મે, 2021- સમયની આગળનું વિચારવા માટે જ્ઞાત વીએલસીસી દ્વારા આજે કોવિડ-19 વાઈરસના સંક્રમણની ઝળુંબતી પશ્ચાત- અસરોને પહોંચી વળવાના વિશિષ્ટ લક્ષ્ય સાથે વ્યાપક પુનઃસ્થાપિત વેલનેસ પ્રોગ્રામ વીકેર રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. સંક્રમણ મુક્ત જાહેર થયા પછી સપ્તાહો અને મહિનાઓમાં યોગ્ય ફોલો-અપ સંભાળ દર્દીઓને પ્રાપ્ત કરવા મદદરૂપ થવા માટે ખાસ તૈયાર કરાયેલો વીકેર શરીર અને મન બંનેની આરોગ્યવર્ધક રિકવરીમાં સહાય કરે છે. પ્રોગ્રામ ઓનલાઈન www.vlccwellness.com પર અને દેશવ્યાપી સર્વ વીએલસીસી વેલનેસ ક્લિનિક્સમાં પણ ઉપલબ્ધ છે.
કોવિડ– પશ્ચાત દર્દી સંભાળના મહત્ત્વ પર બોલતાં વીએલસીસી ગ્રુપના સ્થાપક અને સહ– અધ્યક્ષા શ્રીમતી વંદના લુથરાએ જણાવ્યું હતું કે દેશમાં રોગહર તબીબી ઈકો-સિસ્ટમ સંપૂર્ણ યોગ્ય રીતે જ કોવિડ-19 મહામારી સામે લડવા પર કેન્દ્રિત છે ત્યારે સંક્રમણથી મુક્ત થયા હોય તેવા દર્દીઓને તેઓ આરોગ્યની સંપૂર્ણ રિકવરી હાંસલ કરવા માગતા હોય તો એકધાર્યું માર્ગદર્શન કરવાની જરૂર છે. અસરકાર ફોલો-અપ સંભાળના અભાવથી તેમને વ્યાપક તબીબી ઉપચાર લેવો પડી શકે અને અમુક કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે, જેને લીધે રોગહર આરોગ્ય સંભાળ ડિલિવરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ બોજ આવે છે. વીએલસીસી થેરાપ્યુટિક વેલનેસ ડોમેનમાં તેના ઊંડા જ્ઞાન સાથે અહીં જ કટોકટી સામે લડવામાં અસરકારક રીતે યોગદાન આપવા માગે છે. આપણે આ મહામારીને પાછળ ધકેલી રહ્યાં છીએ ત્યારે કોવિડ-19 પશ્ચાત રિકવરી પ્રોગ્રામ દર્દીને ઉત્તમ આરોગ્ય પુનઃ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવા સાથે ભારતમાં મેડિકેર ડિલિવરી સિસ્ટમ પર અમુક દબાણથી રાહત આપવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.
અધ્યયનો1માં એવું તારણ નીકળ્યું છે કે 80 ટકા સુધી દર્દીઓને તબીબી રિકવરી પછી અને વાઈરસ મુક્ત જાહેર થયા પછી મહિનાઓ સાથે ચિંતાજનક લક્ષણો રહે છે. આ સ્થિતિને હાલમાં સમર્થન મળ્યું છે અને તેને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ, યુએસએ દ્વારા પોસ્ટ- એક્યુટ સિક્વેલ ઓફ સાર્વ કોવ-2 ઈન્ફેકશન 2 (પીએએસસી) નામ આપવામાં આવ્યું છે. કોવિડ- પશ્ચાત લક્ષણોમાં ભરપૂર થાક, અનિદ્રા, ભૂખ નહીં લાગવી, તાવ, ગભરામણ, સૂકી ખાંસી, રેસિડ્યુઅલ બ્રોન્કાઈટિસ, સાંધામાં દર્દ, સ્નાયુમાં સોજો, વિચારમાં અને એકાગ્રતા (બ્રેન ફોગ)માં મુશ્કેલી તેમ જ ગમગીની અને બેચેનીનો સમાવેશ થાય છે. આ લક્ષણોને દીર્ઘ સમય સુધી અવગણવાથી તબીબી ગૂંચ પેદા થઈ શકે છે.
વીએલસીસી ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સૂચિત મુદ્રા ધરાવતા વેલનેસ પ્રોગ્રામ્સ ધરાવતી એકમાત્ર સંસ્થા છે.
વીકેર કોવિડ-19 પશ્ચાત રિકવરી પ્રોગ્રામ કોવિડ-19 મહામારીની લડાઈમાં આગળ રહેલા નિષ્ણાતો અને વિષયી બાબતના નિષ્ણાતો સાથે સલાહમસલતમાં મેડિકલ ડોક્ટરો, ન્યુટ્રિશનિસ્ટો, ફિઝિયોથેરપિસ્ટો અને સાઈકોલોજિસ્ટોની વીએલસીસીની આરએન્ડડી ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.
