એગ્રોસ્ટાર,જે ભારતનું સૌથી મોટું ડિજિટલ ફાર્મર નેટવર્ક અને એગ્રી-ઇનપુટ્સ ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે, તેની યોગ્ય સલાહ અને યોગ્ય દવાના ઉપયોગથી ખેડૂતો ઉપજ વધારી શકે તે માટે અવિરત પણે કામ કરી રહ્યું છે. લાખો ખેડૂતો પહેલેથી જ ઓનલાઈન અને ઓફલાઈન ચેનલોના સંયોજન દ્વારા ઉપલબ્ધ આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે. એગ્રોસ્ટારના સલાહકારોના સમર્થનથી 20% ઓછા ખર્ચે ઉપજ બમણી કરવામાં સ્થાનિક ખેડૂતોની સફળતાના આધારે, એગ્રોસ્ટારે ખેડૂતોની બેઠક બનાસકાંઠા જિલ્લાના દેવકાપડી ગામમાં યોજી હતી !
એગ્રોસ્ટાર ટેક્નોલોજી ફાર્મ્સ પહેલના ભાગ રૂપે, કંપનીએ ગુજરાતમાં દાડમની ખેતી માટે અગ્રણી વિસ્તાર એવા દેવકાપડી ગામમાં દાડમના ખેડુતો સાથે મુલાકાત કરી.પ્લાન્ટ પેથોલોજિસ્ટ અને પોષણ વ્યવસ્થાપનના નિષ્ણાતો સહિત કૃષિ નિષ્ણાતોની ટીમે કયા પ્રકારનાં પોષક તત્ત્વો, જંતુનાશકો અને અન્ય દવાનો ઉપયોગ કરવો તે અંગે ખેડુતો ને જાણ કારી આપી, તેમજ છોડની કાપણી અને સંવર્ધન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પરિણામ,આ વર્ષે પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓ હોવા છતાં ઉપજ અને ફળની શ્રેષ્ઠ ગુણવત્તામાં વધારો થયો. ખેડૂત, દશરથભાઈ, તેમની એક એકર જમીનમાં રૂ290 પ્રતિ વૃક્ષના ખર્ચે લગભગ 30 કિલો દાડમનું ઉત્પાદન કરવામાં સફળ રહ્યા છે. તેની સરખામણીમાં, તેમના જ વિસ્તારમાં બીજા ખેડૂતો રૂ350 પ્રતિ વૃક્ષના ખર્ચે15-20 કિગ્રા પ્રતિ એકર પ્રમાણે ઉત્પાદન લઇ રહ્યા છે.
તે વિસ્તારના લગભગ 100 ખેડૂતોએ મીટિંગમાં ભાગ લીધો હતો જ્યાં એગ્રોસ્ટાર નિષ્ણાતોએ સમજાવ્યું હતું કે તેઓ કેવી રીતે ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી શકે છે અને, વૈજ્ઞાનિક માહિતી સમજાવી.
તેમના સાથી ખેડૂતોને સંબોધતા, દશરથભાઈએ કહ્યું, “હું એગ્રોસ્ટારનો આભારી છું કે તેણે મને યોગ્ય દવાનો ઉપયોગ કરવાનું અને સાચી માહિતી આપી. તેમની ટીમે મને ટેકો પૂરો પાડવામાં અદ્ભુત પ્રયાસ કર્યો છે, અને શ્રેષ્ઠ ઉપજ અને ફળની ગુણવત્તા જે હું મેળવી શક્યો છું તે તેમની કુશળતાનો પુરાવો છે.”
પહેલની સફળતા અંગે ટિપ્પણી કરતાં, ફાર્મસોલ્યુશન્સના ડાઈરેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, “એગ્રોસ્ટારનું સૂત્ર હંમેશા Helping Farmers Win.છે. અમે આ પહેલની સફળતાથી ખુશ છીએ. અમારા સતત પ્રયાસો દ્વારા, દશરથભાઈ જેવા ઘણા વધુ ખેડૂતો, સમગ્ર વિસ્તારના ખેડૂતોના જીવનમાં પ્રભાવ ઉભો કરવામાં સક્ષમ બનશે. ટેક્નોલોજી અને ડેટાની બાબતમાં અમે અગ્રેસર હોવાથી, ખેડૂતો માટે પેહલેથી લઈને છેલ્લે સુધી સોલ્યુશન્સ પ્રદાન કરવામાં સક્ષમ છીએ. જેમ જેમ અમે અમારી મલ્ટીપલ પ્લેટફોર્મ પર સેવાઓનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ, તે દેશના લાખો ખેડૂતો સુધી અમારી પહોંચને વધુ વધારશે.
સિતાંશુ શેઠ અને શાર્દુલ શેઠ દ્વારા સ્થપાયેલ, એગ્રોસ્ટાર ખેડૂતોને સારી ગુણવત્તાની કૃષિ-સામગ્રી સુધી પહોંચવામાં મદદ કરવા માટે ડેટા અને ટેક્નોલોજીનો લાભ લે છે અને પરંપરાગત ખેતી પદ્ધતિઓમાં હાલમાં રહેલા જ્ઞાનના અંતરને દૂર કરે છે.
તે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર માં1,000થી વધુ ઑફલાઇન સ્ટોર ધરાવે છે.
એગ્રોસ્ટાર આગામી કેટલાક વર્ષોમાં આવા 5,000સ્ટોર સ્થાપવાની યોજના ધરાવે છે.