અગ્રણી સિમેન્ટ કંપનીઓમાંની એક જેકે લક્ષ્મી સિમેન્ટે જાન્યુઆરી-માર્ચ 2021ના ક્વાર્ટરમાં તેના વ્યવસાયમાં 25 ટકાનાં ઉછાળા સાથે 1321.99 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જ્યારે જાન્યુઆરી-માર્ચ 2020ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો વ્યવસાય 1061.19 કરોડ રૂપિયા નોંધાયો હતો. પેટકોક, ડીઝલ, ફ્લાય એશ, જીપ્સમ જેવા ઇનપુટ મટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવા છતાં, જેકે લક્ષ્મી સિમેન્ટે વધુ વેચાણ, હાઇ રિયલાઇઝેશન, સારી કાર્યક્ષમતા, ઉત્તમ ઉત્પાદન મિશ્રણ વગેરેને કારણે નોંધપાત્ર લાભને કારણે તેના નફામાં સુધારો કર્યો છે. કંપનીની ઇબીઆઇટીડીએ જાન્યુઆરી-માર્ચ 2021માં અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલ 224.52 કરોડ રૂપિયાથી 31 ટકાના વધારા સાથે 295.20 કરોડ રૂપિયાથી વધુ રહ્યો. વ્યાજ અને ડેપ્રીસિએશન આપ્યા પછી, જાન્યુઆરી-માર્ચ, 21માં પીબીટી લગભગ 66 ટકા વધીને 217.45 કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ફક્ત રૂ.131.09 કરોડ રુપિયા હતો. અપવાદરૂપ માલ, ટેક્સ અને અન્ય વ્યાપક આવક પ્રદાન કર્યા પછી, જેકે લક્ષ્મી સિમેન્ટનો નફો જાન્યુઆરી-માર્ચ 21માં ગયા વર્ષના સમાન ક્વાર્ટરના 101.21 કરોડની સામે 37 ટકા વધીને 138.27 કરોડ રુપિયા થઇ ગયો.
છેલ્લા બાર મહિના દરમિયાન એપ્રિલ.20-માર્ચ.21 દરમિયાન કંપનીનું વેચાણ 8 ટકા વધીને 4384.71 કરોડ થઇ ગયું (4043.50 કરોડ રુપિયા). શ્રેષ્ઠ સંચાલન ધોરણો સાથે, ઇબીઆઇટીડીએ 20 ટકા વધીને 864.22 કરોડ થઇ ગયો (રૂ.722.46 કરોડ). પીએટી સ્તરે જેકે લક્ષ્મી સિમેન્ટનો નફો પાછલાં વર્ષનાં સમાન સમયગાળામાં 236.11 કરોડ રુપિયાના લાભ સામે 55 ટકા વધીને રૂ.366.24 કરોડ થયો છે.
વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી વિનિતા સિંઘાનિયાએ જણાવ્યું હતું કે “આ પ્રદર્શન એટલા માટે વિશેષ છે કે તેને મહામારીના સમયગાળા દરમિયાન હાંસલ કર્યો છે જ્યારે અમે લગભગ 55 દિવસનું ઉત્પાદન અને 40-45 દિવસનું વેચાણ ગુમાવ્યું હતું. તે ખૂબ સંતોષકારક પ્રદર્શન છે અને ટીમ જેકે લક્ષ્મીની ઉત્કૃટતા અને પ્રતિબદ્ધતા વિશે ઘણું સમજાવે છે.”
બોર્ડે 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે ઇક્વિટી શેર દીઠ 3.75 રૂપિયાના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.