- શિવમ- જેમીન એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને રામગોપાલ પ્રોડક્શન પ્રસ્તુત,
- આ એક સંપૂર્ણ પારિવારિક, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે
કોરોનાકાળ ના કપરા સમય દરમિયાન લોકડાઉંન બાદ ગુજરાતી ફિલ્મ જેસ્સુ જોરદાર 1 લી ઓક્ટોબરે રિલીઝ થઈ છે અને આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખેલ છે અને ફિલ્મના ચાહકોના ખુબજ સુંદર પ્રતિસાદ સાથે આજે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સપ્તાહના અંતે તમામ શો હાઉસફુલ ગયા.આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં કુલદીપ ગોર અને ભક્તિ કુબાવત અને ઋષિકેશ ઇંગલે, સુપ્રિયા કુમારી, નિલેશ પંડ્યા, ટોપએફએમ તરફથી આરજે સલોની અને બહુમુખી અભિનેતા મનોજ જોશી છે.ફિલ્મનું સંગીત દાનિશ સાબરીએ આપ્યું છે અને ગીતો સૂરજ ચૌહાણ અને અર્પિતાએ તેમના મધુર અવાજો સાથે ગાયા છે.ફિલ્મના સંવાદો બોલીવુડના પ્રખ્યાત લેખક શ્રી બંટી રાઠોડે લખ્યા છે. ફિલ્મના નિર્દેશક શ્રી રાજન આર વર્મા, નિર્માતા શોભના ભૂપત બોદર, સહ નિર્માતા વૃંદા બ્રહ્મભટ્ટ. મુઝિગો ઇન્ડિયા પર ફિલ્મનું સંગીત રિલીઝ થયું છે.
આ અંગે રાજન આર વર્મા, ફિલ્મના નિર્દેશક – જેસ્સુ જોરદારએ કહ્યું, “હું અભિભૂત છું અને જેસ્સુ જોરદાર ફિલ્મને ટેકો અને પ્રેમ આપવા બદલ ગુજરાતના દર્શકોનો આભાર માનું છું. કોરોના કાળ પછી પ્રેક્ષકો માટે આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે તેમના નજીકના થિયેટરમાં ફિલ્મ જોવા આવી રહી છે. આ સાથે આ ફિલ્મ માટે દર્શકોનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટાભાગે તમામ શો હાઉસફુલ હોય છે. મને ખાતરી છે કે તમે જેસ્સુ અને રાજના પ્રેમમાં પડી જશો.અમે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને અન્ય દેશોમાં ફિલ્મ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.