સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા આશિમા ટાવર્સના સભ્યો દ્વારા છેલ્લા નોરતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ડૉ. મિતાલી નાગ અને શ્રી અક્ષય દ્વારા ગરબાની રમઝટ બોલવામાં આવી. તેમજ દશેરાના પાવન પર્વએ સોસાયટી દ્વારા સભ્યો માટે વિશેષ ફાફડા જલેબીનું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત દશેરાના પર્વને અનોખી રીતે ઉજવવાના ભાગરૂપે બાળકો દ્વારા પોતાનામાં રહેલી રાવણરૂપી નકારાત્મક્તાને દૂર કરવાના સુંદર મેસેજ સાથેનું એક નાટક ભજવવામાં આવ્યું. સાથે સાથે બાળકોએ ગીત રજૂ કર્યા, ગિટાર અને તબલા વગાડીને તમામ સભ્યોને મનોરંજન પૂરું પાડ્યું.
ચેરમેન શ્રી નવનીત નાગે જણાવ્યું કે કાર્યક્રમને સફળ બનાવામાં સોસાયટીના સભ્યોનો સુંદર સહકાર પ્રાપ્ત થયો છે.. સોસાયટી વતી હું અનીતા કપૂર, અમી શાહ, રિચા શાહ, દિગીશાબેન, નીરવ શાહ, ભાવિન વ્યાસ, મનીષ વ્યાસ તમામ સભ્યો એ આપેલ ઉમદા સહકાર બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.