ભારત નું સૌથી મોટું ખેડૂતોનું ડિજિટલ નેટવર્ક અને એગ્રી ઇનપુટ ઈ કોમર્સ પ્લેટફોર્મ, ઑમ્ની ચેનલ ના વિસ્તાર અને માર્કેટ
લિંકેજ થી ખેતી વિકાસ ને વેગવંતો બનાવશે
આજે એગ્રોસ્ટારે જાહેર કર્યું છે કે તેમણે ડી સિરીઝ ફંડિંગ રાઉન્ડ ના ભાગ રૂપે ૭૦ મિલિયન ડોલર ઈવૉલ્વન્સ, ગ્લોબલ એસેટ
મેનેજર શ્રોડર્સ કેપિટલ, હીરો એન્ટરપ્રાઇઝ અને યુ કે ની ડેવલપમેન્ટ ફાઇનાન્સ સંસ્થા સીડીસી પાસે થી મેળવ્યા છે. આ રાઉન્ડ
માં વર્તમાન ઇન્વેસ્ટરો આવિષ્કાર કેપિટલ, એક્સેલ, બર્ટલ્સમન, ચિરાતે વેંચર્સ અને રાબો ફ્રન્ટિયર વેન્ચર્સે પણ ભાગ લીધો.
સિતાંશુ અને શાર્દુલ શેઠ દ્વારા શરૂ કરવામાં આવેલી એગ્રોસ્ટાર “હેલપીંગ ફાર્મર વિન”ના મિશન સાથે કામ કરે છે. તે ડેટા અને
ટેક્નોલોજી ની મદદ થી ખેડૂતો ને આસાની થી ઉચ્ચ ગુણવત્તા વાળા કૃષિ ઉત્પાદનો અને સચોટ વૈજ્ઞાનિક માહિતી મળી રહે તેમાં
તે હેતુ થી સેતુ નું કામ કરે છે. એગ્રોસ્ટાર આજે ખેડૂતો નું અને કૃષિ ઉત્પાદનો જેવાકે દવા, બીજ, ખાતર અને કૃષિ સાધનો માટે
ભારત માં સૌથી મોટું ડિજિટલ નેટવર્ક છે, જે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ના ૫૦ લાખ થી
વધારે ખેડૂતો ને સેવા આપી રહ્યું છે.
ભારત માં લગભગ ૩૭ લાખ કરોડનું એગ્રી ઇનપુટ માર્કેટ છે જેની સામે સૌથી મોટો પડકાર છે કે સચોટ વૈજ્ઞાનિક માહિતી અને
યોગ્ય ગુણવત્તા વાળા એગ્રી ઇનપુટ થી કૃષિ પાકો ની ઓછી ઉત્પાદકતા. એગ્રોસ્ટાર આ ગેપ ને દૂર કરી રહ્યું છે અને ખેડૂતો માટે
બહુભાષીય, સામગ્રી-આધારિત કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. એગ્રોસ્ટાર પોતાની મોબાઈલ એપ ના 5 મિલિયન ડાઉનલોડના
માઈલસ્ટોનને પાર કરીને તેના પ્લેટફોર્મનો ઝડપી વિકાસ જોઈ રહી છે. ખેડૂતો કૃષિ વિષયક વૈજ્ઞાનિક માહિતી વાંચવા અને
જોવા માટે એગ્રોસ્ટાર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, સલાહ મેળવવા માટે તેમની પાકની સમસ્યાઓના ચિત્રો પોસ્ટ કરે છે,
સાથી ખેડૂત પોસ્ટ્સ પર શેર કરે છે અને ટિપ્પણી કરે છે, કૃષિ ઉત્પાદનો જોવા માટે વૉઇસ સર્ચનો ઉપયોગ કરે છે અને પ્લેટફોર્મ
પર ખરીદી પણ કરે છે.
