્ષ્મી મોહપાત્રા (માઈક્રો, મેક્રો અને બિહેવિયરલ ઈકોનોમિક્સ) કરશે.
કેન્દ્ર અર્બનીઝમના પરિપૂર્ણ અને સક્ષમ મોડેલોનું વિશ્લેષણ અને વિકાસ કરશે, જે ભારતના સમૃદ્ધ સ્થાવર અને જંગમ વારસાને પૂરક છે. અનંત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ક્રિયેટિવ પ્રેક્ટિસ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ (એસસીઓપીઈ)ના માર્ગદર્શક સિદ્ધાંતો પર નિર્મિત આ કેન્દ્ર રિસર્ચ- ઈન્ફોર્મ્ડ પ્રેક્સિસ પર કેન્દ્રિત છે. સ્થાનિક, શહેરી અને પ્રાદેશિક વિકાસ અધ્યયનો અને સાંસ્કૃતિક અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એન્ક્વાયરી- લેડ પ્રેક્ટિશનર્સ અને પ્રેક્ટિસ- એટેન્ટિવ રિસર્ચર્સની નવી પેઢી તૈયાર કરતાં કેન્દ્રનું લક્ષ્ય અનંત યુનિવર્સિટીને ભારત અને ગ્લોબલ સાઉથમાં શહેરી નિર્મિત પર્યાવરણ અને સાંસ્કૃતિક અર્થશાસ્ત્રમાં ઉત્કૃષ્ટતાનું કેન્દ્રિત તરીકે સ્થાપિત કરવાનું છે.
આ કેન્દ્રોની રજૂઆત વિશે બોલતાં અનંત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અનુનયા ચૌબેએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આવા કાર્યક્રમો લાવવા વિચારતા હતા અને હવે તે સાકાર થયાં છે તે જોઈને ખુશી થાય છે. અનંત યુનિવર્સિટીખાતે કોર્સ સ્માર્ટ સોલ્યુશનરીઝને પોષે છે, તેમને પરિવર્તન લાવવા માટે વિશ્લેષણાત્મક, ડિઝાઈન અને કુશળથા સાથે સુસજ્જ કરે છે. અમે ડિઝાઈન, બિલ્ટ હેબિટાટ અને સસ્ટેનેબિલિટીનાં ક્ષેત્રોમાં બહુશિસ્ત અભિગમ થકી સમુદાયનો સહભાગ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
અનંત નેશનલ યુનિવર્સિટી વિશેઃ
ભારતની પ્રથમ ડિઝાઈન યુનિવર્સિટી અનંત નેશનલ યુનિવર્સિટી (અનંતયુ) અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીના હરિયાળા કેમ્પસમાં સ્થિત છે. તેની સ્થાપના ગુજરાત રાજ્યના વિધાનમંડળ ધારા દ્વારા 2016માં ખાનગી યુનિવર્સિટી તરીકે કરવામાં આવી હતી. અનંતયુનું લક્ષ્ય ડિઝાઈન થિન્કિંગ થકી સમકાલીન સામાજિક- આર્થિક પડકારો અને સક્ષમ નિવારણો વચ્ચેનું અંતર ભરી કાઢવાનું છે. તેની વ્યાપક ખ્યાતિપ્રાપ્ત, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફેકલ્ટી ઉદાર કળાના પરિપ્રેક્ષ્ય સાથે પરિપૂર્ણ ડિઝાઈન શિક્ષણને માર્ગ આપે છે. યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક અનુભવ પોતાના વિકાસ પર કેન્દ્રિત હોઈ સાગમટે ડોમેન નિપુણતા નિર્માણ કરે છે અને ઉદ્યોગને સન્મુખતા આપે છે.