ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધિકારો હસ્તગત કર્યા પછી, પ્રાઇમ વિડીયો ઇન્ડિયાએ ડબલ્યુએનબીએની 25મી સિઝન સાથે વૈશ્વિક રમતોનું લાઇવ પ્રસારણ વિસ્તાર્યું
21 ઓગસ્ટ, 2021થી ડબલ્યુએનબીએ ગેમ્સનું જીવંત પ્રસારણ ફરી શરૂ થશે
મુંબઈ, 19th ઓગસ્ટ, 2021: પોતાના લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ પોર્ટફોલિયોને વધારીને એમેઝોન પ્રાઇમ વીડિયો અને વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (ડબલ્યુએનબીએ)એ આજે જાહેરાત કરી હતી કે, ભારતમાં લાખો પ્રાઇમ મેમ્બર્સ 21 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં લીગની ઐતિહાસિક 25મી સિઝન દરમિયાન ડબલ્યુએનબીએ ગેમ્સનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. આ પગલું મે 2021માં એમેઝોન (NASDAQ: AMZN) અને વિમેન્સ નૅશનલ બાસ્કેટબૉલ એસોસિએશન (ડબલ્યુએનબીએ) વચ્ચેના બહુવર્ષીય કરારના પગલે લેવાયું છે, જે પ્રાઇમ વીડિયોને સમજૂતીની દરેક સિઝનની પસંદગીની લીગ ગેમ્સ માટે ભારતમાં પ્રાઇમ વીડિયોને એક્સક્લૂઝિવ સ્ટ્રીમિંગ રાઇટ્સ આપે છે. આ સમજૂતી દ્વારા પ્રાઇમ વીડિયોએ વિમેન્સ પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગનું જીવંત પ્રસારણ માટે ભારત કરવા પહેલી વાર વિશિષ્ટ અધિકારો મેળવ્યાં છે. આ સાથે ભારતમાં પ્રાઇમ મેમ્બર્સ 2021 ડબલ્યુએનબીએ સિઝનના બીજા હાફમાંથી છ રમતો જોઈ શકશે. ડબલ્યુએનબીએ ગેમ્સ ભારતમાં પ્રાઇમ વીડિયોના દર્શકો માટે પ્રથમ લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ અનુભવ બની રહેશે.
5 મે, 2021થી શરૂ થયેલી આ સિઝનની આગામી ડબલ્યુએનબીએ ગેમનું પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમિંગ ઉપલબ્ધ છે, જે 21 ઓગસ્ટના રોજ ન્યૂયોર્ક લિબર્ટી અને સીએટલ સ્ટોર્મ વચ્ચે રમાશે. પછી અન્ય પાંચ મેચો રમાશે. અગાઉની ગેમ ચુકી ગયેલા દર્શકો માટે અંગ્રેજીમાં એપ પર સંપૂર્ણ રિપ્લે ઉપલબ્ધ થશે.
અત્યારે પોતાની 25મી સિઝનમાં ડબલ્યુએનબીએ સતત પ્રગતિ કરતી બાસ્કેટબોલ લીગ છે, જે મહિલાઓના પાવર તરીકે આગવું સ્થાન ધરાવે છે. 12 ટીમ ધરાવતી ડબલ્યુએનબી વિશિષ્ટ સ્પોર્ટ પ્રોપર્ટી છે, જેમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશકતાની કટિબદ્ધતા તથા સામાજિક જવાબદારી સાથે સ્પર્ધા અને મનોરંજનનો સમન્વય થયો છે
ચૈતન્ય દિવાન, એમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયા પ્રવક્તા એ જણાવ્યું હતું કે, “અમે અમારા દર્શકો માટે ડબલ્યુએનબીએ ગેમ્સ લાવીને ખુશ છીએ. અમને વિશ્વાસ છે કે એમેઝોન પ્રાઇમ વિડીયો પર ડબલ્યુએનબીએ ગેમ્સનો વૈશ્વિક સ્તરનો, અવરોધમુક્ત જીવંત અનુભવ ભારતમાં બાસ્કેટબૉલના વધતા જતા ચાહકક વર્ગને આનંદિત કરશે.”
એનબીએ ઇન્ડિયાના ગ્લોબલ કન્ટેન્ટ અને મીડિયા ડિસ્ટ્રિબ્યુશનના હેડ સની મલિકે કહ્યું હતું કે, “અમને એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા ભારતમાં અમારા પ્રશંસકોને ડબલ્યુએનબીએ ગેમ્સ ઓફર કરવાની ખુશી છે. આ જોડાણ ગેમ્સની સરળ સુલભતા પ્રદાન કરશે, અમારી વિઝિબિલિટી વધારશે અને આ વિસ્તારમાં એની પહોંચ વધારશે તેમજ દુનિયામાં સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ લીગ પૈકીની એક વિશે પ્રશંસકોને જાણકારી આપશે.”
ડબલ્યુએનબીએ 2021ની સિઝનના બીજા હાફ દરમિયાન પ્રાઇમ વીડિયો પર પ્રસારિત થનાર છ ગેમ્સનું શીડ્યુલ:
તારીખ | હોમ ટીમ | અવે ટીમ | ટાઇમ (IST) |
8/21/2021 | ન્યૂયોર્ક | સીએટલ | 4:30 સવારે |
8/27/2021 | વોશિંગ્ટન | ડલ્લાસ | 4:30 સવારે |
9/1/2021 | મિન્નેસોટા | ન્યૂયોર્ક | 5:30 સવારે |
9/3/2021 | સીએટલ | ન્યૂયોર્ક | 7:30 સવારે |
9/8/2021 | ડલ્લાસ | કનેક્ટિકટ | 5:30 સવારે |
9/17/2021 | એટલાન્ટા | લોસ એન્જિલસ | 4:30 સવારે |
ન્યૂઝિલેન્ડ ક્રિકેટ માટે ભારતીય વિસ્તારના અધિકારો મેળવ્યા પછી ડબલ્યુએનબીએનો ઉમેરો એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એના દર્શકોને બેસ્ટ સ્પોર્ટ્સ પ્રદાન કરવાની દિશામાં વધુ એક પગલું છે.