કંપની ના સીઓઓ અને કો-ફાઉન્ડર સિતાંશુ શેઠ જણાવે છે કે, “આ પ્લેટફોર્મ ઉપરથી વિડિઓ આધારિત માહિતી નો ઉપયોગ
પાછલા એક વર્ષ માં ૧૦ ઘણો વધ્યો છે. અમારું પ્લેટફોર્મ ભારતીય ખેડૂતો માટે ઉપયોગમાં સરળ છે અને તેમના માટે વાસ્તવિક
સ્તર ઉપર ઘણું મૂલ્ય વાન છે. અમે માનીએ છીએ કે આ માત્ર શરૂઆત છે અને આગામી થોડા વર્ષોમાં આ ડિજિટલ ક્રાંતિ ને
140 મિલિયન થી પણ વધુ ભારતીય ખેડૂતો દ્વારા અપનાવવામાં મોટાપાયે વેગ આવશે.”
એગ્રોસ્ટાર એ તેની બ્રાન્ડને માહિતી-સંચાલિત, સલાહકારી અને એગ્રી-ઇનપુટ્સ ઈકોમર્સ પ્લેટફોર્મથી એગ્રોસ્ટાર બ્રાન્ડેડ સ્ટોર્સ
સાથે ઓમ્નીચેનલ પ્લેટફોર્મ તરીકે વિસ્તારી છે. જુદા જુદા રાજ્યોમાં તાલુકા ઉપર સ્થિત આ સ્ટોર્સ એગ્રોસ્ટારને તેના ખેડૂતોને
વધુ સારી સેવા આપવા માટે માહિતી-આધારિત અભિગમનો લાભ લે છે. એગ્રોસ્ટારે છેલ્લા 12 મહિનામાં તેના બ્રાન્ડ સ્ટોર્સ
50 થી 1,000 થી વધુ સ્ટોર્સ સુધી વધારી દીધા છે.
ખેતી ખર્ચ માં ઘટાડો અને ઉપજ માં વધારો એવા અભિગમ થી એગ્રોસ્ટાર ખેડૂતો ની આર્થિક સ્થિતિ માં પણ ઊંડો પ્રભાવ પાડી
રહી છે. સીડીસી દ્વારા આ વર્ષે તૈયાર કરવામાં આવેલ એક અહેવાલ દર્શાવે છે કે 82% ખેડૂતોએ અહેવાલ આપ્યો છે કે
એગ્રોસ્ટારને કારણે તેમના જીવનની ગુણવત્તા સારી થઈ છે અને 73% ખેડૂતોએ અહેવાલ આપ્યો છે કે એગ્રોસ્ટારનો કોઈ
વિકલ્પ નથી.
તાજેતર ના ફંડિંગ રાઉન્ડ સમયે કંપની ના સીઈઓ અને કો-ફાઉન્ડર શાર્દુલ શેઠ જણાવે છે કે ” એગ્રોસ્ટાર શરૂઆત થી જ
પોતાના મિશન “હેલપીંગ ફાર્મર્સ વિન” માટે સત્ય પુરવાર થઇ છે. અમે હવે અમારા ખેડૂતોને ડિજિટલ અને ફિઝિકલ એમ
બમણા ટચપોઇન્ટ પર એકીકૃત અનુભવ પ્રદાન કરવા માટે અમારી ઓમ્નીચેનલ વ્યૂહરચના બમણી કરી રહ્યા છીએ. આ ફંડ નો
ઉપયોગ અમે મારા ટેક પ્લેટ ફોર્મ ને મજબૂત કરવા, વરિષ્ઠ પ્રતિભાઓ ને અમારા મિશન માં જોડાવા, નવા નવા ઉત્પાદનોને
સામેલ કરી નવા ભૌગોલિક ક્ષેત્રો માં વિસ્તાર કરવા અને પાંચ હજાર થી પણ વધુ એગ્રોસ્ટાર રિટેઇલ સ્ટોર ખોલી ને અમારી
ઑમ્ની ચેનલ વ્યૂહરચના ને ઇંધણ પૂરું પાડવા કરીશું. અમે અમારી સેવાઓને અમારા બહોળા અને વિકાસશીલ કિસાન સમુદાય
ને માર્કેટ લિંકેજ અને વેલ્યુ એડિસન માં પણ વિસ્તાર કરીશું અને તે માટે અમે આ ક્ષેત્ર માં એક્વિઝિશન ની તકો પણ જોઈશું.”
