ડિજીટલ અને પરંપરાગત માધ્યમો દ્વારા બ્રાન્ડની પહોંચ વધારવા બોલીવુડ સુપરસ્ટાર બ્રાન્ડ સાથે જોડાશે.
મુંબઈ, 2021 – સૌથી ઝડપથી વિકસતી એફએમસીજી કંપનીઓમાંથી એક, એમ્પાયર સ્પાઈસીસ અને ફુડ્સ લીમીટેડ (ઈએસએફએસએલ) જે તેની ફ્લેગશીપ બ્રાન્ડ રામ બંધુ માટે પ્રખ્યાત છે તેને તેના અથાણા અને પાપડની ઉત્પાદોની શ્રેણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુપરસ્ટાર માધુરી દિક્ષીત-નેનેની પસંદગી કરી છે. તાજેતરના કેમ્પેઈન “આપકા ટેસ્ટ પાર્ટનર” માં અથાણા અને પાપડની જુદીજુદી બહોળી શ્રેણીને આવરી લે છે જેના થકી લક્ષ્યાંકીત ગ્રાહકો સુધી સરળતાથી અને કાર્યક્ષમરીતે પહોંચી શકાય. કલાકાર સાથેનું જોડાણ એ સમયે થઈ રહ્યું છે જ્યારે કંપની તેના ધંધાના વિસ્તરણ કરી રહી છે અને નવા બજારોમાં પહોંચી રહી છે. કંપની લોકો દ્વારા વપરાતી ઘર વપરાશની રોજીંદી ચીજવસ્તુઓની બહોળી શ્રેણી ઓફર્સ કરે છે જેમાં અથાણા, પાપડ, મસાલા, કેચપ, સોઅસીસ, પેસ્ટ્સ અને ચટણીઓનો સમાવેશ થાય છે.
હેમંત રાઠી (ચેરમેન, ઈએસએફએલ) જણાવે છે કે, “ભારતભરમાં અમારી પહોંચ વિસ્તરી રહી છે અને આ જાહેરાત અમારી બ્રાન્ડને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વપરાશકર્તા સાથે સારી રીતે જોડાવવામાં મદદ કરશે. અમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એવા વ્યક્તિની પસંદગી કરવા ઈચ્છતા હતા જે અમારા લક્ષ્યાંકિત ગ્રાહક ને અમારી પ્રોડક્ટ્સ ખુબ જ સારી રીતે રજૂ કરી શકે, અને એના માટે માધુરી દિક્ષીત કરતાં સારું કોણ હોઈ શકે જે અંગત જીવનમાં એક કામ કરતી માતા છે અને પ્રચલિત બોલીવુડ કલાકાર છે અને જે ભારતભરમાં તથા પેઠીઓમાં ખુબ જ પ્રખ્યાત છે અને વિદેશમાં પણ અમારી બ્રાન્ડની જેમ મજબુત છબી ધરાવે છે. કેમ્પેઈનને 360 ડિગ્રી અપ્રોચ દ્વારા હાથ ધરવામાં આવશે જેમાં ટીવી, આઉટ-ઓફ-હોમ, ડિજીટલ અને સોશીયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.”
જોડાણ વિશે વાત કરતાં માધુરી-દિક્ષીત નેને જણાવે છે કે “દેરક વ્યક્તિ અથાણું ખાઈને મોટા થયા છે અને તેની સાથે ઘણી મજબુત યાદો જોડાયેલી છે, કેટલીકવાર તે દાદીમાંનો પ્રેમ હોય, કે માતાની હુંફ હોય છે. મારુ “આપકા ટેસ્ટ પાર્ટનર” કેમ્પેઈન સાથેનું જોડાણ મને મારી નાનપણની યાદ અપાવે છે જ્યારે અથાણું અને પાપડ ખાવાની કંઈક અલગ જ મજા હતી. હું રામ બંધુ જેવી આદરણીય અને મનપસંદ બ્રાન્ડના કેમ્પેઈન સાથે જોડાઈને ઉત્સાહીત છું.”
ઈએસએફએલના બ્રાન્ડ પોર્ટફોલીયોમાં રામ બંધુ, આરબીએમ, ટેમ્પટીન અને ઝૈકાનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડને લોકો દ્વારા તેના સ્વાદ, વિવિધતા અને સુગમતા જે તે પુરી પાડી પાડે છે તેના માટે પસંદ કરવામાં આવે છે. કંપની ભારતના 12 રાજ્યોના બજારોમાં હાજરી ધરાવે છે જેમાં 5 લાખ જેટલી રીટેલ શોપ્સ, મોટી ફિલ્ડ ફોર્સની ટીમ અને 1000થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ જે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને રાંધવાની વાનગીઓને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સમર્પિત છે. કંપની પ્રોડ્કટ્સની યુએસ, યુકે, કત્તાર, દુબઈ, કેનેડા, જર્મની, નેધરલેન્ડ્સ, લક્સ્મબર્ગ અને બહેરીન જેવા દેશમાં નિકાસ પણ કરે છે.