1 https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7349096/figure/jld200075f1/
2 “Sequelae” refers to a condition that is the result of a previous illness/injury. SARS-CoV-2 is the name of the virus that causes COVID
પ્રોગ્રામ શારીરિક, જૈવરાસાયણિક, શ્વાસોશ્વાસ, તંદુરસ્તી અને દર્દશામક પરિમાણો તેમ જ માનસિક સ્વાસ્થ્ય કલ્યાણમાં માપક્ષમ લાભો પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. દરેક પ્રોગ્રામ પર મેડિકલ ડોક્ટરો દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અને દર્દીનો તબીબી ઈતિહાસ તેમ જ વર્તમાન શારીરિક અને માનસિક સ્થિતિને આધારે દર્દીલક્ષી બનાવવામાં આવ્યોછે. પ્રોગ્રામમાં સ્ક્રીનિંગ અને વ્યાપક આકલન, ફિઝિયોથેરપી, કાર્ડિયો- પલ્મોનરી પુનર્વસન, શારીરિક પ્રવૃત્તિનું માર્ગદર્શન, શ્વાસની કસરતો, આહારમા સુધારણા અને દેખરેખ તેમ જ વર્તનમાં ફેરફાર પર સલાહનો સમાવેશ થાય છે, જેનું લક્ષ્ય માનસિક કલ્યાણ સુધારવા સાથે આયુર્વેદ અને યોગ જેવી વિશિષ્ટ થેરપીઓ આપવાનું પણ છે. મુખ્ય માપક્ષમ લાભોમાં સ્ટેમિના, ફેફસાની ક્ષમતા, શરીરની લવચીકતા, સહનશીલતા, સ્નાયુની શક્તિ, ભૂખ અને પાચનમાં સુધારણા સાથે સાંધામાં દર્દ, સ્નાયુમાં સોજો અને થાકમાં ઘટાડાનો પણ સમાવેશ થાય છે.
કંપનીએ માનવી શરીરની સ્વ- રોગહર સઘનતા અને તેની ઈમ્યુનિટી યંત્રણા મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે ઈમ્યુનિટી બિલ્ડિંગ પ્રોગ્રામ વીશિલ્ડ પણ રજૂ કરવામાં આવ્યો છે. આ પૂર્વસક્રિય આરોગ્ય સંભાળ પહેલ એ ભાન કરાવે છે કે વ્યક્તિની નૈસર્ગિક ઈમ્યુનિટી કોવિડ-19 જેવા વાઈરસ સંક્રમણ ફાટી નીકળે ત્યારે સ્વરક્ષણની પ્રથમ રેખા છે.
વીશિલ્ડ ઈમ્યુનિટી બિલ્ડિંગ પ્રોગ્રામ દર્દીલક્ષી સમાધાન પણ છે અને ત્રણ પગલાંના શિષ્ટાચારનું પાલન કરે છે. પ્રથમ પગલું, એપ્સમ સોલ્ટનો ઉપયોગ કરીને અને મલ્ટીવિટામિન થેરાપ્યુટિક ઓઈલ્સનો ઉપયોગ કરીને શરીરના ડિટોક્સિફિકેશનને પ્રમોટ કરે છે. બીજા પગલામાં મુખ્ય ઉપાપચય અવયવ લિવરની લિવર કોમ્પ્રેસ થેરપી થકી સ્વચ્છતા કરે છે. ત્રીજું અને આખરી પગલું છે ક્રેનિયોસેક્રલ રિફ્રેક્સોલોજી (સીએસઆર), જે ઈમ્યુન સિસ્ટમને ગતિ આપે છે અને શરીરમાં તાણ અને તણાવ ઓછો કરે છે, લોહી અને લિમ્ફનું અભિસરણ સુધારે છે અને શરીરની ટિશ્યુમાંથી ટોક્સિન્સને દૂર કરે છે.
વીકેર અને વીશિલ્ડ પ્રોગ્રામ મેડિકલ ડોક્ટરો, ફિઝિયોથેરપિસ્ટો, ન્યુટ્રિશનિસ્ટો અને થેરપી એક્સપર્ટસ દ્વારા આપવામાં આવે છે અને ઓનલાઈન (www.vlccwellness.com) પર તેમ જ ભારતભરમાં લગભગ 150 વીએલસીસી વેલનેસ ક્લિનિક્સમાં પણ ઉપલબ્ધ છે. કંપનીએ આ પ્રોગ્રામ આપવા માટે દેશભરની હોસ્પિટલો સાથે ભાગીદારી કરી છે, જેની મુદત આરોગ્યની સ્થિતિની તીવ્રતાને આધરે 1થી 4 સપ્તાહની છે.