- 18મી ઓગસ્ટ, 2021ના રોજ લોન્ચ થશે
- ન્યુ એમેઝ ઉત્કૃષ્ટ એક્ટીરિયર સ્ટાઈલ અને ઉત્તમ ઈન્ટીરિયર્સ સાથે બજારમાં આવશે
- ગ્રાહકો ઓનલાઈન સેલ્સ પ્લેટફોર્મ ‘હોન્ડા ફ્રોમ હોમ’ અને ભારતભરની ડીલરશિપ્સ મારફત નવું મોડલ બૂક કરાવી શકે છે
August 2021:ભારતની અગ્રણી પ્રીમીયમ કાર ઉત્પાદક કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ) 18મી ઓગસ્ટ, 2021થી નવી હોન્ડા અમેઝ લોન્ચ કરશે. નવી એમેઝ સ્ટાઈલિશ નવા લૂક, એક્ટીરિયર્સમાં ઉત્કૃષ્ટ બદલાવ અને ઉત્તમ ઈન્ટીરિયર્સ સાથે બજારમાં આવશે. કંપનીએ આજે રૂ।. 21,000ની બૂકિંગ રકમ સાથે સમગ્ર દેશની તમામ અધિકૃત ડીલરશિપ ખાતે નવી કારના પ્રી-બૂકિંગ્સની શરૂઆત કરી છે. વધુમાં, ગ્રાહકો રૂ।. 5,000ની રકમ સાથે એચસીઆઈએલ વેબસાઈટ પર ‘હોન્ડા ફ્રોમ હોમ’ પ્લેટફોર્મ મારફત તેમના ઘરે બેઠા કારને ઓનલાઈન પણ ખરીદી શકે છે.
ન્યુ એમેઝના લોન્ચ અંગે વાત કરતા હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, “2013માં તેની શરૂઆત થઈ ત્યારથી ભારતના 4.5 લાખથી વધુ ગ્રાહકોએ તેની ખરીદી કરી છે અને ભારતની સૌથી પસંદગીની ફેમિલી સીડાન્સમાં તેને સ્થાન અપાવ્યું છે. આ મહિને ન્યુ અમેઝને લોન્ચ કરીને આ મોડલની સાફલ્યગાથામાં એક નવું પ્રકરણ ઉમેરતા ઉત્સાહનો અનુભવ કરી રહ્યાં છીએ. નવી અમેઝ બની છે વધુ પ્રિમીયમ, સ્ટાઈલીશ અને સોફિસ્ટીકેટેડ.અમે આગામી તહેવારોની મોસમમાં તદ્દન નવી પ્રોડક્ટ્સ સાથે બજારમાં નવીન તાજગી ઉમેરવા જઈ રહ્યાં છીએ.”
હોન્ડા અમેઝ હાલ તેની બીજી જનરેશનમાં હોન્ડાનું સૌથી વધુ વેચાયેલું મોડલ છે અને ભારતમાં વૈવિધ્યસભર ગ્રાહક બેઝ ધરાવે છે. ભારતીય ગ્રોહકોની વૃદ્ધિ પામતી જરૂરીયાતો અને આંકાક્ષાઓને ધ્યાનમાં રાખીને આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. તે બોલ્ડ ડીઝાઈન, વૈભવી અને અવકાશયુક્ત ઈન્ટીરિયર્સ, અદભૂત ડ્રાઈવિંગ પર્ફોર્મ્ન્સ, એડવાન્સ ફીચર્સ અને સેફ્ટી ટેકનોલોજી સાથે ‘સીડાનનો એક સ્તર ઉપરનો અનુભવ’ પ્રદાન કરતું સમકાલિન અને પ્રીમિયમ મોડલ છે. હોન્ડા અમેઝ બંને ઈંધણ વિકલ્પો સાથે મેન્યુઅલ અને સીવીટી આવૃત્તિમાં ઉપલબ્ધ 1.5એલ આઈ-ડીટીઈસી ડિઝન એન્જિન અને 1.2એલ આઈ-વીટીઈસી પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિક છે.