રોકાણ પર ઇવોલ્વેન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ચંદ્રાએ જણાવ્યું હતું કે, “અમે એગ્રોસ્ટારના બિઝનેસ મોડલમાં
ખુબજ વિશ્વાસ રાખીયે છીએ કારણ કે એગ્રોસ્ટર નું ટેક પ્લેટફોર્મ થી અને ઑમ્ની ચેનલ ના સહયોગ થી ખેડૂતો ને સારી
ગુણવત્તા વાળા એગ્રી ઇનપુટ તથા સચોટ વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડી ને ખેડૂતો મેં મળતી સેવા ની જે ગેપ છે તે નિવારવા સેતુ
નું કામ કરે છે. સ્થાપકો ની શક્તિ, ‘પ્રથમ જ્ઞાન’ અભિગમ એ બીજાથી જુદો પાડે છે. અમે એગ્રોસ્ટાર સાથે તેમની આગળની
સફરમાં ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ.”
હીરો એન્ટરપ્રાઇઝ ના ચેરમેન સુનિલ કાન્ત મુંજાલ જણાવે છે કે “અમે હીરો એન્ટરપ્રાઇઝ માં માનીયે છે કે લઘુ ઉદ્યોગ હોવાની
સાથે કૃષિ એ ભારત ની ઈકોનોમી માં કરોડરજ્જુ સમાન છે જેમાં ભારત ની વસ્તી નો મોટો હિસ્સો ખેતી અને સહ ઉદ્યોગો માં
જોડાયેલો છે. ખેતીમાં ડિજિટાઇઝેશન અને સમકાલીન વ્યવસ્થાપન પ્રણાલી ખુબ બહોળા પ્રમાણ માં મૂલ્ય ઉભું કરશે. અમે
એગ્રોસ્ટાર ની આગળ ની સફર માં સહભાગી થવા માટે ઉત્સાહિત છીએ, છેલ્લા ત્રણ વર્ષ થી અમે કંપની ના કાર્યો ને ફોલો કરતા
હતા. અમે એગ્રોસ્ટાર ટિમ ની કામ કરવાની શક્તિ, સસ્ટેઈનેબલ બિઝનેસ મોડેલ, અને જે રીતે ટેક્નોલોજી ના ઉપયોગથી
સચોટ માહિતી અને સારી ગુણવત્તા યુક્ત ઉત્પાદનો ખેડૂત સુધી પહોંચાડે છે અને આ રીતે ખેડૂત નું ઉત્પાદન અને આવક વધારે
છે તેના થી અને ખુબજ પ્રભાવિત થયા છે. પ્રથમ ખેડૂત અભિગમ, ઑમ્ની ચેનલ પ્લેટફોર્મ અને ખેડૂત આલમ સાથે ઘનિષ્ઠ
સંબંધો એગ્રોસ્ટાર ને મજબૂત સોસીયો ઇકોનોમિક પ્રભાવ પાડવામાં મદદ કરે છે. અમે માનીયે છે કે આ દસક માં જ એગ્રોસ્ટાર
માર્કેટ માં પ્રભાવી અસર પાડશે.”
સીડીસી ગ્રુપમાં દક્ષિણ એશિયા પ્રાયવેટ ઇક્વિટી ફંડનાવડા ક્રેઈગ ગીફફોર્ડ જણાવે છે કે “કોઈપણ દેશ માટે વિકાસ ની તકો
ઉભી કરવા માં કૃષિ ક્ષેત્ર મૂળભૂત રોલ ભજવે છે, અને ખેડૂત તેનો સુકાની છે. અમે આવિષ્કાર કેપિટલ ની સાથે સહ રોકાણકાર
બની એગ્રોસ્ટાર માં રોકાણ કરવા માટે ગૌરવ અનુભવીએ છીએ. આ રોકાણ ખેડૂત ને મદદ કરશે અને ભારત ના કૃષિ ક્ષેત્ર ને પણ
મજબૂત કરશે અને સાથે સાથે ભારત માં વ્યાપક આર્થિક અને સામાજિક સ્તરે વિકાસને વેગ આપવામાં મદદ કરશે.”