પીવીઆર સિનેમાએ જામનગરમાં ‘વર્લ્ડઝ ઓઇલ સિટી’ તરીકે ડેબ્યૂ કરી
સપ્ટેમ્બર 2021: ભારતીય ફિલ્મ પ્રદર્શનમાં અગ્રણી એવી પીવીઆર સિનેમાએ 100% રસી લીધેલા સ્ટાફની સાથે જામનગરમાં પોતાના સૌપ્રથમ સિનેમા ખોલ્યુ હોવાની અને ગુજરાતમાં 15મી પ્રોપર્ટીની જાહેરાત કરી છે. ટિયર II અને ટિયર III માર્કેટમાં તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે, પીવીઆર જામનગર સિનેમાલોકેટેડ ‘જેસીઆર – ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ’ નાના શહેરોમાં પ્રેક્ષકોની વધતી આકાંક્ષાઓ સાથે મેચ કરવા માટે ઉન્નત અને આધુનિક સિનેમેટિક અનુભવ પ્રદાન કરવા માટે રચાયેલ છે.
આ પ્રારંભ અંગે ટિપ્પણી કરતા પીવીઆર લિમીટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ કુમાર બીજલીએ જણાવ્યું હતુ કે, “પીવીઆર ભારતમાં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી દરેક પ્રેક્ષકોને સિનેમા જોવાના અનુભવમાં વધારો કરવામાં આગળ રહ્યુ છે. અમે સભનાતપૂર્વક ઝડપથી વિકસી રહેલા પેટા-શહેરી માર્કેટ્સમાં ઝંપલાવી રહ્યા છીએ જેથી આ પ્રદેશોમાં શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ માટેની વધી રહેલી માગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને દેશના આંતરિક ભાગોમાં શ્રેષ્ઠ સિનેમેટીક અનુભવ પૂરો પાડી શકાય. વધુમા અમારી ટિયર II અને ટિયર III શહેરોમાં હાજરી મારફતે અમે અમારા પ્રેક્ષકોને પસંદગી, સુગમતા અને આરામ સાથે સક્ષમ બનાવવા ધારીએ છીએ.”
પીવીઆરના સીઇઓ શ્રી ગૌતમ દત્તાએ જણાવ્યુ હતુ કે,“જામનગરમાં સૌપ્રથમ અમારી પીવીઆર પ્રોપર્ટી લોન્ચ કરતા ખુશ છીએ. 3 સ્ક્રીન સિનેમાની ડિઝાઇન વૈશ્વિક કક્ષાના ઘરની બહારના મનોરંજનની શોધ કરતા આ પ્રદેશના પ્રેક્ષકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. નવું મલ્ટીપ્લેક્સ એવું પ્રથમ થિયેટર હશે કે જાનમગરના દરેક ઓડીટોરીયમમાં સૌપ્રથમ રિક્લાઇનર્સ અને અદ્યતન ટેકનોલોજી અને ચડીયાતી હોસ્પિટાલિટી ધરાવતુ હશે.”
તેમણે ઉમેર્યુ હતુ કે, “અમે નાના માર્કેટમાં આધુનિક સિનેમા અનુભવ લાવતા રોમાંચિત અને ખુશ છીએ. તે અમારા અનેક ઉદ્દેશોમાંનો એક છે અને અમને ખાતરી છે કે પ્રેક્ષકો પીવીઆરના અનુભવને તેમના ઘરના દ્વારે માણશે.”
માનવ સંપર્કને સૌથી ઓછો કરવા માટે ડિજીટલ વ્યવહારોને ઇ-વોલેટ્સ દ્વારા સક્ષમ બનાવવામાં આવ્યા છે. બોક્સઓફિસ પર પેપરલેસ ટિકીટ ખરીદીને વધુ ઉપલબ્ધ કરાવવા માટે QR કૉડ્ઝ કે જેને સિનેમામાં પ્રવેશવા માટ સ્કેન કરી શકાય છે તે ગ્રાહકોના ફોન પર મોકલી દેવામાં આવશે. જે તે વ્યક્તિ સમર્પિત ઓર્ડરીંગ અને પીકઅપ કાઉન્ટર પરથી પોતાનું ભોજન પીવીઆર એપની મદદથી અગાઉથી બુક કરી શકે છે જેથી સોશિયલ ડીસ્ટન્સની ખાતરી રાખી શકાય,. ફૂડ પેકેજિંગને જંતુમુક્ત કરવા માટે યુવી કેબિનેટ્સનો ઉપયોગ, ફાયબર અને ગ્લાસ શિલ્ડનું ઇન્સ્ટોલેશન, સોશિયલ ડીસ્ટન્સીંગના નિશાનવાળી હરોળ એ થોડા સુરક્ષા પ્રોટોકોલ્સ છે જેને અપનાવવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) કે જે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા લાદવામાં આવી છે તેને સામાન્ય સુરક્ષા અને સ્વચ્છતા ધોરણોના ભાગરૂપે કડક રીતે અનુસરવામાં આવશે.
આના પ્રારંભ સાથે પીવીઆર FY2021-22માં પોતાના વૃદ્ધિ વેગને વધુ મજબૂત બનાવે છે જેથી 72 શહેરો (ભારત અને શ્રીલંકા)મા 177 પ્રોપર્ટીઓ ખાતે849 સ્ક્રીન્સ સાથે દેશના દરેક ખૂણામાં પોતાની હાજરીને વધુ વિસ્તૃત બનાવી શકાય.