અમદાવાદ, ઓગસ્ટ, 2021 – ‘ક્વોલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા યોજવામાં આવતો ‘ક્વોલિટી માર્ક એવોર્ડ્સ’ આ વર્ષે દસમી આવ્રુતિ છે, ક્વોલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા મેક ઇન ઈન્ડિયા ના કોન્સેપ્ટ હેઠળ એવી ઓર્ગેનાઇજેશન ને સન્માનવામાં આવે છે. જે ઉદ્યોગમાં ઝડપથી આગળ વધતા બજારમાં તેમના ઉત્પાદનો અને સેવાઓ માટે પોતાની ઓળખ બનાવે છે.
રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલ, અને શ્રી કુંવરજીભાઈ બાવળિયા 10 ઓગસ્ટ 2021ના રોજ હિલ્ટન અમદાવાદ દ્વારા ડબલ ટ્રી ખાતે ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2021 માં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે ભારતના સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી, ગુજરાત-ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડિયા, ગુજરાત-મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ હતા. આ ઉપરાંત નેશનલ કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયાના શ્રી દિલીપ સંઘાણી, ભાજપ મહિલા મોર્ચા, ગુજરાત રાજ્યના અધ્યક્ષ ડો.દીપિકા સરવડા અને ભાજપા યુવા મોર્ચા, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રમુખ ડો.રૂત્વિજ પટેલ પણ ખાસ મહેમાન હતા. આ કાર્યક્રમમાં બોલીવુડના ખાસ શ્રી અસરાની અને ભૂમિ ત્રિવેદી હાજર રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ શ્રી હેતલભાઈ ઠક્કર સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘ક્વોલિટી માર્ક એવોર્ડ્સ’ ના છેલ્લા નવ કાર્યક્રમોને ઉદ્યોગસાહસિકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને ભારતના 16 રાજ્યોના 800થી વધુ સાહસિકોએ આ પુરસ્કારોમાં ભાગ લીધો છે. ઉદ્યોગ ઉપરાંત, મહિલા ઉદ્યોગસાહસિકો અને સેવા ઉદ્યોગની વ્યક્તિઓએ પણ ‘ક્વોલિટી માર્ક એવોર્ડ્સ’ માં ભાગ લીધો છે, જેમાંથી 35 સાહસિકોને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાઈ ભાઈ ફેમ, શ્રી અરવિંદ વેગડા, જે સંસ્થા સાથે સંકળાયેલા છે, તેમની સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ક્વોલિટી માર્ક એવોર્ડમાં ભાગ લેનાર દરેક મહેમાન માટે વેક્સિન પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે અને ક્વાલિટી માર્ક એવોર્ડનું પ્રસારણ VTV ન્યૂઝ દ્વારા ટેલિકાસ્ટ કરવામાં આવશે..અને સંસ્થામાં જરૂરી યોગદાન આપવા માટે અમે સ્પેશિયલ ટોપ FMનો પણ આભાર માનીએ છીએ.
આ વર્ષે ક્વોલિટી માર્ક એવોર્ડ જીતનાર સાહસિકોની યાદી નીચે મુજબ છે.
તીર્થ ગોપીકોન પ્રાઇવેટ લિમિટેડ, દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ, ભગત ધાણાદાળ કોર્પોરેશન, ફ્લોકેમ એન્જિનિયરીંગ પ્રાઇવેટ લિમિટેડ, શ્રીગંગાનગર ઝિલા દુગ્ધ ઉત્પાદક સહકારીસંઘ લિમિટેડ, અરણેજા પેકેજીંગ ઇન્ડિયા, હરિહર સ્ટીલ પ્રોડક્ટ, રાજેન્દ્રસિંહ રાઠોડ, ઓર્ચિડ બાયો-ટેક લિમિટેડ, કેયુર દેસાઇ, પીઆર 24*7, ડીએન્ડવી બિઝનેસ કન્સલ્ટિંગ, વી.પી. પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સ, કસ્થમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, રિજીયસ લાઇફસ્ટાઇલ, જાઇ શાહ, અર્થ ઇન્ફ્રાસ્પેસ, એડવોકેટ રાહુલ કે. રાજપુત, પૂજા ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ, અન્ત્રા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ, કાપડિયા એન્ડ કંપની, નિલમ્સ રિલ્ટર્સ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ, નિધિ યોગા હબ, ધ મારુતિનંદન ગ્રાન્ડ, ડબલ ટ્રી હિલ્ટન, એટક્રાફ્ટ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ઓવેન્સ કોર્નિગ-ઇન્ટરનેશનલ પેકેજીંગ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, યુનિવર્સલ એન્જિનિયરીંગ, મણીલાલ એન્ડ સન્સ, નિધિ સીડ્સ, રેમંડ લિમિટેડ (જલગાંવ), ત્રિવેદી લો ઓફિસ એન્ડ એસોશિએટ્સ, નકોડા સ્ટીલ, ગ્રીનલેન્ડ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.