જુલાઈ , 2021 – મુંબઈ સ્થિત ફિનપ્લાન ઈન્ટરનેશનલ એજ્યુકેશન, ભારતની સૌથી મોટી ઈન્સ્ટીટ્યુશન જે ક્વાલીફાઈડ સ્કીલ્ડ પ્રોફેશનલ્સ ને તૈયાર કરે છે તેને સુરતની અગ્રણી પ્રીમીયર યુનીવર્સીટી, ઓરો યુનીવર્સીટી સાથે શિક્ષણ, રીસર્ચ અને પ્લેસમેન્ટ ક્ષેત્રે સામૂહિક પ્રયાસો કરવા માટે જોડાણ કર્યું છે. વિદ્યાર્થીને હવે ઓરો યુનીવર્સીટી ખાતે ઈન્ટરનેશનલ એકાઉન્ટીંગ પ્રોગ્રામમાં બી.કોમ (બી.કોમ ઈન્ટરનેશનલ) કરવાની તક મળશે અને તેમની કારર્કિદી ઈન્ટરનેશનલ એકાઉન્ટીંગ, ફાઈનાન્સ, રીસ્ક મેનેજમેન્ટ, ફાઈનાન્સીયલ રીપોર્ટીંગ, બીઝનેશ એનાલીસીસ અને લીડરશીપ ક્ષેત્રે અગ્રીમતા મેળવી શકશે.
2011માં સ્થાપિત, ઓરો યુનીવર્સીટી મુલ્યવર્ધીત શિક્ષણ મેળવવામાં માને છે અને એકીકૃત શિક્ષણ પુરુ પાડે છે જ્યાં મન, શરીર અને ઉર્જા એકીકૃત થાય અને એક એવી સફર જેમાં આજીવન સમૃદ્ધિ મળે તેના માટે તૈયાર થઈ જાય. યુનીવર્સીટીમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ છે, અને 8 સ્કુલ દ્વારા 35 શૈક્ષણિક કાર્યક્રમો અને 50થી વધુ એમઓયુ અને જોડાણો કરેલા છે, તદ્ઉપરાંત ઈન્ટરનેશનલ રીસર્ચ નેટવર્કનો પણ ભાગ છે.
આ જોડાણ વિદ્યાર્થીઓને બીઝનેશને લગતી લાયકાત પુરી પાડવાનો ધ્યેય ધરાવે છે તેમાં નવીનત્તમ આંતરરાષ્ટ્રીય જ્ઞાન તથા વૈશ્વિક સ્તરે જરૂરી એવું કૌશલ્ય તેમને શૈક્ષણિક પ્રોગ્રામ, રીસર્ચ પ્રોજેક્ટ્સ, ટ્રેનીંગ, ઈન્ટરશીપ્સ વગેરેની મદદથી પુરુ પાડવામાં આવશે અને આ જ્ઞાન સૌથી વધુ લાયક અને અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ જે બી.કોમ ઈન્ટરનેશનલ પ્રોગ્રામ પસંદ કરી રહ્યાં છે તેઓને એસીસીએ પ્રોફેશનલ ક્વાલીફેક્શન મળશે સાથોસાથ 179 દેશોમાં ગ્લોબલ ચાર્ટડ એકાઉન્ટન્સ (ગ્લોબલ સીએ) તરીકે ઓળખાવવાની તક મળશે અને તેમના ખાસ ઈન્ટરનેશનલ એકાઉન્ટીંગ ડિગ્રીમાં બેચલર્સની પણ તક મળશે. બેવડી ડિગ્રી તેમના કારર્કિદીના પોર્ટફોલીયોમાં ઉચ્ચ મુલ્યોનો ઉમેરો કરશે. એસીસીએ ડિગ્રી સિવાય, પ્રોગ્રામ તેમને એનએસઈ, એનઆઈએસએમ તરફથી ફાઈનાન્સીયલ લીટરસી વિષયોમાં એન્ટરપ્રિન્યોરશીપ લર્નીંગના સર્ટીફીકેટ ઓફર કરશે જે તેમના પ્રોફેશનલ કોશલ્યવર્ધનમાં વધુ ઉમેરો કરશે. વધુમાં, એસીસીએ બોડી ઈન્ટરનેશનલ એકાઉન્ટીંગમાં માં બી.કોમના વિદ્યાર્થીઓને 13 પેપર્સમાંથી 6 પેપરની છૂટ આપશે.
