અમદાવાદ, સપ્ટેમ્બર 2021 – ડોક્ટર જ્યારે ઓપરેશન થિયેટર બહાર તમારી પત્ની ને કહે કે શક્ય છે આ તમે એને જીવતો છેલ્લી વાર જુવો છો અથવા બહાર આવે પરંતુ આખી જિંદગી પથારીમાં પડ્યું રહેવું પડે અથવા ભગવાનને મંજૂર હોય અને બહુ સારું થાય તો ઘોડીના સહારે ઘરમાં ફરી શકે, બાકીનું બધું ભૂલી જાવ, અને તમારી પત્ની કહે તમે લઈ જાઓ એ જીવતો આવશે અને બમણા વેગે એ બધું કરશે તે તમે નહિ ધાર્યું હોય અને પાછા અર્ધ બેભાન અવસ્થામાં આ સાંભળો અને જીંદગી ની ચલેન્જ ને ઉત્સાહભેર ઝડપી લો
બસ આવીજ એક વ્યક્તિ કે જે ચાર વર્ષ પેહલા 600 કીમી સાઇકલ ચલાવતા એક્સિડન્ટ નો ભોગ બને અને આજે 52 વર્ષ ની ઉંમરે બધાંને સાઇકલ ચલાવવા પ્રોત્સાહિત કરે અને પોતે 50000 કીમી ની સાઇકલ સફર પૂરી કરે સ્ત્રાવા નામની એપ્લિકેશન ઉપર
આ છે આર્કિટેક્ટ જીજ્ઞેશ પટેલ કે જે જીગી નામના હુલામણા નામથી ઓળખાય છે અને સિમ્બાલિયન સાયકલિંગ કોમ્યુનિટી નો ફોઉન્ડર છે એ એવી વ્યક્તિ છે જેણે ગૂજરાત આખા માં પ્રથમ વાર બધા થઈને અંદાજિત એક લાખ કિલોમીટર સાઇકલ ચલાવી છે
બે મોટી આઠ ઇંચની પ્લેટ્સ ત્રણ મોટા પાંચ ઇંચ ના સ્ક્રુ અને અસંખ્ય નાના નાના સ્ક્રુ સાથે આજે પણ એજ ઉત્સાહથી સાઇકલ ચલાવે છે