કોરોનના કપરા સમય દરેક વ્યક્તિને એક યાતો બીજી રીતે મુશ્કેલીનું સામનો કરતુ જોવા મળ્યું છે તેને દરેક વ્યક્તિ ભૂલી અને તેનો સામનો કરી આગળ વધે તે હેતુથી જૈન વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા પોતાના ગ્રુપ ને સફળતાપૂર્વક એક વર્ષ પૂરું કાર્ય હોવાના કારણે સેલિબ્રેશન નું આયોજન કર્યું છે જેમાં જે સ્ત્રીઓ પોતાનું જીવન ઘરકામ કરીને ગુજરાતી હતી અને પોતાનામાં ઘણી આવડત હોવા છતાં પણ બહાર નીકળતી ન હતી તેઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જ્યાં તેઓ દરેક પ્રકારની વસ્તુઓ મૂકી શકશે અને અવનવી વસ્તીઓની ખરીદી પણ કરી શકશે. આ એક્ઝિબિશન અને સેલિબ્રેશન તા. ૧૯ જુલાઈ ના રોજ હોટેલ રિવેરા, આશ્રમ રોડ ખાતે એક દિવસીય યોજવામાં આવ્યું છે. જેમાં દરેક યુવતી વિના ખર્ચ આમાં જોડાઈ શકશે. આ એક્સહિબીશન નું આયોજન હિના લુંકાર અને કવિતા જૈન દ્વારા કરવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનના આયોજન વિશે વાત કરતા કવિતા જૈન દ્વારા જણાવામાં આવ્યું હતું કે, જૈન ગ્રુપ ની ઘણી મહિલાઓ ખુબજ આવડત ધરાવતી હમે જોઈ છે એને બહાર લોકો સમક્ષ લાવા માટે આ ગ્રુપ બનાવામાં આવ્યું હતું જેની સરુવાત કોરોનાની પ્રથમ લહેર પછી કરી હતી. આજે ૪૫૦ થી વધુ મહિલાઓ આમાં જોડાઈ છે અને આ એક્સહિબીશન માં જોડાઈ રહી છે જેનો ખુબજ ગર્વ છેઅને આગળ જતા પણ આ રીતની પ્રવૃતિઓનું આયોજન કરતા રહીશુ.