- આ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં દરરોજ રીવૉર્ડ્સ મળશે
- કોઇને પણ, ક્યાંયથી પણ ચૂકવણી કરોઃ સ્થાનિક દુકાનથી માંડીને કોન્ટેક્ટ્સને નાણાં મોકલવા અને માસિક બિલની ચૂકવણી અને બીજું ઘણું બધું
- શરૂઆત કરવા માટે એમેઝોનની એપની અંદર એમેઝોન પે પર જાઓ
સપ્ટેમ્બર, 2021:એમેઝોન પેએ જાહેર કર્યું છે કે, હવે 5 કરોડ ગ્રાહકો એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સીમાચિહ્નની ઉજવણી કરવા માટે એમેઝોન પે ખરીદી કરવા, બિલની ચૂકવણી કરવા, ઓનલાઇન વેપારીઓને ચૂકવણી કરવા અને પોતાના કોન્ટેક્ટ્સને નાણાં મોકલવા માટે એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહેલા તમામ ગ્રાહકોને સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન દરરોજ રીવૉર્ડ્સ આપવામાં આવી રહ્યાં છે.
આ સીમાચિહ્ન અંગે ટિપ્પણી કરતાં એમેઝોન પેના સીઇઓ અને વીપી મહેન્દ્ર નેરુરકરે જણાવ્યું હતું કે, “અમારું મિશન ચૂકવણીની પ્રક્રિયાને ભરોસેમંદ, સુગમ અને લાભદાયી બનાવવાની છે. યુપીઆઈને જે રીતે ઝડપથી સ્વીકારવામાં આવી રહ્યું છે, તે જોઇને અમે ખૂબ જ રોમાંચિત છીએ, જેની મદદથી ગ્રાહકો હવે એમેઝોનની એપ પર ખરીદીથી પણ વિશેષ ઘણું બધું કરી શકે છે. અમે યુપીઆઈ મારફતે અમારા લાખો ગ્રાહકો અને વેપારીઓને સેવા પૂરી પાડીને ખૂબ જ આનંદિત છીએ તથા રોકડના વ્યવહારો ઘટાડવાના ભારત સરકારના વિઝનને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છીએ.”
ગ્રાહકો કોઇપણ યુપીઆઈ ક્યૂઆર કૉડને ફક્ત સ્કેન કરીને 2 કરોડ સ્થાનિક દુકાનોને ચૂકવણી કરવા માટે એમેઝોન એપનો ઉપયોગ કરી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં એમેઝોન યુપીઆઈનો ઉપયોગ કરનારા અમારા 75%ગ્રાહકો ટિયર 2 અને ટિયર 3 શહેરોના હતાં, જે યુપીઆઈની વધતી પહોંચને સૂચવે છે. સ્થાનિક દુકાનો ઉપરાંત, ગ્રાહકો હવે તેમના ફોન, ડીટીએચને રીચાર્જ કરવા, તેમના કોન્ટેક્ટ્સને નાણાં મોકલવા, ઘરકામ કરનારા લોકોને પગાર ચૂકવવા, Amazon.in પર ખરીદી માટે ચૂકવણી કરવા તથા બીજું ઘણું બધું કરવા માટે એમેઝોનની એપની અંદર રહેલા એમેઝોન પેનો ઉપયોગ કરી શકે છે.
એમેઝોન પેનો ઉપયોગ શરૂ કરવા માટે ગ્રાહકોએ ફક્ત એમેઝોનની એપ ખોલીને એમેઝોન પે પર જવાનું છે અને ફક્ત થોડી જ સેંકડોમાં સેટ થઈ જતાં તેમના યુપીઆઈ એકાઉન્ટને સેટ કરવાનું છે;આટલું કર્યા પછી તેઓ યુપીઆઈ અને એમેઝોન પેની 24X7 સુગમતા અને સુરક્ષા મારફતે ચૂકવણી કરી શકે છે તથા આકર્ષક દૈનિક રીવૉર્ડ્સ મેળવી શકે છે.