ગુણવત્તાસભર એક્સચેન્જને સક્રિય કરવા, ફેકલ્ટી મેમ્બર્સને ટીટીટી (ટ્રેઈન ધ ટ્રેઈનર) પ્રોગ્રામના ભાગરૂપે ઉંડાણપુર્વકની તાલીમ આપવામાં આવશે જે ખ્યાતનામ ઈન્ટરનેશનલ ટ્રેઈનર્સ દ્વારા પુરી પાડવામાં આવશે. ઉપરાંત, સેલ્ફ-ડેવલપમેન્ટ એજન્ડાના ભાગરૂપે, ફેકલ્ટીને વૈશ્વિકસ્તરે સ્વિકાર્ય એકાઉન્ટીંગ એન્ડ ફાઈનાન્સીયલ સ્ટાન્ડર્ડ્સ આઈએફઆરએસ(ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ રીપોર્ટીંગ સ્ટાન્ડર્ડ્સ)ને પણ શીખવાનો અનુભવ મળશે.
ભાગીદારી વિશે વાત કરતાં, કશીષ ખીલાની, એમડી એન્ડ સીઈઓ, ફીનપ્લાન ઈન્ટરનેશનલ એજ્યુકેશન જણાવે છે કે અમે સૌથી ખ્યાતનામ ઓરો યુનીવર્સીટી સાથે ભાગીદારી કરીને સન્માનિત અનુભવીએ છે. આ પગલું એ અમારા વૈશ્નિક શિક્ષણ અને ટ્રેનીંગ બંન્ને માટે શૈક્ષણિક ઈકોસીસ્ટમ અને શીખવા ઈચ્છુકોને જેઓ કોર્પોરેટ અને લીડરશીપ પદ મેળવવાનો ધ્યેય ધરાવે છે તેમને વૈશ્વિક અનુભવ પુરો પાડવા માટે નવા વિકલ્પો ઉભા કરવાના પ્રયત્નનો ભાગ છે.
ભારતએ વૈશ્વિક તકો માટેનું ઉભરતું બજાર છે અને માટે જ ફિનપ્લાન સાથેની ભાગીદાર દ્વારા, અમે ઓરો યુનીવર્સીટી ખાતે જે વિદ્યાર્થીઓ વૈશ્વિક કારર્કિદીની તકો ઝડપવા ઈચ્છે છે તેમને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પુરુ પાડવા માટે શિક્ષણ અને ભણતરમાં વૈવિધ્યતામાં વધારો કરવા પ્રતિબદ્ધ છીએ. તેમ ડો. રાજન વેલુકર, વાઈસ ચાન્સેલર, ઓરો યુનીવર્સીટી, સુરત જણાવે છે.
ફિનપ્લાન એ એસીસીએ(એસોસીયેશન ઓફ ચાર્ટ્ડ સર્ટીફાઈડ એકાઉન્ટન્ટ્સ, યુકે)નું ગોલ્ડ પ્રમાણિત લર્નીંગ પાર્ટનર છે અને તેનું જુદી જુદી પ્રમાણિત ઈન્સ્ટીટ્યુશન્સ જેવી કે નગીનદાસ ખાંડવાલા કોલેજ (ઓટોનોમશ) જે મુંબઈ યુનીવર્સીટી(મુંબઈ) સાથે સંલગ્ન છે, ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ (ઓટોનોમશ) જે મુંબઈ યુનીવર્સીટી(મુંબઈ) સાથે સંલગ્ન છે, KES’ B K Shroff College of Arts & M H Shroff College of Commerce (ઓટોનોમશ) જે મુંબઈ યુનીવર્સીટી(મુંબઈ) સાથે સંલગ્ન છે, લાલા લજપત રાય કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમીક્સ જે મુંબઈ યુનીવર્સીટી(મુંબઈ) સાથે સંલગ્ન છે. તેઓ ઈન્સ્ટીટ્યુટ ઓફ રીસ્ક મેનેજમેન્ટ (આઈઆરએમ), યુકે દ્નારા બ્લેન્ડેડ લર્નીંગ કોચીંગ પાર્ટનર તરીકે પણ પ્રમાણિત છે.